ETV Bharat / state

Vaishno Devi Yatra : સુરતથી વૈષ્ણોદેવી ગયેલા 1680 યાત્રીઓ ફસાયા, સરકાર આશાનું કિરણ - Railway system

દરવર્ષે સુરત ખાતેથી વૈષ્ણોદેવી યાત્રા (Vaishnodevi Yatra) માટે વિશેષ ટ્રેનનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ રાબેતા મુજબ આ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેનના માધ્યમથી 1600 થી વધુ યાત્રીઓ વૈષ્ણોદેવી મંદિર ખાતે પહોંચ્યાં હતા. આ યાત્રીઓ સલામત રીતે વૈષ્ણોદેવી મંદિરએ (Vaishnodevi temple) તો પહોંચી ગયા હતા,યાત્રા પણ સારી રીતે પૂર્ણ થઇ ગઇ છે, પરંતુ પંજાબમાં ફરી ખેડૂત આંદોલનને (Farmers Protest) ચીંગારી લાગી છે. જેના કારણે 1680 યાત્રીઓ કટરામાં ફસાઇ (1680 passengers stranded in Katra) ગયાં છે.

Vaishnodevi Yatra: સુરતથી વૈષ્ણોદેવી ગયેલા 1680 યાત્રીઓ કટરામાં ફસાયા, સરકાર આશાનુ કિરણ

author img

By

Published : Dec 25, 2021, 5:01 PM IST

સુરતઃ સુરતથી વૈષ્ણોદેવી ગયેલા 1680 યાત્રીઓ કટરામાં અટવાઈ (1680 passengers stranded in Katra) જતા રેલ્વે તંત્ર (Railway system) અને સરકાર પાસે મદદની અપીલ કરવામાં આવી છે. પંજાબમાં ફરી ખેડૂત આંદોલનનું (Farmers Protest) વાવોઝોડું આવ્યું છે. આ ખેડૂત આંદોલનના પગલે ટ્રેનને કટરામાં રોકી દેવામાં આવી છે. બીજી તરફ યાત્રીઓનો પ્રવાસ પણ અંતિમચરણ પર હતો. ઉલ્લેખનીય છે કે, યાત્રા પૂર્ણ થતા હોટેલ પણ ખાલી કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે રેલ્વે તંત્રને ટ્રેન વહેલા શરૂ કરે તેવી મદદ માંગવામાં આવી છે.

1680 યાત્રીઓ કટરામાં જ અટવાયા

સુરતથી દર વર્ષે દિવાળી પછીના સિઝનમાં વૈષ્ણોદેવી યાત્રા વિશેષ ટ્રેન દોડે છે. ચાલુ વર્ષે પણ વૈષ્ણવદેવી યાત્રા ટ્રસ્ટ સેવા સુરતથી ગત 17 તારીખે રાત્રે ઉઘના સ્ટેશનથી વૈષ્ણવદેવી દર્શન માટે યાત્રીઓ નીકળ્યા હતા. આ ટ્રેનમાં કુલ 1680 પ્રવાસીઓ વૈષ્ણોદેવીની યાત્રાએ (Vaishnodevi Yatra) ગયા છે. આ ટ્રેન મંગળવારના રોજ વૈષ્ણોદેવીથી સુરત આવવા નીકળવાની હતી.

યાત્રીઓની સરકાર પાસે મદદની પુકાર

પંજાબમાં ખેડૂત આંદોલન ચાલુ થતા ટ્રેન કટરા સ્ટેશન ઉપર જ થંભાવી દેવામાં આવી છે. યાત્રાનો સમય પણ પુરો થયો હોવાથી પ્રવાસીઓએ હોટલો ખાલી કરવી પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. સુરત ટ્રસ્ટ તરફથી ખુબ સરસ સેવા પ્રદાન કરવામાં આવી છે, પરંતુ હોટલવાળાઓનો ટાઈમ પુરો થયો હોવાથી યાત્રીઓને રૂમો ખાલી કરવા કહી રહ્યા છે. હાલ રેલ્વે તંત્ર દ્વારા ટ્રેન ફરી ચાલુ કરાવવામાં આવે તેવી વ્યવસ્થા કરવા યાત્રીઓ મદદ માંગી રહ્યા છે.

આ પણ વાંચો:

ચારધામ યાત્રા: કેદારનાથ ધામમાં હિમવર્ષાને કારણે હેલીકોપ્ટર સેવાઓ બંધ કરાઈ

100 crore vaccination : દેશનો સૌથી મોટો ખાદીનો તિરંગો લાલ કિલ્લા પર ફરકાવાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.