સુરત: શહેરના સિટી લાઈટ વિસ્તારમાં આવેલ દેવકૃપા એપાર્ટમેન્ટમાં ગુરૂવારે રાત્રે દસમાં માળે ગેસનો બાટલો ફાટતા આગ લાગી ગઈ હતી. આ આગમાં મહિલા સહિત બે બાળકો ફસાઈ ગયા હતા જેઓને ફાયરના જવાનો દ્વારા સહી સલામત રેશક્યું કરવામાં આવ્યું હતું જેમાં મહિલા બેભાન અવસ્થામાં હોય જેથી તેમને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જોકે ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ધસી આવ્યો હતો.
"આ ઘટના ગઈકાલે રાતે 9 વાગ્યાની આસપાસ બની હતી. ફાયર કંટ્રોલ રૂમને કોલ મળીયો હતો કે, શહેરના સીટી લાઈટ વિસ્તારમાં આવેલ અશોક પાનની ગલીમાં આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટના 10માં માળે ગેસનો બાટલો ફાટ્યો છે અને ત્યાં આગ લાગી ગઈ છે. જેથી વેસું, મંજુરા, અને અડાજણ ફાયર વિભાગની TTL અને એબ્યુલેન્સ સાથે કુલ 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી"-- વસંત પરીખ (ફાયર વિભાગના એડિશનલ ફાયર ઓફિસર)
સિવિલ હોસ્પિટલમાં મોકલાવામાં: બે બાળકીઓ આગમાં ફસાયા હતા.વધુમાં જણાવ્યુંકે, ઘટના સ્થળે પહોંચતા માલુમ પડ્યું કે, બે બાળકીઓ આગમાં ઉપર ફસાઈ ગઇ છે. જેમાં 13 વર્ષની અર્પિતા અને 6 વર્ષની શ્રેયા તેઓને ફાયરના જવાનો દ્વારા રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢેલ હતા વધુ સર્ચ ઓપરેશન કરતા પલંગ નીચેથી ઘરના કામવાળી બાઈ રાધાબેન બેભાન અવસ્થામાં મળી આવતા તેમનું રેશક્યું કરી બહાર કાઢવામાં આવ્યું હતું.
"આ ઘટનાની જાણ થતા જ આખો ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.ત્યાં ફાયર વિભાગ દ્વારા મહિલા સહીત બે બાળકીઓનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. જેમાં બંને બાળકીઓની તબિયત સારી હતી અને મહિલાને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. આ મહિલાનું નામ રાધાબેન પરસોત્તમભાઈ બારીયા જેઓ 55 વર્ષના હતા અને તેઓ કામ વાળી બાઈ તારીકે કામ કરતા હતા.તથા મકાન માલિક દિપલીબેને જણાવ્યુંકે, આમરે ત્યાં પુજાનું આયોજન હતું.તેની માટે પુજા માટે પ્રસાદી બનાવાય રહ્યો હતો તે વખતે અચાનક ગેસ લિકેજ થતા ફ્લેટમાં આગ ભભૂકી ઉઠી હતી.હાલ આ મામલે આગળની તપાસ ચાલુ છે"-- ભરતભાઈ સોલંકી (ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ)
સિવિલ હોસ્પિટલમાં મોકલાવામાં આવ્યા: ત્યારબાદ તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવેલ હતા. તેની સાથે ફાયર વિભાગ દ્વારા એક કલાકના ભારે જેહમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવેલ હતો.તે ઉપરાંત આ આગમાં ફાયર ફાઈટીંગ કરતા ફાયરના માર્શલ લીડર મેહુલ સેલરને હાથ, પગ અને મોઢાના ભાગે દાઝી ગયેલ જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલાવામાં આવ્યા હતા.