ETV Bharat / state

women’s helpline number 181: કતારગામમાં રહેતી પરપ્રાંતીય મહિલાની મદદે આવી મહિલા હેલ્પલાઇન - Abhayam Helpline Surat

કતારગામ અભયમ 181 મહિલા હેલ્પલાઇને (Surat 181 Women's Helpline )સુરતના કતારગામ વેડ વિસ્તારમાં(Surat Katargam Wade area ) રહેતાં મૂળ ઉત્તરપ્રદેશની પરપ્રાંતીય મહિલાને ઘરે સહીસલામત પહોંચાડ્યા હતા.એક જાગૃત્ત વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇનમા કૉલ(181 women’s helpline number) કરી અજાણી પરપ્રાંતીય મહિલા સવારથી ગુમસુમ બેઠી હોવાનું અને મુશ્કેલીમાં હોય એવું જણાતાં મદદ કરવા અનુરોધ કર્યો હતો.

women’s helpline number 181: કતારગામમાં રહેતી પરપ્રાંતીય મહિલાની મદદે આવી મહિલા હેલ્પલાઇન

author img

By

Published : Dec 7, 2021, 7:43 PM IST

  • મહિલા મુશ્કેલીમાં હોય એવું જણાતાં મદદ કરવાં અનુરોધ કર્યો
  • હાલ સુરતના વેડ વિસ્તારમાં પતિ અને બે બાળકો સાથે રહે
  • એક અજાણી મહિલાએ કામ અપાવશે તેવી ખાતરી આપી

સુરત: કતારગામ અભયમ 181 મહિલા હેલ્પલાઇને (181 women’s helpline number) સુરતના કતારગામ વેડ વિસ્તારમાં(Surat Katargam Wade area ) રહેતાં મૂળ ઉત્તરપ્રદેશની પરપ્રાંતીય મીનાકુમારી (નામ બદલ્યું છે)ને વેડ ખાતેના ઘરે સહીસલામત પહોંચાડ્યા હતા. એક જાગૃત્ત વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇનમા કૉલ (181 women’s helpline number) કરી કતારગામ વિસ્તારમાં એક અજાણી પરપ્રાંતીય મહિલા સવારથી ગુમસુમ બેઠી હોવાનું અને મુશ્કેલીમાં હોય એવું જણાતાં મદદ કરવાં અનુરોધ કર્યો હતો.

કતારગામ સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમ

કતારગામ સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમ દર્શાવેલા સ્થળે પહોંચી યુવતી સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની છે અને હાલ સુરતના વેડ વિસ્તારમાં પતિ અને બે બાળકો સાથે રહે છે. પતિ કોઈ કામધંધો કરતો ન હોવાથી ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. બે નાના બાળકોના ભરણપોષણની જવાબદારી પતિ વહન કરતો ન હોવાથી મીનાકુમારી જાતે કામની શોધમાં હતા. એક અજાણી મહિલાએ કામ અપાવશે તેવી ખાતરી આપી અને કતારગામના એક વિસ્તારમાં લઈ જઈ જાતમહેનત અને બચતના 500 રૂપિયા પડાવી લીધા અને કતારગામમાં એક અજાણી જગ્યાએ છોડીને નાસી છૂટી. મીનાબેને આખો દિવસ એ મહિલાની રાહ જોઈ અને આખરે ગુમસુમ થઈને બેસી ગઈ હતી.

અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મૂકવો નહિ

અભયમ ટીમ દ્વારા તેના ઘરે પહોંચાડીને આળસુ પતિને કામ કરી ઘરની જવાબદારી અદા કરવા તાકીદ કરવામાં આવી હતી. મીનાકુમારીને અભયમ ટીમે સમજાવ્યુ કે કોઈ પણ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મૂકવો નહિ.ક્યારેક અજુગતી ઘટના બની શકે છે. જેથી સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ Low Attendance of Students in Ahmedabad : વાલીમંડળે કહ્યું સરકારે સ્કૂલો ખોલવામાં ઉતાવળ કરી

આ પણ વાંચોઃ Death of Lions in Gir: હાઇકોર્ટમાં રેલવેનું સોગંદનામુ- બ્રોડગેજ લાઇનનો પ્લાન પડતો મૂકાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.