સુરત : સુરતમાં 44 વર્ષીય મહિલા દર્દીનું કોથળીનું ઓપરેશન કરી 4 કિલોની ગાઠ કાઢી સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. મહિલા દર્દીનું કોથળીનું ઓપરેશન કરી 22×20×16 સેન્ટીમીટર અને 4 કિલોગ્રામ વજનની ગાંઠ કાઢી સફળ ઓપરેશન કરી દર્દીને નવજીવન આપવામાં આવ્યું છે. દર્દીને બ્લડપ્રેશર અને પેરાલીસીસની પણ બીમારી હોવાથી આ ઓપરેશન ખુબ જ ગંભીર હતું. 22×20×16 સેન્ટીમીટર અને 4 કિલોગ્રામ વજનની ગાંઠ કાઢવામાં આવી હતી.
4 કિલો વજનની ગાંઠ કઢાઇ : સુરતમાં સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલમાં ગત 30 જાન્યુઆરીના રોજ એક 44 વર્ષીય મહિલા દર્દીનું કોથળીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સુરતમાં લકવાગ્રસ્ત મહિલાની ગર્ભાશયની સર્જરી કરી તબીબોએ સફળ ઓપરેશન કરી 22×20×16 સેન્ટીમીટર અને 4 કિલોગ્રામ વજનની ગાંઠ કાઢવામાં આવી હતી.
આ પણ વાંચો Record Break Child Birth : એક જ દિવસમાં 23 બાળકોનો જન્મ, ક્યાં અને કોના તે જાણો
લકવાગ્રસ્ત મહિલાની ગર્ભાશયની સર્જરી : દર્દીને બ્લડપ્રેશર અને પેરાલીસીસની પણ બીમારી હોવાથી ઓપરેશન કરવું મુશ્કેલ હતું. જોકે દર્દીને બ્લડપ્રેશર અને પેરાલીસીસની પણ બીમારી હોવાથી ઓપરેશન કરવું મુશ્કેલ હતું. તેમ છતાં હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો.કલ્પના પટેલ એનેસ્થેટીક ડો.આકાશ ત્રિવેદી તેમજ ઓટી સ્ટાફ અને નર્સિંગ સ્ટાફની ટીમ દ્વારા આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તેમજ આજરોજ દર્દીની તબિયત સારી હોય તેઓને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં 750 બાળકોની ફ્રી સર્જરી કરશે સુરતની કિરણ હોસ્પિટલ
દીકરી જન્મ પર વિશેષ સુવિધા : સફળ ઓપરેશન બદલ પરિવારે હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ હોસ્પિટલમાં નોર્મલ ડીલીવરીનો ચાર્જ માત્ર 1800 રૂપિયા લેવામાં આવે છે અને દીકરીનો જન્મ થાય તો એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી તેમજ સિઝેરિયન ડીલવરીનો ચાર્જ માત્ર 5 હજાર રૂપિયા છે. તેમજ આ હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે.
20 કરોડના બોન્ડ આપ્યાં : અત્યાર સુધીમાં 2 હજાર દીકરીઓને ટોટલ 20 કરોડના બોન્ડ આપી દીધા છે આ હોસ્પિટલ દ્બારા ભારત સરકારની બેટી બચાવો બેટી વધાવો યોજનાને સાર્થક કરવા સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે. આ સફળ ઓપરેશન બદલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર અને સ્ટાફને આ ઉમદા કાર્ય બદલ સૌને અભિનંદન પણ આપવામાં આવ્યા હતા. તે ઉપરાંત પરિવારે પણ હોસ્પિટલનો ખુબ જ આભાર માન્યો હતો.