ETV Bharat / state

સુરતમાં અંન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનમાં મંદ બુદ્ધિનો યુવક ફસાયો બાદમાં... - ડ્રેનેજ લાઈન

સુરત: ખટોદરા વિસ્તારમાં અંન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનમાં મંદ બુદ્ધિનો યુવક 10 થી 15 ફૂટ નીચે ઉતરી જતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

yuvak
author img

By

Published : Aug 23, 2019, 3:04 PM IST

સુરતમાં ખટોદરા વિસ્તારમાં પંચશીલ નગરમાં અંન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનમાં મંદ બુદ્ધિનો યુવક એકાએક 10 થી 15 ફૂટ નીચે ઉતરી ગયો હતો. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ગંભીરતા જોવા મળી હતી અને તાત્કાલિક સુરત ફાયર વિભાગ અને ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની બે મથકોની ગાડીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફાયરના ચાર જેટલા જવાનો અંન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનમાં ઉતર્યા હતા.

સુરતમાં અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનમાં મંદ બુદ્ધિનો યુવક ફસાતાં હાઈવોલ્ટેજ ડ્રામા

આશરે દસથી પંદર ફૂટ ડ્રેનેજ લાઈનમાં ઉતરેલા યુવકે ફાયરના જવાનોને બસોથી ત્રણસો મીટર સુધી હંફાવ્યા હતા. જો કે અંન્ડરગ્રાઉન્ડ લાઈનમાં અલગ અલગ જગ્યાઓથી ઉતરેલા ચાર જેટલા જવાનોએ યુવકને સમજાવ્યો હતો અને ભારે સમજાવટ બાદ તેને સહી સલામત રીતે બહાર કાઢી વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. યુવકને બહાર કાઢવા માટે ઘટના સ્થળે પાલિકાની ટીમે સર્વિસ રસ્તાના ઢાંકણા ખોલવાની ફરજ પડી હતી.

Intro:સુરત : ખટોદરા વિસ્તારમાં આવેલ અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનમાં અસ્થિર મગજનો યુવક 10 થી 15 ફૂટ નીચે ઉતરી ગયો હતો.જેને લઇ આસપાસના વિસ્તારમાં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણકારી મળતા સુરત ફાયર વિભાગે ઘટના સ્થળે પોહચી યુવકનું રેસ્ક્યુ કરી  સહીસલામત રીતે બહાર કાઢ્યો હતો.જ્યાં બાદમાં  સારવાર અર્થે સુરતની નવી સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો..ઘટના ના પગલે સુરત મહાનગરપાલિકા અને ખટોદરા પોલીસ ઓન સ્થળ પર દોડી આવી હતી.

Body:ખટોદરા  વિસ્તારમાં પંચશીલ નગર ખાતે આવેલા જાહેર રસ્તાના અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનમાં અસ્થિર મગજનો યુવક એકાએક 10 થી 15 ફૂટ નીચે ઉતરી ગયો હતો..આ ઘટનાના દ્રશ્યો સ્થાનિક લોકોએ પોતાની નજરો જોતા તેની જાન તાત્કાલિક સુરત ફાયર વિભાગ અને ખટોદરા પોલીસને કરી હતી...ફાયર વિભાગની બે મથકોની ગાડીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફાયર ના ચાર જેટલા જવાનો અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનમાં ઉતર્યા હતા.આશરે દસથી પંદર ફૂટ ડ્રેનેજ લાઈનમાં ઉતરેલા યુવકે ફાયર ના જવાનોને બસો થી ત્રણસો મીટર સુધી હંફાવ્યા હતા.જો કે અન્ડરગ્રાઉન્ડ લાઈનમાં અલગ અલગ જગ્યાઓથી  ઉતરેલા ફાયર ચાર જેટલા જવાનોએ યુવકને સમજાવ્યો હતો અને ભારે સમજાવટ બાદ તેને સહીસલામત રીતે બહાર કાઢી સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો....Conclusion:યુવક ને બહાર કાઢવા માટે ઘટના સ્થળે પોહચેલી  પાલિકાની ટીમે સર્વિસ રસ્તાના ઢાંકણા ખોલવાની ફરજ પડી હતી.

બાઈટ : શૈલેષ પટેલ (ફાયર અધિકારી)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.