સુરત : 17 ડિસેમ્બર 2022ના રોજ સુરતના ડિંડોલી પ્રમુખ પાર્ક ઓવરબ્રિજ નીચે રેલવે ટ્રેક પર એક વ્યક્તિની હત્યા કરાયેલો મૃતદેહ (railway track dead body Youth in Surat) મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા મૃતક યુવકના ગળા તેમજ મોઢાના ભાગે અનેક ઇજાઓના નિશાન મળી આવ્યા હતા. જેને લઈને ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમ બનાવી હતી. મૃતકના હાથમાં માત્ર P ટેટુ જોવા મળ્યું હતું. જે પોલીસે તપાસ કરતા આરોપીઓની ધરપકડ કરી છે. (wife killed husband In Surat)
તુલસીરામ કોળીની ધરપકડ તપાસ દરમિયાન સમગ્ર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ ઘટનામાં પોલીસે તપાસ કરતા મૃતક યુવકનું નામ વિનોદ રવિન્દ્ર બેલદાર હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનામાં પોલીસે મૃતક યુવકની પત્ની પૂનમ તેના પ્રેમી રાહુલ શંકર કોળી અને પ્રેમીના માસીના દીકરા સાગર નાના તુલસીરામ કોળીની ધરપકડ કરી છે. પોલીસને મૃતક યોગની પત્ની પૂનમની હિલચાલ શંકાસ્પદ જણાયા હતા. જેથી તેની કડક જ પૂછપરછ કરતા તે મરણ જનાર તેના પતિ વિનોદ સાથે આશરે છ એક માસ પહેલા નંદુરબાર મહારાષ્ટ્રથી સુરત નવાગામ ડીંડોલી ખાતે રહેવા આવેલા હતા. જ્યાં નવાગામ ડીંડોલી તેનું પિયર છે. (P tattoo on Youth hand Dede Body)
આ પણ વાંચો કિશોર ગુમ થયા બાદ મૃતદેહ મળી આવ્યો : પરીવારે કહ્યું પોલીસે તપાસ ન કરતા મોત થયું
સવાલોમાં તેની હિલચાલ શંકાસ્પદ DCP યુ.વી.ગઢવીએ જણાવ્યું હતું કે, મૃતક યુવકના ગુમ થયાની જાણ (Surat threw dead body on Dindoli) તેની પત્ની પોલીસ મથકે કરવા આવી હતી. આ ઉપરાંત તેની સાથે તેનો પ્રેમી પણ હતો. આ દરમિયાન પોલીસે કરેલા કેટલાક સવાલોમાં તેની હિલચાલ શંકાસ્પદ લાગી હતી. જેથી આ મામલે તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તે પડી ભાંગી હતી અને ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. (Dindoli railway track dead body Youth)
આ પણ વાંચો સચિન GIDCમાં અજાણ્યા યુવકો મૃતદેહ મળી આવતા લોકોના ટોળા વળ્યા
બેલદારની મૃતદેહ મુક્યો મળતી માહિતી મુજબ પૂનમને રાહુલ શંકર કોળી નામના રીક્ષા ચાલક સાથે અનૈતિક સંબંધ બંધાયેલો તેમજ તેનો પતિ વિનોદ બેલદાર આખો દિવસ દારૂ પીને કોઈ કામ ધંધો નહીં કરતો હોય અને તેણીને વારંવાર મારઝૂડ કરી ચારિત્ર પર શંકા કુશંકાઓ કરતો હતો. ગઈ 16 ડિસેમ્બરની રાત્રે પુનમનો પ્રેમી રાહુલ કોળી તેમજ રાહુલના માસીનો દીકરો સાગર નાના તુલસીરામ કોળી બન્ને મરણ જનારના ઘરે આવેલા હતા. જમીને પરિવાર બધા મોડી રાત સુધી જાગતા હતા. આ દરમિયાન મરણ જનાર વિનોદ બેલદારે તેની પત્ની પુનમને ગંદી ગાળો આપી મારઝૂડ કરતો, પૂનમના દુપટ્ટા વડે રાહુલ કોળીએ સાગરની મદદથી વિનોદ બેલદારના ગળે ટૂંપો આપી દીધેલ અને રાત્રીના બે વાગ્યાના સુમારે પૂનમ, રાહુલ તેમજ સાગર ત્રણે ભેગા મળીને રાહુલ કોળીની રીક્ષામાં વિનોદ બેલદારનો મૃતદેહ મુકી. ડીંડોલી સાઈ પોઇન્ટ ચાર રસ્તા થઈ સી.આર.પાટીલ રોડ પર આવેલા પાંડેસરા તરફ જતા પ્રમુખ પાર્ક ઓવરબ્રિજની ઉપર રીક્ષા ઉભી રાખી. રાહુલે વિનોદની મૃતદેહ રિક્ષામાંથી બહાર કાઢી, ખભે ઊંચકી રેલ્વે ઓવર બ્રિજની પરથી નીચે આવેલા ઉધના મુંબઈ અપ રેલવે લાઇન પર ફેંકી દઈને તમામ પરત ઘરે આવી ગયેલા હતા. (Dead body Dindoli Pramukh Park Bridge)