- આવતી કાલે લાલભાઈ સ્ટેડિયમ ઉપર ઝારખંડ અને ત્રિપુરા વચ્ચે મેચ રમાશે.
- પીઠાવાલા સ્ટેડિયમ ઉપર ઓરિસ્સા અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે.
- ખોલવડ જીમખાના સ્ટેડિયમ ઉપર છત્તીસગઢ અને ગુજરાત વચ્ચે મેચ રમાશે.
સુરતઃ સુરતના આંગણે ડિસ્ટીક એસોસિએશનના નેજા હેઠળ તથા BCCI અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સીધા માર્ગદર્શન હેઠળ 6 રાજ્યોની વચ્ચે વુમન્સ સિનિયર કોન્ટેક્ટ ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે. આ મેચમાં ગુજરાત, ત્રિપુરા, હૈદરાબાદ, છત્તીસગઢ, ઓરિસ્સા અને ઝારખંડ વચ્ચે આ મેચ રમાડવામાં આવશે. આ મેચ 12 થી 20 માર્ચ એટલે 9 દિવસ સુધી ચાલશે..
વુમન્સ સિનિયર વન-ડે ટુર્નામેન્ટ સુરતના ત્રણ જગ્યાએ રમાડવામાં આવશે
સુરતમાં આજથી વુમન્સ સિનિયર વન-ડે ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે આ મેચ સુરતના ત્રણ જગ્યાએ રમાડવામાં આવશે. લાલભાઈ સ્ટેડિયમ, પીઠાવાલા સ્ટેડિયમ અને ખોલવડ જીમખાના ઉપર રમાડવામાં આવશે અને આ ત્રણે સ્ટેડિયમ પર કોરોનાને ધ્યાનમાં લેતા પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં પ્રેક્ષકો માટે લાલભાઈ સ્ટેડિયમના FB પેજ ઉપર લાઈવ મેચ જોઈ શકાશે.
આજે ત્રણ મેં મેચ રમાડવામાં આવી છે.
સુરતમાં આજથી વુમન્સ સિનિયર વન્ડે જુનાગઢ ની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આજે કોઇપણ મેચ રમાડવામાં આવી હતી. તેમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ઓરિસ્સા અને ઝારખંડ વચ્ચે મેચ થઈ હતી.તેમાં ઓરિસ્સાની ટીમ દ્વારા 150 રન કરી 4 વિકેટ ગુમાવીને. ઝારખંડની ટીમની 151નો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ત્યારે ઝારખંડની ટીમ દ્વારા 151 રન કરીને 5 વિકેટ ગુમાવીને ઝારખંડની ટીમ 5 વિકેટે વિજેતા બની હતી. બીજી પીઠાવાલા સ્ટેડિયમ ઉપર હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે મેચ થઈ હતી. ત્યારે હૈદરાબાદ ટીમ દ્વારા 229 રન કરવામાં આવ્યા. 6 વિકેટ ગુમાવીને હૈદરાબાદ ટીમ દ્વારા ગુજરાતની ટીમને 230 નો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે ગુજરાતની ટીમ દ્વારા 114 રન કરી 9 વિકેટ ગુમાવીને સામે હૈદરાબાદની ટીમ 85 રનથી વિજય થઈ હતી. ત્રીજી મેચ ખોલવડ જિમખાના ખાતે છત્તીસગઢ અને ત્રિપુરા વચ્ચે મેચ થઈ હતી. ત્યારે છત્તીસગઢ ટીમ દ્વારા 162 રન કરીને ત્રણ વિકેટ ગુમાવી ત્રિપુરા સામે 163નો ટાર્ગેટ આપ્યો હતો.ત્યારે ત્રિપુરા ટીમ દ્વારા 114 રન કરીને સામે છતીસગઢની ટીમ દ્વારા 48 રને વિજય થઈ હતી.