ETV Bharat / state

જુઓ, સુરતમાં યુવાનનો મોટર વ્હીકલ એક્ટનો અનોખો વિરોધ

author img

By

Published : Sep 18, 2019, 9:45 PM IST

સુરત: મંદીના માહોલમાં જ્યારે મોટર વ્હીકલ એક્ટનો નવો કાયદો બન્યો ત્યારે વિચાર્યું નહિ કે વાહન ચાલકો પર તેની શું અસર થશે? મંદીના માહોલમાંથી પસાર થઈ રહેલા સુરતના અલ્પેશ ડાહ્યાભાઈ નામના શખ્સે પોતાની બાઈક ઉપર કાગળ ચિપકાવીને સાફ લખી દીધું છે કે આર્થિક મંદીના કારણે તે ટ્રાફિકનો દંડ ભરી શકે તેમ નથી. અલ્પેશની આ તસવીર ગુજરાત ભરમાં વાયરલ થઈ રહી છે.

બાઇક ઉપર લખ્યું આર્થિક મંદીના કારણે દંડ ભરી શકે એમ નથી

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અલ્પેશ ડાહ્યાભાઈ નામના શખ્સની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. અલ્પેશે પોતાની બાઈક ઉપર બેઠો છે અને બાઈકની આગળ એક કાગળ ચિપકાવવામાં આવ્યો છે. આ કાગળ ઉપર સાફ લખવામાં આવ્યું છે કે મંદીના કારણે તે દંડ ભરી શકે તેમ નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ તસવીર બાદ જ્યારે ETV ભારતે બાઈક ચાલક અલ્પેશને શોધી કાઢ્યો ત્યારે તેની સાથે ટેલિફોનિક વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી મંદીના કારણે તેની ઇલેક્ટ્રિકની દુકાન બરાબર ચાલતી નથી. અગાઉ રોજની સાત હજારની આવક થતી હતી પણ મંદીના કારણે હાલ રોજના 700 રૂપિયાથી હજાર રૂપિયાની જ આવક થાય છે. મારી પર પરિવારની જવાબદારી છે. બાળકોની ફી થી લઈ પુરા પરિવારના ભરણપોષણની જવાબદારી છે તો આટલી મંદીમાં હું પરિવારનું ભરણ પોષણ કરી શકુ તેવી મારી સ્થિતિ નથી. નવા કાયદામાં દંડની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે જે ભરવામાં હું સક્ષમ નથી.

સુરત
યુવાનનો મોટર વ્હીકલ એક્ટનો અનોખો વિરોધ

અલ્પેશે વધુમાં જણાવ્યું કે, હાલમાં જ ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા મને રોકવામાં આવ્યો હતો પણ મેં સાફ શબ્દોમાં કહી દીધું હતું કે હાલ મંદીના કારણે તેની પાસે પૈસા નથી જેથી તે દંડ ભરી શકે નહીં અને વારંવાર મને પોલીસ ન પકડે તે માટે મે પહેલેથી જ પોતાની બાઈક ઉપર આગળ કાગળ ચિપકાવી દીધો છે.

સુરત
યુવાનનો મોટર વ્હીકલ એક્ટનો અનોખો વિરોધ

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા નવા મોટર વ્હીકલ એક્ટનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. જેમાં કાયદાનો ભંગ કરનાર લોકોને મસમોટો દંડ ફટકારવામાં આવશે, ત્યારે બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા આ દંડની રકમમાં લોકોને રાહત પણ આપવામાં આવી છે, પરંતુ મંદીના માહોલના કારણે લોકો આ દંડની રકમને લઈ હેરાન થઇ રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર અનેક પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. જેમાંની એક અલ્પેશની તસ્વીર પણ છે.

Intro:સુરત : મંદીના માહોલમાં જ્યારે મોટર વ્હીકલ એક્ટનો નવો કાયદો બન્યો ત્યારે વિચાર્યું નહિ કે વાહન ચાલકો પર તેની શુ અસર થશે? મંદીના માહોલમાંથી પસાર થઈ રહેલા સુરતના અલ્પેશ ડાહ્યાભાઈ નામના શખ્સે પોતાની બાઈક ઉપર કાગળ ચિપકાવી ને સાફ લખી દીધુ છે કે આર્થિક મંદીના કારણે તે ટ્રાફિકનો દંડ ભરી શકે એમ નથી. અલ્પેશ ની આ તસવીર ગુજરાત ભરમાં વાયરલ થઈ રહી છે.

Body:સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અલ્પેશ ડાહ્યાભાઈ નામના શખ્સની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. અલ્પેશે પોતાની બાઈક ઉપર બેઠો છે અને બાઈકની આગળ એક કાગળ ચિપકાવવામાં આવ્યો છે. આ કાગળ ઉપર સાફ લખવામાં આવ્યુ છે કે મંદીના કારણે તે દંડ ભરી શકે એમ નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ તસવીર બાદ જ્યારે ETV ભારતે બાઈક ચાલક અલ્પેશ ને શોધી કાઢ્યો ત્યારે તેની સાથે ટેલિફોનિક વાતચીતમાં તેણે જણાવ્યુ હતુ કે છેલ્લા કેટલાક મહિનાઓથી મંદીના કારણે તેની ઇલેક્ટ્રિકની દુકાન બરાબર ચાલતી નથી. અગાઉ રોજની સાત હજારની આવક થતી હતી પણ મંદીના કારણે હાલ રોજના 700 રૂપિયા થી હજાર રૂપિયાની જ આવક થાય છે. મારી ઉપર આખા પરિવારની જવાબદારી છે બાળકોની ફી થી લઈ પુરા પરિવારના ભરણપોષણની જવાબદારી મારી ઉપર છે તો આટલી મંદીમાં હું પરિવારનું ભરણ પોષણ કરી શકુ એવી મારી સ્થિતિ નથી.નવા કાયદામાં દંડની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે જે ભરવામાં હું સક્ષમ નથી.

અલ્પેશ વધુમાં જણાવ્યુ કે હાલમાં જ ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા મને રોકવામાં આવ્યો હતો પણ મેં સાફ શબ્દોમાં કહી દીધુ હતુ કે હાલ મંદીના કારણે તેની પાસે પૈસા નથી જેથી તે દંડ ભરી શકે નહીં અને વારંવાર મને પોલીસ ન પકડે એ માટે મે પહેલેથી જ પોતાની બાઈક ઉપર આગળ ચિપકાવી દીધો છે.

Conclusion:અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા નવા મોટર વ્હીકલ એક્ટ નો કાયદો પસાર કરવામાં આવ્યો છે જેમાં કાયદાનો ભંગ કરનાર લોકોને મસમોટો દંડ ફટકારવામાં આવશે ત્યારે બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા આ દંડની રકમમા લોકોને રાહત પણ આપવામાં આવી છે પરંતુ મંદીના માહોલના કારણે લોકો આ દંડની રકમને લઈ હેરાન થઇ રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે જેમાંથી એક અલ્પેશ ની તસ્વીર પણ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.