સુરત : મહાનગરમાં CAA કાયદાના સમર્થનમાં વિશાળ રેલીનું ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવશે. આ અંગે પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, 9 ફેબ્રુઆરીના રોજ સુરત શહેર અને જિલ્લા ઉપક્રમે રેલી નીકળશે. તેમજ વરાછા સરદાર પટેલ પ્રતિમાને પુષ્પ હાર અર્પણ કરી આ રેલી યોજવામાં આવશે. જેમાં મીની બઝારથી હીરા બાગ સુધી 2 કિલોમીટરની આ રેલી હશે.
વધુમાં ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, CAA માનવતા પૂર્ણ કાયદો છે. જેને લઈ જે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યું છે. તેને જડબાતોડ જવાબ મળે. એ માટે આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં NGO તેમજ અન્ય સંસ્થાઓ અને દેશભક્તો જોડાશે. આ રેલીમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ જોડાઈ શકે છે.
જો કે, મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ હાજરી આપશે. આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાશે. એવું પરમારે જણાવ્યું હતું.