સુરત: ગુજરાત રાજ્યની અલગ અલગ વીજ કંપનીઓ જેમાં ડીજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ સહિત જીએસઈસીએલમાં વર્ષ 2020 માં કુલ 2156 જુનિયર આસિસ્ટન્ટ માટે ભરતી નીકળી હતી. તારીખ 6 જાન્યુઆરી વર્ષ 2021 ના રોજ ઓનલાઇન પરીક્ષા પણ લેવાઈ હતી. આ પરીક્ષામાં આ ભેજાબાજોએ આર્થિક લાભ મેળવી હતી અને કેટલાક ઉમેદવારોને ઓનલાઇન પરીક્ષા પાસ પણ કરાવી હતી. આ તમામ ઉમેદવારો પરીક્ષા માટે અયોગ્ય હતા તેમ છતાં તેઓ આ પરીક્ષામાં પાસ પણ થઈ ગયા હતા. આ અંગે જ્યારે ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી ત્યારે પોતે ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ ફરિયાદી બન્યા. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
એક જ સીપીયુ માધ્યમથી બે મોનિટર ઓપરેટ: આ ગેંગના સભ્યો ઓનલાઈન પરીક્ષા કેન્દ્રમાં સ્ક્રીન સેપ્લિએન્ટરથી એક જ સીપીયુ માધ્યમથી બે મોનિટર ઓપરેટ કરતા હતા. આ લોકો ઉમેદવારો પાસેથી પ્રવેશ પત્ર અને ફોટો વગેરેની જાણકારી અગાઉથી જ મેળવી લેતા અને ત્યારબાદ પરીક્ષા પત્ર જાતે હલ કર્યા પછી ઉમેદવારોને જે પણ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા ચાલી રહી હતી. કમ્પ્યુટર સ્ક્રીનટર સોફ્ટવેરથી કનેક્ટ કરી દેતા હતા અને જેના કારણે બાજુની સ્ક્રીન મિરારીંગ જે પીસી પર ઉમેદવાર બેસતો હતો તેની બીજી બાજુ આ ગેંગના સભ્યો પ્રશ્નના જવાબ આપતા હતા.
આઠ જેટલા આરોપીઓની ધરપકડ: આ કૌભાંડમાં અગાઉ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આઠ જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાંથી બે આરોપી ઇન્દ્રવદન પરમાર અને મહંમદ ઉવેશ કાપડવાલાની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ બે લોકોની ધરપકડ કરી છે. 40 વર્ષીય ભાસ્કર ચૌધરી મૂળ બિહારનો રહેવાસી છે જ્યારે અન્ય આરોપી 47વર્ષીય ભરતસિંહ ઠાકોર ગાંધીનગરનો રહેવાસી છે.
'વર્ષ 2019 માં ભાસ્કર ચૌધરીની રાજસ્થાન બીટ્સ પિલાની કોલેજમાં વિદ્યાર્થીઓને ગેરકાયદેસર આપવાના કેસમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તે બે મહિના સુધી તિહાર જેલમાં પણ હતો. જામીન ઉપર મુક્ત થયા બાદ તે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023 માં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિમાં આરોપી તરીકે ઝડપાઈ ચૂક્યો છે. આરોપી હાલ વડોદરા મધ્યસ્થ જેલમાં જેલવાસ હેઠળ હતો. અન્ય આરોપી ભરતસિંહ ઠાકોર જે શિક્ષક તરીકે નોકરી કરતો હતો તેણે વર્ષ 2018માં લોક રક્ષક પરીક્ષા ભરતીમાં ગેરરીતિ હાજરી હતી. જેથી તેની ઉપર ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી તે હાલ સાબરમતી જેલમાં હતો અને ત્રણ મહિના બાદ તે જામીનમુક્ત થયો હતો.' -રૂપલ સોલંકી, ડીસીબી, ક્રાઈમ બ્રાન્ચ
આઠથી દસ લાખ રૂપિયામાં ડીલ: આખાને નેક્સેસને લઈ ડીસીપી સોલંકીએ જણાવ્યું હતું કે, આજ દિન સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગના આરોપીઓ દ્વારા આશરે 70 થી 80 જેટલા આવા પરીક્ષા તેઓને પાસ કરાવવા માટે એક પરીક્ષાર્થીઓ પાસેથી આઠથી દસ લાખ રૂપિયા નક્કી કરવામાં આવતા હતા. જે આ સમગ્ર ઘટનામાં સામેલ એજન્ટ મડતીયા અને પરીક્ષા કેન્દ્રના માલિક તેમજ લેબ ઇન્ચાર્જ વચ્ચે વહેંચી લેવામાં આવતા હતા.