ETV Bharat / state

સુરતમાં અંગત અદાવતમાં મહિલાની ત્રીજા શોહર દ્વારા હત્યા કરાઈ - gujarati news

સુરત: સચીન GIDC વિસ્તારમાં એક મહિલાની ત્રીજા શોહર દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં સચીન GIDC પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મહિલાના મૃતદેહને પોસમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધારી છે.

Murder in surat
author img

By

Published : Aug 16, 2019, 11:51 AM IST

ઉન વિસ્તારમાં કાપડની દુકાન ચલાવતી સલમાં ખાનની ત્રીજા નંબરના શોહર દ્વારા હત્યા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર સલમાના આ ચોથા નિકાહ થયા હતા. જો કે, તેણીએ પૂર્વ પતિને તલાક આપ્યા વગર જ ચોથા લગ્ન કરી લીધા હતા. જેથી પૂર્વ પતિ યુનુસ ઉર્ફે ઇસ્માઇલ પઠાણે અંગત અદાવતમાં તેણીની હત્યા કરી નાખી છે. થોડા દિવસ પહેલા સલમા ખાને અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સુરતમાં અંગત અદાવતમાં મહિલાની ત્રીજા શોહર દ્વારા હત્યા કરાઈ

પોલીસ તપાસમાં હાલ વિગતો સામે આવી છે કે, અંગત અદાવતમાં મોડી રાત્રે પૂર્વ પતિ યુનુસ દ્વારા તીક્ષ્ણ ચપ્પુના ઉપરાછાપરી આઠ જેટલા ઘા ઝીંકી સલમાંની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. સલમાના ગળાના ભાગે આશરે પાંચ ઇંચ જેટલો ઊંડો ઘા પણ કરવામાં આવ્યો હતો. જ્યારે શરીરના અન્ય ભાગો પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને આરોપી ફરાર થઈ ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સલમાએ પૂર્વ પતિ વિરુદ્ધ અઠવા પોલીસ જે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ આપવાની અડાવતે તેણીની હત્યા કરવામાં આવી હોવાનું હાલ અનુમાન પોલીસ લગાવી રહી છે. જો કે, હત્યારા પતિની શોધખોળ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Intro:સુરત : સચીન જીઆઇડીસી વિસ્તારમાં એક મહિલાની ત્રીજા શોહર દ્વારા ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે.. હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.હત્યારા શોહર દ્વારા મોડી રાત્રે તીક્ષ્ણ હથિયાર ના ઉપરાછાપરી આઠ જેટલા ઘા ઝીંકી પત્ની ને મોતને ઘાટ ઉતારી દીધી હતી.ઘાતકી હત્યા બાદ સચિન જીઆઇડીસી પોલીસ દોડતી થઈ ગઈ હતી.જ્યાં પોલીસે મૃતક મહિલાની લાશને પોસ્ટ - મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ શરૂ કરી હતી.પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે પૂર્વ પતિ વિરુદ્ધ પત્નીએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેની અદાવત રાખી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે...

Body:સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઉન ના જીલાની નગર ખાતે ઘાતકી હત્યાનો આ બનાવ બનવા પામ્યો છે ..ઉન વિસ્તારમાં કાપડની દુકાન ચલાવતી સલમાં ઉર્ફે સલીમાં ખાન ની ત્રીજા નમ્બરના શોહર દ્વારા હત્યા કરવામાં આવી હતી.પોલીસ સૂત્રો ના જણાવ્યાનુસાર સલમાં ના આ ચોથા નિકાહ થયા હતા.જો કે તેણીએ પૂર્વ પતિ ને તલાક આપ્યા વિના ચોથા લગ્ન કરી લીધા હતા.આ સાથે પૂર્વ પતિ યુનુસ ઉર્ફે ઇસ્માઇલ પઠાણ સામે થોડા દિવસ અગાઉ શહેરના અઠવા પોલીસ મથકમાં સલમાએ પોલીસ ફરિયાદ  નોંધાવી હતી.

જેની અદાવત રાખી મોડી રાત્રે યુનુસ દ્વારા તીક્ષ્ણ ચપ્પુના ઉપરાછાપરી આઠ જેટલા ઘા ઝીંકી કરપીણ હત્યા દેવામાં આવી હતી.સલમા ના ગળા ના ભાગે આશરે પાંચ ઇંચ જેટલો ઊંડો ઘા કરવામાં આવ્યો હતો,જ્યારે શરીર ના અન્ય ભાગો પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી પૂર્વ પતિએ મોતને ઘાટ ઉતારી દીધી હતી.હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.જ્યાં ઘાતકી હત્યાની ઘટના બાદ સચિન જીઆઇડીસી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશને પોસ્ટ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ શરૂ કરી હતી...

Conclusion:અત્રે ઉલ્લેખનીય છે કે સલમા નામની મહિલાની હત્યા પૂર્વ પતિ દ્વારા કરવામાં આવી હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.તેણીએ ચોથા લગ્ન કરી પૂર્વ પતિ વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ ઓન આપી હતી.જે ફરિયાદ આપવાની અડાવતે તેણીની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું પણ હાલ અનુમાન પોલીસ લગાવી રહી છે...જો કે હત્યારા પતિની શોધખોળ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

બાઈટ : વી.એમ.બતુલ( પીઆઇ - સચિન જીઆઇડીસી પો.સ્ટે.)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.