ETV Bharat / state

સુરત પાલિકાની બેદરકારીના કારણે હજારો લીટર પાણી વેડફાયું

સુરતઃ શહેરના ખટોદરા વિસ્તારમાં જળવિતરણ મથક બહાર મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે. છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાઈ રહ્યા નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા હતો. પરીણામે તંત્રને કામગીરી કરવાની ફરજ પડી હતી.

સુરત
સુરત
author img

By

Published : Dec 31, 2019, 10:15 PM IST

સુરત મહાનગરપાલિકા એક તરફ સેવ વોટર અને સેવ લાઈફનું લોકસૂત્ર ચલાવી રહી છે ત્યાં બીજી તરફ તંત્રની લાલિયાવાડીના કારણે હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વ્યય થઈ રહ્યો છે. ખટોદરામાં આવેલાં જળવિતરણ મથક બહાર શિયાળામાં ચોમાસાની સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, મથક બહાર રસ્તા પર મોટાપ્રમાણમાં પાણી બગાડ થઈ રહ્યો છે. જે અંગે સ્થાનિકોએ અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જેથી રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

પાલિકાની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ થયો

સ્થાનિકોની ઉગ્ર રજૂઆતના પગલે તંત્રને કામગીરી કરવાની ફરજ પડી હતી.ત્યારે સ્થાનિકોએ તેમના પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેની સાથે મહાનગરપાલિકાના અધિકારીએ લૂલો બચાવ કરતાં જણાવ્યું હતું કે, "નવી પાણીની લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવશે."

Intro:સુરત : ખટોદરા વિસ્તારમાં આવેલા જળવિતરણ મથક બહાર પીવાના પાણીનો મોટા પ્રમાણમાં વ્યય જોવા મળ્યો..તંત્રની લાલિયાવાડી ના કારણે હજારો લીટર પાણી રસ્તા પર વહેતું જોવા મળ્યું..જ્યારે આ મામલે તંત્રના અધિકારીઓએ પોતાનો બચાવ કરતા જણાવ્યું કે પીવાના પાણીની નવી લાઇન નાખવાની હોવાથી ફ્લશ કામગીરી કરવામાં આવી રહી છે..
Body:સુરત મહાનગરપાલિકા એક તરફ સેવ વોટર અને સેવ લાઈફ નું લોકસૂત્ર ચલાવી રહી છે ત્યાં બીજી તરફ તંત્રની લાલિયાવાડી ના કારણે હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વ્યય થતા જોવા મળ્યું.. સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા જળવિતરણ મથકની લગોલગ પીવાના પાણીની લાઇનમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ જાહેર રસ્તા પર વહેતો જોવા મળ્યો હતો.. ભર ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ ખટોદરા જળવિતરણ મથક બહાર જોવા મળી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સવારથી પીવાના પાણી જાહેર રસ્તા પર વહેતું હતું તેમ છતાં પણ અધિકારીઓની આંખ સુધા ઉઘડી ના હતી . જળવિતરણ મથકથી લઈ ખટોદરા પોલીસ મથક સુધી પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો.જો કે બાદમાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને કામગીરી શરૂ કરી. આ અંગે સુરત મહાનગરપાલિકાના અધિકારીએ પોતાના પક્ષમાં લુલો બચાવ કરતા જણાવ્યું કે હાલ પીવાના પાણીની નવી લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે.Conclusion:જેથી લોકોને સ્વચ્છ પાણી મળી રહે તેના ભાગરૂપે લાઈનમાં ફ્લશ કામગીરી કરવામાં આવી છે.જેના કારણે પાણી નો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.