સુરત: શહેરમાં અનોખા લગ્ન થયા હતા. જેમાં બાળકો પોતાના માતા પિતાના લગ્નમાં હાજર રહ્યા હતા. સુરતના વૃદ્ધ દંપતીએ લગ્નની 50 સાલગીરીને ફરીથી લગ્ન કરીને ઉજવી હતી. 73 વર્ષના વરરાજા અને 70 વર્ષની વધુને જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. માત્ર લગ્ન જ નહીં પરંતુ તે પહેલા થનાર તમામ વિધિઓ પણ લગ્ન પહેલાની કરવામાં આવી હતી.
લગ્નની ગોલ્ડન જુબલી: લગ્નની ગોલ્ડન જુબલી પર એટલે લગ્નને 50 વર્ષ પૂર્ણ થઈ જતા સુરતના વૃદ્ધ કપલે અનોખી રીતે પોતાનો આ દિવસ ઉજવવાનો નક્કી કર્યો હતો. સુરતીઓએ કદાચ આજ દિન સુધી 70 વર્ષની ઉપરના વર અને વધુના લગ્ન થતાં જોયા ન હશે. પરંતુ આ અનોખા લગ્ન સુરતમાં થયા છે. જ્યારે વરઘોડો નીકળ્યો ત્યારે લોકો જોતા જ રહી ગયા હતા. 73 વર્ષના રમેશભાઈ અને 70 વર્ષીય પત્ની ભારતી બાજવાલા ફરી એક વખત લગ્નગ્રંથિથી જોડાયા છે.
આ પણ વાંચો Surat Marriage Function: 70 છોકરીઓનો સાતમો પ્યોર વિવાહ ઉજવાયો, ભવ્ય સમારોહ સંપન્ન
ભારતી મારી સામે આવશે: 50 વર્ષ પહેલા જ્યારે અમારા લગ્ન થવાના હતા. ત્યારે હું રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે ભારતી મારી સામે આવશે અને અમારા લગ્ન થશે. પરંતુ આ વખતે ભારતી મારી સાથે હતી. 50 વર્ષ પહેલા જે રસમ કરવામાં આવી હતી. તે જ રસમ ફરીથી કરીને એકબીજા સાથે અમે સાત જન્મ સુધી રહેવાની બાંધેરી આપી દીધી છે--વરરાજા રમેશભાઈ
આ પણ વાંચો Surat : દારૂ પીને બસ ST ચલાવનારા તેમજ અનિયમિત કંડકટરને કર્યા ઘર ભેગા
રંગે ચંગે ઉજવણી: રમેશભાઈ અને ભારતીબેને માત્ર એનિવર્સરી પર લગ્ન કરવાનો જ નિશ્ચય નહીં. પરંતુ પ્રથમ લગ્ન સમયે જે પણ વિધિ લગ્નમાં થતી હોય છે. તે તમામ વિધિ કરવાનું પણ નક્કી કર્યું હતું. લગ્નમાં જે રીતે વર વધુને પીઠી લગાડવામાં આવે છે.પરિવારના સભ્યો સંગીતમાં હાજર રહે છે. વર વરઘોડો લઈને લગ્નમંડપ સુધી જાય છે. આ તમામ વિધિઓની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. એટલું જ નહીં આ તમામ વિધિઓ મુહૂર્ત પ્રમાણે કરવામાં આવી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સૌથી અગત્યની વાત છે કે જે રીતે નવ વધુ લગ્ન સમયે ભાવુક થઈ જતી હોય છે. તે જ રીતે પુનઃલગ્નમાં ભારતીબેન પણ ભાવુક થઈ ગયા હતા.
લંડનથી આવી ગયા: 70 વર્ષથી પણ વધુ ઉંમર ધરાવતા આ વર વધુ પોતાના લગ્નમાં અનેક ગીત પર ઝૂમતા પણ નજરે જોવા મળ્યા હતા. આ અનોખા લગ્નમાં પૌત્ર સહિત પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. તેમનો એક પુત્ર લંડન ડોક્ટર છે. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે માતા-પિતા ફરીથી લગ્ન કરવા માંગે છે. તો તેઓ પણ લગ્નમાં જોડાવા માટે લંડન થી આવી ગયા હતા. માતા-પિતાના લગ્નને જોઈ બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.