ETV Bharat / state

બારડોલી નગરપાલિકામાં 9 વોર્ડમાં 50,520 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો પર 50,520 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સૌથી વધુ વોર્ડ નંબર 2માં 7,103 મતદારો જ્યારે સૌથી ઓછા મતદારો વોર્ડ નંબર 3માં 4,514 મતદારો નોંધાયા છે.

ETV BHARAT
બારડોલી નગરપાલિકામાં 9 વોર્ડમાં 50,520 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
author img

By

Published : Feb 17, 2021, 8:15 PM IST

  • 28 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે ચૂંટણી
  • કુલ 9 વોર્ડની 36 બેઠકો પર યોજાશે ચૂંટણી
  • ઉમેદવારોએ પ્રચાર અભિયાન શરૂ કર્યું

સુરત: સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૈકી જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજાઇ રહી છે. બારડોલી નગરપાલિકામાં આ જ દિવસે ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારીપત્રો પરત ખેંચવાની કામગીરી પૂર્ણ થતાં હવે હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. તેમજ ચૂંટણી ચિન્હોની પણ ફાળવણી કરાય છે. બારડોલી નગરપાલિકાની વાત કરવામાં આવે તો નગરપાલિકા વિસ્તારમાં કુલ 50,520 મતદારો નોંધાયા છે.

વોર્ડ નંબર 2માં સૌથી વધુ 7,103 મતદારો

સૌથી વધુ મતદારો વોર્ડ નંબર 2માં આવ્યા છે. જેને પોશ એરિયા તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે સૌથી ઓછા વોર્ડ નંબર 3માં મતદારો 4,514 મતદારો નોંધાયા છે. નગરપાલિકામાં કુલ 25,764 પુરુષ મતદારો અને 24,756 સ્ત્રી મતદારો છે. જે પોતાના મતાધિકારનો 28 ફેબ્રુઆરીના રોજ ઉપયોગ કરશે.

વોર્ડ નંબર 5માં પુરુષ કરતાં સ્ત્રી મતદારો વધુ

બારડોલી નગરપાલિકામાં પુરુષ મતદારોની સામે સ્ત્રી મતદારોનો દબદબો જોવા મળી રહ્યો છે. આ વોર્ડમાં 2,524 પુરુષ મતદારો છે તો તેની સામે સ્ત્રી મતદારોની સંખ્યા 2,574 છે. એટલે કે 50 સ્ત્રી મતદારોની સંખ્યા વધુ છે.

વોર્ડ નંબર 6માં સ્ત્રી મતદારોની સંખ્યા ખૂબ જ ઓછી

બીજી તરફ વોર્ડ નંબર 6માં પુરુષ કરતાં સ્ત્રી મતદારોની સંખ્યા ઘણી ઓછી છે. આ વોર્ડમાં 3,585 પુરુષ મતદારો સામે સ્ત્રી મતદારોની સંખ્યા માત્ર 3,184 જ છે. એટલે કે 401 મતદારોનો તફાવત જોવા મળી રહ્યો છે.

વોર્ડ મુજબ મતદારોની સંખ્યા

વોર્ડ નંબરસ્ત્રી મતદારોપુરુષ મતદારોકુલ મતદારો
12,9972,9765,973
23,6423,4617,103
32,335 2,1794,514
42,6012,4735,074
52,5242,5745,098
63,5853,1846,769
72,638 2,6325,270
82,6032,4815,084
92,839 2,7965,635

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.