સુરત: કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ પ્રધાન દર્શના જરદોશે રક્ષા બંધનની ઉજવણી નાગાલેન્ડમાં ફરજ બજાવતા સેનાના જવાનો સાથે કરી હતી. સતત સરકારી કાર્યક્રમોમાં વ્યસ્તતાના કારણે તેઓ નાગાલેન્ડના પ્રવાસે હતા. દર્શના જરદોશે નાગાલેન્ડ બોર્ડર પર ફરજ બજાવી રહેલા દેશના વીર જવાનોને રક્ષાબંધનના પર્વ પર રાખડી બાંધી હતી.
સેનાના જવાનો વચ્ચે રક્ષાબંધનની ઉજવણી: તેમને નાગાલેન્ડ મુખ્યપ્રધાન નેઇફિય રિઓ નાગાલેન્ડના ભાજપ પ્રદેશ પ્રમુખ તેમ્જેન ઇમના અલોંગને પણ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ સિવાય તેઓ સેનાના જવાનો વચ્ચે પહોંચ્યા હતા અને તેમની રક્ષા માટે રક્ષાસૂત્ર બાંધીને દુર્ઘાયું માટે પ્રાર્થના કરી હતી.
'માત્ર લોહીના સંબંધ હોય તે જ ભાઈ હોય તેવું નથી. દેશની સુરક્ષા કરનાર અને દેશના વિકાસના કાર્યોમાં શામેલ તમામ વ્યક્તિઓ દેશની દીકરી માટે ભાઈ સમાન હોય છે. ખૂબ જ હર્ષની લાગણી છે કે દેશની સેવામાં 24 કલાક સતત અવિરત પોતાના પરિવારથી દૂર રહી ફરજ બજાવનાર દેશના જવાનોને હું આજે રાખડી બાંધી રહી છું. તેઓ અમારા દેશના તમામ નાગરિકોના રક્ષક છે.' -દર્શના જરદોશ, કેન્દ્રીય પ્રધાન
દીર્ઘાયુ માટે કામના: પરિવારથી દુર તમામ જવાનોને દર્શના જરદોશએ પોતાના બહેનની કમી અહીં મહેસુસ નથી થવા દીધી. તેમને ત્યાં રાખડી બાંધી છે અને એક સંદેશ આપ્યો છે. તેઓએ દેશના જવાનોને રાખડી બાંધી હતી. દર્શના જરદોશએ આજે સંદેશો આપ્યો હતો કે તેમણે મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ પ્રમુખને પણ રાખડી બાંધી છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે મારુ માનવું છે કે દેશની જે સેવા કરે તે તમામ અમારા ભાઈઓ છે અને તેમના દીર્ઘાયુ માટે તેમના સ્વાસ્થ્ય માટે હું કામના કરું છું