ETV Bharat / state

Surat Urea fertilizer : યુરિયા ખાતર ડેપો પર ખેડૂતોની લાંબી લાઈન લાગી, ટેક્નિકલ ખામી અને ખાતરની તાણ - પી એસ ઓ મશીન

સુરત જિલ્લામાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી ગઈ હતી. એક બાજુ યુરિયા ખાતરની તાણ છે, તો બીજી તરફ સહકારી મંડળીઓમાં ટેકનિકલ સમસ્યા સર્જાતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોને સમયસર યુરિયા ખાતરનો જથ્થો નહીં મળતાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. માંગરોળના વાંકલ ખાતે સહકારી મંડળી બહાર યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈન લાગી ગઈ હતી.

Surat Urea fertilizer
Surat Urea fertilizer
author img

By

Published : Jul 31, 2023, 7:23 PM IST

યુરિયા ખાતર ડેપો પર ખેડૂતોની લાંબી લાઈન લાગી

સુરત : ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં યુરિયા ખાતરની તાણ સર્જાઈ રહી છે. યોગ્ય સમયસર ખેડૂતોને યુરિયા ખાતરનો જથ્થો ન મળતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં યુરિયા ખાતરની તાણ વચ્ચે ટેકનિકલ સમસ્યા ઊભી થતાં ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે. સુરતના માંગરોળ તાલુકાની વાંકલ સહકારી મંડળી બહાર યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોએ કલાકોના કલાક કતારમાં ઊભા રહેવાની ફરજ પડી છે. વાંકલ સહકારી મંડળી સહિત સમગ્ર તાલુકાના ખાતર ડેપો પર ટેકનિકલ સમસ્યા સર્જાતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે.

યુરિયા ખાતરની તાણ : સુરતના માંગરોળ, ઉમરપાડા સહિત સમગ્ર પંથકમાં યુરિયા ખાતરની સહકારી ડેપો અને મંડળીમાં હાલ તાણ છે. ત્યારે છેલ્લા ચાર-પાંચ દિવસથી માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ખાતરનો ઓછો જથ્થો આવેલ છે. જેથી વાંકલ સહકારી મંડળી સહિતની મંડળીઓમાં હાલ જે વહેલા તે પહેલાના ધોરણે યુરિયા ખાતરનું વેચાણ કરાઈ રહ્યું છે. આ વિસ્તારના ખેડૂતોએ પાકની વાવણી કરી નાખી છે. ત્યારે હાલ ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂર છે. ત્યારે ખેડૂતોને સમયસર ખાતરનો જથ્થો પૂરતો નહીં મળતા ખેડૂતો પરેશાન થયાં ગયા છે.

ટેકનિકલ સમસ્યા હોવાથી ખેડૂતોને હાલાકી પડી રહી છે. ખેડૂતો દ્વારા અમને બાબતે રજૂઆત કરવામાં આવી છે. ફ્કત માંગરોળ તાલુકામાં નહિ સમગ્ર રાજ્યમાં આ ટેકનિકલ સમસ્યા છે. અમે હાલ ઉપરી અધિકારીને જાણ કરી છે.-- રવીન્દ્રભાઈ (સુરત જિલ્લા મદદનીશ ખેતી નિયામક)

ટેક્નિકલ ખામી અને ખાતરની તાણ
ટેક્નિકલ ખામી અને ખાતરની તાણ

સરકારી નિયમ : કેન્દ્ર સરકાર દ્વારા યુરિયા ખાતરમાં થતી બે નંબરીને અટકાવવા માટે નવા નિયમો અમલમાં મૂકી દીધા છે. જેને પગલે યુરિયા ખાતરનું વેચાણ કરતી સહકારી મંડળીઓ તેમજ વિક્રેતાઓએ નીતિ નિયમ મુજબ યુરિયા ખાતરનું વેચાણ કરવું પડે છે. જેમાં ખેડૂતોને જરૂરી આધારકાર્ડ અને ખેડૂત તરીકે પૂર્તતા કરવાની હોય છે. મંડળીમાં પી.એસ.ઓ મશીન પર ખાતર ખરીદનાર ખેડૂતની ફિંગર પ્રિન્ટ લીધા પછી જ ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી ઓનલાઇન પ્રક્રિયામાં ખામી સર્જાઈ છે. જેને લઇને ખેડૂતોને સમયસર ખાતરનો જથ્થો મળી રહ્યો નથી. જેને કારણે ખેડૂતો બે થી ત્રણ કલાક સુધી ખાતર મેળવવા માટે લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી છે. જેને કારણે ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો કરવાનો વારો આવ્યો હતો.

  1. Surat Crime News : સબસીડાઇઝ્ડ યુરિયાનો દુરુપયોગ ઔદ્યોગિક યુનિટ માટે કર્યો, મિલ માલિક સહિત બેની ધરપકડ
  2. Navsari News : નીમ કોટેડ યુરિયામાં ભેળસેળ કરીને ખાતર વેચનારનું કૌભાંડ ઝડપાયું, 88.37 લાખનો માલ જપ્ત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.