ETV Bharat / state

પાટડી: કાર સળગી ઉઠતાં કારમાં સવાર 7 વ્યક્તિઓના મોત - સુરેન્દ્રનગરના સમાચાર

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે સહિત મુખ્ય માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમા ખાસ કરીને દિવાળીના તહેવારોમાં અકસ્માતોના બનાવો વધુ બને છે, ત્યારે પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા કાર સળગી ઉઠતાં કારમાં સવાર 7 વ્યક્તિના મોત થતાં પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં માતમ છવાયો હતો.

પાટડી:  કાર સળગી ઉઠતાં કારમાં સવાર 7 વ્યક્તિઓના સળગી જવાથી મોત

author img

By

Published : Nov 21, 2020, 6:38 PM IST

  • પાટડીના ખેરવા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
  • અકસ્માત બાદ કાર સળગી ઉઠતાં કારમાં સવાર 7 વ્યક્તિઓના મોત
  • પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં માતમ
  • ચોટીલાથી દર્શન કરીને પરત ફરતા નડ્યો અકસ્માત

પાટડી: સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે સહિત મુખ્ય માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમા ખાસ કરીને દિવાળીના તહેવારોમાં અકસ્માતોના બનાવો વધુ બને છે, ત્યારે પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા કાર સળગી ઉઠતાં કારમાં સવાર 7 વ્યક્તિના મોત થતાં પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં માતમ છવાયો હતો.

પાટડી:  કાર સળગી ઉઠતાં કારમાં સવાર 7 વ્યક્તિઓના સળગી જવાથી મોત
પાટડી: કાર સળગી ઉઠતાં કારમાં સવાર 7 વ્યક્તિઓના સળગી જવાથી મોત

અકસ્માતની સમગ્ર ઘટના

દિવાળીના તહેવારોમાં લોકો પરિવાર સાથે ધાર્મિક સ્થળો સહિત દર્શનાર્થે જતાં હોય છે, ત્યારે સાંતલપુર તાલુકાના કોરડા અને રાધનપુર તાલુકાના નાનુપુરા ગામના બે પરિવારો કારમાં ચોટીલા દર્શનાર્થે ગયા હતા. દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે પુરપાટ ઝડપે જહી રહેલ ડમ્પર અને કાર વચ્ચે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમા અકસ્માત બાદ કાર રોડની સાઈડમાં ઉતરી જતાં સળગી ઉઠી હતી અને કારમાં સવાર બંને પરિવારોના નાના બાળકો સહિત 7 લોકોના મોત થયા હતા.

મૃતકોના નામ

કોરડાનું પરીવાર (સાંતલપુર )

  1. નાઇ રમેશભાઇ મન્સુખભાઇ
  2. નાઇ કૈલાષબેન રમેશભાઇ - પત્નિ
  3. નાઇ મિતલ રમેશભાઇ _ પુત્રી
  4. નાઇ શનિ રમેશભાઇ _ પુત્ર

નાનાપુરાનુ પરીવાર (રાઘનપુર)

  1. નાઇ હરેશભાઇ ચતુરભાઇ
  2. નાઇ તેજશબેન હરેશભાઇ _ પત્નિ
  3. નાઇ હર્ષદ હરેશભાઇ _ પુત્ર

પોલીસ કાફલો ઘટનાસ્થળે

બંને પરિવારના 7 સભ્યોના સળગી જવાથી મોત નિપજ્યા હતા. જ્યારે આ બનાવની જાણ થતા આસપાસના ગ્રામજનો લોકો આગેવાનો સહિત બજાણા પોલીસ કાફલો ઇન્ચાર્જ SP, ઇન્ચાર્જ DYSP, પાટડી પ્રાંત અધિકારી મામલતદાર FSL ફાયર બિગેડ સહિતની ટીમ અને અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ તમામ મૃતકોના કારમાંથી સળગેલી હાલતમાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે આ તકે મૃતકોના પરિવારજનો સહિત સગાસંબંધીઓ ધટનાસ્થળે આવી પહોંચ્યા હતાં. એક સાથે પરિવારના 7 સભ્યોના મોતથી શોક જોવા મળ્યો હતો. આ તમામ મૃતક લોકોના મૃતદેહને પીએમ કર્યા બાદ પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.