- સુરતમાં પરિણીતાએ બુટલેગર પતિ સહિત સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી
- તું બીજી જાતિની છે, અમારા ઘરમાં નહીં ચાલે એમ કહી ત્રાસ આપતો
- બુટલેગરના અન્ય મહિલાઓ સાથે પણ હતા અનૈતિક સંબંધ
બારડોલી: બારડોલીના કબ્રસ્તાન ચાર રસ્તા પાસે આલિશાન બિલ્ડીંગમાં રહેતી સાજેદાબી મજરખાન આકલખાનના વર્ષ 2001માં પલસાણાના મેઈન રોડ સામે રહેતા ઈમરાન અબ્દુલ રહીમ મુલતાની સાથે થયા હતા. લગ્ન બાદ ઈમરાન તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આ સાથે જ ઈમરાનને અન્ય મહિલાઓ સાથે અનૈતિક સંબંધ પણ હતા. આ બધાથી કંટાળી પરિણીતાએ તેના પતિ અને સાસરિયાં સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
દિયરે હાથપગ બાંધી પરિણીતાએ રૂમમાં પૂરી દીધી
દિયર સલિમે સાજીદાના હાથપગ બાંધી દઈ તેણીને એક રૂમમાં પૂરી દીધી હતી તેમ જ અન્ય રીતે પણ ત્રાસ આપતા હતા. જોકે, પરિણીતાની દેરાણી સુફિયાએ રૂમનો દરવાજો ખોલી તેના હાથપગ છોડી દેતાં સાજીદા પલસાણા પોલીસ મથકે પહોંચી હતી.
પતિએ સુરતની એક મહિલાને બીજી પત્ની તરીકે રાખી હતી
પોલીસે આ અંગે પરિણીતાની માતાને જાણ કરી તેને પિયર મોકલી દીધી હતી. સાજીદા પિયર જતી રહેતા ઈમરાન સુરતની મહિલાને પત્ની તરીકે લઈ આવ્યો હતો. સાજીદા પુત્રીને લેવા પરત સાસરે જતાં તેની સાથે ગાળાગાળી કરી તું અમારી જાતની નથી, અમારા ઘરમાં અમારી જાતિની વહુ આવી ગઈ છે તેમ જણાવી ઘરમાંથી કાઢી મૂકી હતી, પરંતુ પોલીસની દરમ્યાનગીરીથી ફરી સાજીદા તેના સાસરે રહેવા જતી રહી હતી.
બુટલેગર પતિ રાજકોટ જેલમાં પાસા હેઠળ જઈ આવ્યો છે
બુટલેગર ઈમરાન દારૂના કેસમાં પાસા હેઠળ રાજકોટની જેલમાં પણ રહી આવ્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ પણ ઈમરાન પરિણીતાને ધમકી આપતો અને ત્રાસ ગુજારતો હતો. એટલે છેવટે પરિણીતાએ કંટાળીને તેના પતિ ઈમરાન સલિમ મુલતાની, સાસુ વહીદા અબ્દુલ રહિમ મુલતાની, સસરો અબ્દુલ રહીમ મુલતાની અને દિયર સલિમ અબ્દુલ રહિમ મુલતાની વિરુદ્ધ સુરત જિલ્લા ગ્રામ્ય મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.