સુરત: ગામડામાં છાણનો ઉપયોગ ખાતર તરીકે અથવા ઝૂપડાઓના લીંપણ માટે કરવામાં આવતો હોય છે. શહેરમાં રસ્તા પર પડેલા છાણ ને લોકો ગંદકી તરીકે જોવે છે.અને તેનાથી દૂર ભાગતા હોય છે.પરંતુ ગામડાંના એક વ્યક્તિએ આજ છાણનો ઉપયોગ કરીને હસ્તકલાની અવનવી વોટરપ્રુફ વેરાયટીઓ બનાવી છે. જેનો ઉપયોગ શહેરોમાં મોટા મોટા બંગલાઓમાં સુશોભન માટે ઉપયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચો ગુજરાતના શ્રેષ્ઠ ઐતિહાસિક સ્મારકો, સંગ્રહાલયો, મંદિરો
હસ્તકલાના કારીગરો: સુરતના સાયન્સ સેન્ટર ખાતે હસ્તકલાના કારીગરોને અને તેમની કારીગરીને પ્રોત્સાહન આપવામાં માટે ક્રાફટરૂટ્સનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં 14 રાજ્યોમાંથી અલગ અલગ કારીગરોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો છે. તેમણ પોતાની કલા અંહી પ્રદર્શિત કરી છે. જેમાં ભાવનગરના બોટાદથી આવેલા માટીના આર્ટિસ્ટ પ્રવીણભાઈ પ્રજાપતિની હસ્તકલાની વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે.જેનું મુખ્ય કારણ એ છે કે આ વસ્તુઓ છાણા ઉપર બનાવેલ છે.
લીંપણ અને ખાતર: શું ક્યારેક એવું વિચાર્યું છે કે જે છાણ ને લોકો ગંદકી તરીકે જોઈ છે એક છાણની વસ્તુઓનો ઉપયોગ હવે લોકો પોતાના ઘરમાં ઇન્ટિરિયર તરીકે પણ કરી રહ્યા છે.સાયન્સ સેન્ટર ખાતે પ્રવીણભાઈ પોતાની કારીગરીથી છાણનો ઉપયોગ કરીને એક નવીન વસ્તુ બનાવી છે. આ અંગે પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, લોકો ગામડાઓમાં છાણનો ઉપયોગ લીંપણ અને ખાતર માટે કરે છે.જો કે શહેર માં આ છાણને લોકો અડતા પણ નથી.પણ કોરોના દરમિયાન એક વર્ષ સુધી છાણમાંથી કઈ બનાવવા મે અખતરા કર્યા. સતત રિસર્ચ કરીને કઈંક નવું બનાવવા કોશિશ કરી હતી. ઘણી વખત એમાં હું નિષ્ફળ પણ ગયો. કારણ કે,છાણની વાસ પણ આવે અને તેને નવું રૂપ આપવું તે પણ ખુબજ અઘરું હતું.
આ પણ વાંચો કેન્દ્રીય પ્રધાને પાટણની ઐતિહાસિક ધરોહર રાણકી વાવ અને પટોળા હાઉસ નિહાળીને શું કહ્યું જૂઓ
વિવિધ ડીઝાઈન: તેઓએ સાથે જણાવ્યું હતું કે, હું પેહલા આજુબાજુ માંથી ગાય ની છાણ લઈ આવું છું. એક તગારું છાણ નાં 50 થી 100 રૂપિયા આપીને લઉં છું.પેહલા છાણમાં ગુંદર ઉમેર્યો ,પણ તેની પણ વાસ આવતી હતી. ત્યારબાદ તપખિર નાખી તે પણ નકામી નીવડી.મારે આ વસ્તુ ઓર્ગેનિક જોઈતી હતી એટલે મેં તેમાં સાબુદાણાની પાણી, સફેદ ગૂગળ અને ગધારો વધ નાખીને પેસ્ટ બનાવ્યું અને તેમાંથી છાનાં બનાવ્યા.આ છાનાને સૂકવી ને ત્યારબાદ તેના પર વિવિધ ડીઝાઈન હું બનાવુ છું.આ ડીઝાઈન માં ગણપતિજી, વરલી પેઇન્ટિંગ સહિત ની ડીઝાઈન બનાવું છું.એક દિવસ માં હું 3 જ છાના બનાવું છું .કેમકે તેને સુકાતા વાર લાગે છે .આ છાના મોટા ઘરો માં ,ફાર્મ હાઉસ,આર્કિટેક અને ઇન્તિરિયર,તરીકે ઉપયોગ માં લોકો લઈ રહ્યા છે.
ખાસિયત શુ છે: સૌપ્રથમ છાણ ને ભેગું કરીને તેને બે દિવસ સુધી મિક્સ કરવામાં આવે છે, જેથી તેમાં રહેલી અનાજ અને અન્ય કચરો નીકળી જાય છે. ત્યારબાદ તેમાં સાબુદાણાનું પાણી નાખી બે દિવસ રાખવામાં આવે છે અને ને દિવસ બાદ સફેદ ઘૂઘડ અને ગંધારો વધ નાખવામાં આવે છે. વસ્તુને પણ બે દિવસ સુધી રાખવામાં આવે છે. આ વસ્તુઓ નાખવાથી ખૂબ નથી ચડતો અને વાંસ નથી આવતી તેમજ કીડી મંકોડા પણ તેનાથી દૂર રહે છે. આ બધું મિક્સ થઈ જાય પછી છાણા બનાવવાનું કામ કરવામાં આવે છે. આ છાનાં વરસમાં એક જ વાર એપ્રિલ અને મે માં જબને છે ,કારણ કે ત્યારે તડકો વધારે હોય છે અને સુકવવામાં વાર લાગતી નથી.આર્કિટેક ડિઝાઇનર હોટેલ ફાર્મ વાળા 100 થી 200 નાં ઓર્ડર આપે છે.500 થી 1000 સુધી ના કિંમત ના આ છાના મળે છે.