ETV Bharat / state

Youth Died by Suicide in Surat : સુરતમાં મોબાઈલ ફોને યુવકને આપઘાત કરવા માટે કર્યો મજબુર, જાણો શું છે મોબાઈલની કહાની...

સુરત શહેરના સચીન જીઆઈડીસી વિસ્તારમાં મોબાઈલની જીદે ચઢેલા યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ આ સમગ્ર મામલે સચીન જીઆઈડીસી પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Youth Died by Suicide in Surat  : સુરતમાં મોબાઈલની જીદમાં યુવકનો આપઘાત, શા માટે જોઇતો હતો મોબાઈલ જૂઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 3:54 PM IST

ડેડબોડીનું સિવિલ હોસ્પિટલમાં પોસ્ટર્મોટમ કરાયું

સુરત : સુરત શહેરના સચીન જીઆઈડીસી વિસ્તારમાં મોબાઈલની જીદે ચઢેલા યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સચીન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થનગર ગણેશ સોસાયટી પાસે રહેતો 19 વર્ષીય પારસ સંજીવ શર્મા જેઓએ ગઈકાલે પોતાના જ ઘર કોઈ કારણોસર આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં યુવાન મરણ હોવાથી શોક ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સચીન જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી પારસના મૃતદેહનો કબજો મેળવી સિવિલ હોસ્પિટલ પોસ્ટર્મોટમ માટે મોકલી આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હું ડાઇંગ મિલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરું છું. ગઈકાલે સાંજે હું ઘરે પહોંચ્યો ત્યારે દરવાજો બંધ હતો. મેં પારસને બે થી ત્રણ વખત બૂમો પાડી પરંતુ તેનો કોઈ જવાબ ન આવતા અંતે હું આજુબાજુના લોકોની મદદથી દરવાજો તોડી અંદર ગયો ત્યારે સામે જ પારસ લટકતો જોવા મળ્યો હતો. આ જોઈ મને કશું જ ખ્યાલ આવ્યો નહીં કે શું થયું છે. એટલે મેં ઉપરથી પારસને નીચે ઉતાર્યો અને અમારા સોસાયટીના જ એક ડોક્ટરને બોલાવ્યા તેઓ આવ્યાં અને જોઈ તપાસી કહ્યું કે, પારસનું મોત થઇ ગયું છે. એટલે પછી પોલીસને જાણ કરવી પડી હતી...કુનાલ શર્મા (મૃતક પારસનો મોટો ભાઈ)

મોબાઈલ લેવાની જીદ હતી : કુનાલ શર્માએ વધુમાં જણાવ્યું કે, પારસનો મોબાઈલ છેલ્લા એક મહિનાથી બગડી ગયો હતો. જેથી તે નવા મોબાઈલ માટે મારી પાસે અને પપ્પા પાસે માંગણી કરી રહ્યો હતો. પરંતુ હાલ ઘરની પરિસ્થિતિ સારી ન હોવાને કારણે અમે તેને કહ્યું હતું કે, દિવાળીમાં તેને નવો મોબાઈલ અપાવીશું. તેમ છતાં તે મોબાઇલ જોઈએ તેવી જીદ પકડી હતી. તે પોતે પણ બાજુમાં જ તેના મિત્ર સાથે ફોટો શોપમાં ડિઝાઇન શીખી રહ્યો હતો. બે દિવસ પહેલા તેણે પપ્પા જોડે વાતચીત કરીને મોબાઈલની જીદ કરી હતી. ત્યારે મેં વિચાર્યું કે માર્કેટમાંથી સેકન્ડ હેન્ડ ફોન લઈને આવું પરંતુ પછી આ વિચાર આવ્યો કે, સેકન્ડ હેન્ડ ફોન ચોરીનો ફોન નીકળ્યો અને આગળ જઈને કોઈ સમસ્યા ઊભી થાય એના કરતાં એક મહિનો રોકાઈ દિવાળીમાં નવો મોબાઈલ લઈને આપીશ. આ વાત મેં તેને ગઈકાલે સવારે કીધી હતી. પરંતુ ખબર નહીં મગજમાં શું ચાલ્યું કે તેણે આ પગલું ભર્યું. અમે મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના રહેવાસી છીએ. પપ્પા અને હું અહીં રોજગારી મેળવીને પરિવાર ચલાવીએ છીએ.

મોબાઈલનું ઘેલું લાગતાં અનેક બનાવો : ઉલ્લેખનીય છે કે, આજના યુગમાં અભ્યાસ કરતા વધારે આજના નવયુવાનો મોબાઇલમાં વધારે વ્યસ્ત જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની ગેમ અને વીડિયોના તથા અલગ અલગ એપ્સમાં આજનો નવયુવાન વ્યસ્ત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મોબાઈલના કારણે જ ઘણી વખત એવું બન્યું છે કે, મોબાઈલ પર વાત કરતા કરતા લોકો ઉપરથી નીચે પણ પડી જતા હોય છે. ત્યારે મોબાઇલ પર જ ગેમ રમવાને કારણે લોકો બરબાદ પણ થઈ રહ્યા છે. એક વાત સાચી છે કે, મોબાઈલનો ઉપયોગ સાચી રીતે કરવો જે પરંતુ આજકાલ મોબાઈલનો ઉપયોગ ખોટી રીતે પણ થવા માંડ્યો છે. નાના નાના બાળકો પોતાના વાલીઓ પાસે મોબાઇલની માગણીઓ કરે છે. વાલી જ્યારે મોબાઈલ ન આપે ત્યારે તે બાળકો હતાશ થઈ જતા હોય છે.

  1. Snatchers Killed Youth In Surat : સુરતમાં સ્નેચરોએ મોબાઇલ માટે યુવકની કરી હત્યા, ઘટના થઈ સીસીટીવી કેમેરામાં કેદ
  2. Surat Crime : કામરેજમાં કિશોરીએ મોબાઇલ માટે કર્યો આપઘાત
  3. Rotary Club of Navsari: વિસરાતી જતી રમતો સાથે મોબાઇલ યુગના બાળકોને જોડવાની અનોખી ઝાંખી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.