ETV Bharat / state

'જન આશીર્વાદ' લેવા નીકળેલા પ્રધાનનો ગામલોકોએ કર્યો ભારે વિરોધ, રૂટ બદલવો પડ્યો - કુવાદ ગામના લોકોએ કર્યો વિરોધ

રાજ્યકક્ષાના ઉર્જા, પેટ્રોલિયમ, કૃષિ પ્રધાન મુકેશ પટેલ (Minister of State for Energy, Petroleum, Agriculture Mukesh Patel)નો સુરતના કુવાદ ગામ (Surat, Kuvad Village) ખાતે ભારે વિરોધ થતા તેમણે પોતાની જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra)નો રૂટ બદલવો પડ્યો હતો. લોકોએ મુકેશ પટેલનો ભારે વિરોધ કરતા 'મુકેશ પટેલ હાય હાય'ના નારા લગાવ્યા હતા અને રસ્તા પર સૂઈ ગયા હતા. લોકોને હટાવવા દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી.

'જન આશીર્વાદ' લેવા નીકળેલા પ્રધાનનો ગામલોકોએ કર્યો ભારે વિરોધ

author img

By

Published : Oct 4, 2021, 10:36 PM IST

  • ઓલપાડના કુવાદ ગામ ખાતે રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલનો વિરોધ
  • ભારે વિરોધ થતા પ્રધાને જન આર્શીવાદ યાત્રાનો રૂટ બદલ્યો
  • ગ્રામજનો અને પોલીસ વચ્ચે થઈ ધક્કામુક્કી

સુરત: ઓલપાડના ધારાસભ્ય (Olpad MLA) અને ગુજરાત સરકારના પ્રધાન (Minister of the Government of Gujarat) મુકેશ પટેલ (Mukesh Patel)નો ગઇકાલે કુવાદ ગામના લોકોએ ઉગ્ર વિરોધ કરતા પ્રધાને રૂટ બદલવાની ફરજ પડી હતી. રવિવારના રોજ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ રાજ્યકક્ષાના ઉર્જા, પેટ્રોલિયમ, કૃષિ પ્રધાન (Minister of State for Energy, Petroleum, Agriculture Mukesh Patel) બન્યા બાદ પહેલીવાર પોતાના મતવિસ્તારમાં આવતા તેઓએ જન આશીર્વાદ યાત્રા નીકાળી હતી.

'મુકેશ પટેલ હાય હાય'ના નારા લાગ્યા

આ યાત્રા રવિવાર સવારથી ઓલપાડ તાલુકાના ગામડાઓમાં ફરી રહી હતી, ત્યારે કુવાદ ગામ ખાતે યાત્રા પહોંચતા જ સિદ્ધનાથ ટેમ્પલ કમિટી મંદિરને લઈને ચાલી રહેલા વિવાદને લઈને ગામલોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને 'મુકેશ પટેલ હાય હાય'ના નારા લગાવ્યા હતા.

'જન આશીર્વાદ' લેવા નીકળેલા પ્રધાનનો ગામલોકોએ કર્યો ભારે વિરોધ,

ગામલોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું

ભારે વિરોધ થતા પ્રધાન મુકેશ પટેલને યાત્રાનો રૂટ બદલવાની ફરજ પડી હતી. ગામલોકો રસ્તા પર જ સુઈ જતા પોલીસ દ્વારા ઉભા કરવાનો પ્રયત્ન કરતા ગામલોકો અને પોલીસ વચ્ચે પણ ધક્કામુક્કી સર્જાઈ હતી.

વિરોધને લઈ મુકેશ પટેલ આપ્યું નિવેદન

રાજ્યકક્ષાના પ્રધાન મુકેશે પટેલે ગામલોકો દ્વારા થયેલા પોતાના ભારે વિરોધને લઇને જણાવ્યું કે, "જન આશીર્વાદ યાત્રાને સારો પ્રતિસાદ મળતા કોંગ્રેસીઓ જોઈ નથી શકતા. મંદિરના બહાને વિરોધનો પ્રશ્ન ઉભો કર્યો હતો." તેમણે જણાવ્યુ હતું કે, "સિદ્ધનાથ મંદિર સુરત ડિસ્ટ્રિક જજના તાબા હેઠળ આવે છે. મંદિરનો વહીવટ ડિસ્ટ્રિક જજ કરે છે એટલે સરકાર તેમાં હસ્તક્ષેપ ન કરી શકે."

આ પણ વાંચો: સુરત મનપાનો મહત્વનો નિર્ણય, ક્લસ્ટર જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં નહીં યોજાય નવરાત્રી

આ પણ વાંચો: સુરતમાં આજે રાજ્ય પ્રધાન વિનુ મોરડીયાએ પોતાના મત વિસ્તારમાં જન આશીર્વાદ યાત્રા કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.