સુરત : ડાયમંડ નગરી ઉર્ફ સુરત શહેર હવે સતત વિવિધ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. શહેરના વિદ્યાર્થીઓ હોય કે પછી ખેલાડીઓ પોતાના કૌશલ બતાવી તેઓ દેશ વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે. તે સાથે સુરત, ગુજરાત અને દેશનું નામ પણ રોશન કરી રહ્યા છે. ત્યારે આજે ફરી એક વખત સુરતનું ગૌરવ વધ્યું છે. ટેબલ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગુજરાતમાંથી સુરતના હરમીત દેસાઈની પસંદગી થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં આફ્રિકામાં ટેબલ ટેનિસની વર્લ્ડ ચેમ્પિયનશિપની યોજાશે. જો હરમીત દેસાઈની પસંદગી કરવામાં આવશે. તો આ એશિયન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હરમિત દેસાઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
આ પણ વાંચો Hockey World Cup 2023 : પ્રથમ દિવસે ચાર મેચ રમાશે, ઓસ્ટ્રેલિયાનો સામનો ફ્રાન્સ સામે થશે
હરમીત દેસાઈની માતાએ શું કહ્યું આ બાબતે હરમીત દેસાઈની માતા અર્ચના દેસાઈ જણાવ્યું કે, ખૂબ જ આનંદની વાત છે કે, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પસંદગી થાય તો ખૂબ જ મોટી વાત છે. કારણ કે એશિયામાં રમવા જવું અને ત્યાં પસંદગી થવી ખૂબ જ સારી વાત છે. આ એશિયન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઘણા બધા દેશો છે જેમ કે, ચાઇના, જાપાન, કોરિયા, સિંગાપુર, હોંગકોંગ છે. ચાઇના જાપાન આ બધા પાવરફુલ એશિયામાં છે અને એમાં ક્વોલિફાઈડ થઈ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જઈ શકીએ .હરમિત નાનપણથી જ સ્પોર્ટ્સમાં શોખ હતો. અમે તેને સપોર્ટ કર્યો છે.
આ પણ વાંચો Hockey World Cup 2023: ઓપનિંગ સેરેમનીમાં લોકોએ સ્ટાર્સ સાથે ડાન્સ કર્યો
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેચોમાં ગોલ્ડ મેડલ હરમીત દેસાઈ આ પહેલા ઘણી બધી વખત ટેબલ ટેનિસમાં અનેકો સિદ્ધિઓ હાસિલ કરીને સુરત ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેચોમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે, ત્યારે આજે ફરી એક વખત તેને ગુજરાતનું પ્રતિનિધિઓ કરવા માટે અને ગૌરવ વધારવા માટે મોકો મળે એવી આશાઓ લાગી રહી છે. કારણ કે, કતારના દોહા ખાતે એશિયન ટેબલ ટેનિસની મેચ રમાઈ હતી. તેમાં હરમીત દેસાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જીત હાસિલ કરી અને તે ક્વોલિફાઈડ થયો અને જેને કારણે હરમીત દેસાઈની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પસંદગી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ ખરી. (table tennis world championship 2023)