સુરત: શહેરમાં કોરોના વાઈરસના પગલે સુરતમાં પાલિકા તંત્ર દ્વારા શહેરના રસ્તાઓ, બજારો અને માર્કેટ વિસ્તારમાં ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે પોતાની નૈતિક ફરજ સમજી સુરતના ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન અને ભાજપી મહિલા કોર્પોરેટર જાતે પોતાના વોર્ડમાં ડિસઇન્ફેક્શનની કામગીરી કરવા નીકળી પડ્યા છે. જે અન્ય લોકો માટે પ્રેરણારૂપ દાખલો બની રહ્યો છે.
સુરત ભાજપના મહિલા કોર્પોરેટર અને ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન હેમાંગી બોગાવાળા આજ રોજ પોતાના વોર્ડમાં ડિસઇન્ફેક્શનની કામગીરી કરવા માટે નીકળ્યા છે. હાલ વકરી રહેલા કોરોના વાઈરસની મહામારી વચ્ચે સ્થાનિક કોર્પોરેટર તરીકે પોતાની નૈતિક ફરજ નિભાવી હેમાંગી બોગવાળાએ પોતાના વોર્ડમાં આવતી સોસાયટીઓ અને રોડ રસ્તાઓ પર જાતે બહાર નીકળી ડિસઇન્ફેક્શનની કામગીરી માટે નીકળ્યા છે.
હેમાંગી બોગાવાળાના વિસ્તારમાં કોરોનાનો એક કેસ સામે આવ્યો છે, જેને લઈ તેઓ જાતે આ વોર્ડમાં આ કામગીરી કરી રહ્યા છે. સાથે જ લોકો પોતાના ઘરે રહે અને સુરક્ષિત રહે તેવી અપીલ પણ કરી છે.
આમ, વાઈરસ આસપાસના વિસ્તારોમાં ન ફેલાય તે માટેનો પ્રયાસ હેમાંગી બોગાવાળા દ્વારા કરવામાં આવી રહ્યો છે.જે અન્ય કોર્પોરેટર માટે પણ પ્રેરણારૂપ બની રહે છે.