સુરત : વિશ્વ આરોગ્ય સંસ્થા તેમજ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સંઘના સંયુક્ત ઉપક્રમે 1992થી દર વર્ષે 10 ઓક્ટોબરના દિવસને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરિકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ જનજાગૃતીના કાર્યક્રમો દ્વારા મગજ અને માનસિક રોગોને લગતી બાબતો અંગેના કાર્યક્રમો યોજવામાં આવે છે. આજે માનસિક સ્વાસ્થ્ય સબંધિત પ્રાથમિક સારવારમાં પિડીત વ્યક્તિ સાથે વાર્તાલાપ કરવાની તેમજ ઉમર, જાતી અને સંસ્કૃતી મુજબ યોગ્ય અંતર જાળવી લાગણીઓને સમજવાનો તેમજ તેની માહીતીઓ સમજવાનો તેમજ યોગ્ય માર્ગદર્શન આપવાની વાત પર ભાર મુકવામાં આવે છે. આ દરમિયાન પિડિત વ્યક્તિની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની બાબત પર પણ ભાર મુકવામાં આવ્યો છે.
![World Mental Health Day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-10-2023/gj-sur-hospital-civil-gj10058_10102023161923_1010f_1696934963_30.jpg)
હોસ્પિટલમાં આટલા દર્દીઓ આવે છે : નવી સિવિલ હોસ્પિટલમાં વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2022માં સિવિલ હોસ્પિટલમાં માનસિક રોગ વિભાગમાં 53 હજારથી વધુ ઓપીડી જોવામાં આવી હતી. માનસિક બિમારીથી પીડિત 863 દર્દીઓને 2022 દરમિયાન સારવાર આપવામાં આવી હતી. સુરતની નવી સિવિલ હોસ્પિટલ માં દરરોજ 200થી 250 માનસિક વિભાગમાં દર્દીઓ આવે છે. આ વર્ષે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ 2023ની થીમ અવર માઈન્ડ અવર રાઈટ રાખવામાં આવી છે.
![World Mental Health Day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-10-2023/gj-sur-hospital-civil-gj10058_10102023161923_1010f_1696934963_22.jpg)
10 ઓક્ટોબર એટલે કે, વર્લ્ડ માનસિક આરોગ્ય દિવસ છે. આ દિવસે વિશ્વ આરોગ્ય સંસ્થા છે. માનસિક આરોગ્યનું મૂળભૂત અધિકાર છે. એટલે કે દરેક વ્યક્તિ દેશ અને દુનિયામાં જે માનસિક આરોગ્યથી હેરાન છે. તેઓની એની સેવાઓ મળવી જોઈએ. જે જે સામાન્ય માનસિક તકલીફો છે. ચિંતા, તણાવ, ડિપ્રેસન, માનસિક તકલીફોના કારણે શારીરિક તકલીફો છે. આજે વધારે જોવા મળી રહ્યું છે. ધીમે ધીમે તેનું પ્રમાણ વધતું જાય છે. - ડો. રુતંબરા મહેતા, નવી સિવિલ હોસ્પિટલના માનસિક વિભાગના વડા
આત્મ હત્યાનું પ્રમાણ વધ્યું : ઓપીડીમાં રોજના 200થી 250 માનસિક દર્દીઓ આવી રહ્યા છે. બાળકોનો પણ વિભાગ છે અને વ્યસન મુક્તિનો પણ વિભાગ છે. ત્યારે હવે છેલ્લા ઘણા વર્ષોથી વ્યસનનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. તેની સાથે જ આત્મહત્યાની ઘટનાઓ પણ ખૂબ જ વધી ગઈ છે. તેમાં ખાસ કરીને 15થી 20 વર્ષના લોકો જેઓ વિદ્યાર્થી છે. તેઓને યોગ્ય માર્ગદર્શન મળી રહ્યું નથી. જેને કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા છે. જો કોઈપણ વ્યક્તિ ચિંતામાં મુશ્કેલીમાં છે. તો તમે તેમની જોડે વાત કરો વાત કરશો તો તેનો જરૂર હાલ નીકળશે.