હવે ગણેશ ચતુર્થી ને ગણતરી ના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પર્યાવરણની જાળવણીને લઈ સુરત જિલ્લાના માંગરોળના પીપોદરા ખાતે ગૌશાળા ચલાવતા એક ભાઈ ગૌશાળામાં ગાયના ગોબરમાંથી ગણેશજીની પ્રતિમાઓ બનાવી રહ્યા છે. આ પ્રતિમાઓના વેચાણ થી ગૌશાળામાં ગૌવંશની જાળવણી પણ થશે. સાથે સાથે પર્યાવરણની પણ જાળવણીનો ઉદેશ્ય છે. બજારમાં મળતી મોટા ભાગની ગણેશજીની પ્રતિમાઓ મોટા ભાગે પ્લાસ્ટર ઓફ પેરીસ થી બનાવવામાં આવતી હોય છે. જે પાણીમાં ઓગળતીના હોવાથી પર્યાવરણને ભારોભાર નુકસાન કરે છે. જયારે બિલકુલ વિપરીત અહિયાં ગૌશાળામાં કારીગરો દ્વારા ગોબરમાંથી હાલ ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરવમાં આવી રહી છે.
આખા દેશમાં મોટા ભાગે ગણેશજીની પ્રતિમાઓ પ્લાસ્ટર ઓફ પેરીસ થી બનાવામાં આવે છે, સુરતમાં પણ પીઓપીની પ્રતિમાઓનું ધૂમ વેચાણ થાય છે. જો કે, વિસર્જન માટે મહાનગર પાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચે કુત્રિમ તળાવો પણ બનાવવામાં આવે છે. ગાયના છાણમાંથી બનાવવામાં આવેલ પ્રતિમાઓ સુરતીઓ ખરીદશે તો પર્યાવરણ ની જાળવણી પણ થશે અને પાણીનો પણ બચાવ થશે. પીપોદરા ખાતે કાર્યરત આ સંસ્થાનના કારીગરોની કારીગરી જોઈ ત્યાં જોવા આવેલા ગણેશભક્તો પણ પ્રફુલ્લિત થઇ ગયા હતા.
સરકાર દ્વારા પ્રતિબંધિત હોવા છતાં માર્કેટમાં પીઓપીની પ્રતિમાઓ આસાનીથી રોડ પર થી મળી જાય છે અને સરકાર પ્રદુષણને રોકવામાં નિષ્ફળ જાય છે. બાદ કિનારે આવેલી પ્રતિમાઓને વિસર્જન કરવા માટે જળહળ અપમાન કરવામાં આવે છે, પરંતુ આ ગોબર માંથી બનેલી પ્રતિમાઓ પાણીમાં મુકતાની સાથે પીગળી જશે અને જેને લઇ પર્યાવરણ ની જાળવણી પણ થશે.