સુરત : સરકાર દ્વારા થોડા દિવસોમાં કેન્દ્રીય બજેટ 2023 બહાર લાવવામાં આવશે. તો હવે એ બજેટમાં સુરતની ગૃહિણીઓને પણ સારી આશા અપેક્ષા છે કે, આ વખતેના બજેટમાં સરકાર દ્વારા ગેસનો બાટલો 1000 ઉપર છે. અનાજ કઠોળના ભાવ, ફ્રૂટ્સ તેમજ રસોડાના બજેટમાં વધારો થઈ રહ્યો છે તે બાબતે સરકાર થોડી રાહત આપે. તો જાણીએ સુરતની ગૃહિણીઓ શું કરી રહ્યા છે બજેટને લઈને.
ગૃહિણીઓનું શું કહેવું છે : ગૃહિણી કુસુમએ જણાવ્યું હતું કે, 2023નું બજેટ આવી રહ્યું છે, ત્યારે અમે આ જ આશા રાખીએ છીએ કે, અમારા જેવા ગૃહિણીઓ માટે સારું બજેટ લાવવામાં આવે ગેસના બાટલાનો ભાવ ખૂબ જ વધી ગયો છે. 1000 ઉપરનો ભાવ ચાલી રહ્યો છે. એની માટે પણ અમારે વિચાર કરવો પડે છે કે લઈએ કે નહીં લઈએ. તો સરકારને વિનંતી છે કે બજેટમાં આ ભાવ પર થોડું રાહત આપવામાં આવે. છોકરાઓનો અભ્યાસ ફિસ ડોનેશન બધામાં વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજી, કઠોળ જેવી અન્ય ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જે લોકો ગ્રહ ઘસ્તીઓ ચલાવી રહ્યા તે લોકો માટે ખૂબ જ તકલીફો પડતી હોય છે.
ગેસના બાટલાના ભાવને લઈને ચિંતા : મહત્વની વાત કરવામાં આવે તો મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. તો હવે સરકાર પર આશા છે કે તેઓ અમારી માટે પણ સારું બજેટ લાવે. પહેલાના ભાવમાં અને આજના ભાવમાં ખૂબ જ અંતર જોવા મળી રહ્યું છે. પહેલા ગેસનો બાટલો 500માં આવી જતો હતો અને આજે તેજ ગેસનો બાટલો આજે 1000 પર જતો રહ્યો છે. તે જ રીતે અનાજ કઠોળના ભાવ પેહલા ઓછો હતો તેલ પેહલા 80 રૂપિયામાં મળતો હતો એ હવે 200 રૂપિયામાં મળી રહ્યું છે.
આ પણ વાંચો : Budget 2023 : કચ્છીમાડુઓને બજેટમાં આશા અપેક્ષાઓ અનેક...
સરકાર પાસે અમારી ઘણી બધી અપેક્ષાઓ છે : ગૃહિણી જ્યોત્સના પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની 2023નું બજેટ આવી રહ્યું છે. જેમાં સરકાર અમારી માટે પણ થોડું વિચાર કરે તો સારું. કારણ કે સરકાર પાસે અમારી ઘણી બધી અપેક્ષાઓ છે. કારણ કે આજે બધી વસ્તુઓમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અનાજ કઠોર તેલના ભાવ વધારે છે. પહેલા અમે લોકો ઘરનું રાસન 3000માં લાવતા હતા અને આજે 5,000 રૂપિયામાં લાવીએ છીએ. પેટ્રોલના ભાવ પણ દિવસે દિવસે વધી રહ્યા છે. ગેસનો બાટલો પેહલા 500માં લાવતા હતા, તે હવે 1000 રૂપિયામાં લાવીએ છીએ. જેથી અમારે ઘરગ્રસ્તથી ચલાવવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે.
આ પણ વાંચો : Union Budget 2023 રત્ન કલાકારોને આવાસથી લઈ ડ્યૂટી ઘટાડવા સુધી આવી છે હીરા ઉદ્યોગકારોની આશા
આ મિડલ ક્લાસ માટે સહન થઈ શકે તેવું બજેટ રહેવું જોઈએ : ગૃહિણી સોનલ શાહે કહ્યું કે, આવનારા બજેટમાં દિવસે દિવસે ભાવ તો વધી જ રહ્યા છે. પરંતુ સરકાર જે પગલાઓ લઈ રહી છે. તેના ઉપરથી એમ લાગી રહ્યું છે કે, આવનારા દિવસો સારા જ રહેશે. કારણ કે અત્યારે ઇન્ફ્લેશન કંટ્રોલ કરીને અને આરબીઆઈના જે પણ રૂલ્સ રેગ્યુલેશન છે. બજેટમાં ખોટી સબસીડીની જગ્યાએ ટોટલ ઇકોનોમિક સુધારવાની જરૂર છે. વધારેને વધારે લોકો ટેક્સનેટની અંદર આવે ટેક્સભરે એવા નિયમો આવે તો ઘણું બધું સારું થઈ શકે છે. ભાવ તો વધી જ રહ્યા છે, પરંતુ સરકાર જે પગલાઓ લઈ રહી છે. એમાં જરૂરી ઈનસ્ટ્રક્ચર માટે ખર્ચાઓ થઈ રહ્યા છે. એના માટે ભાવ વધારો આ મિડલ ક્લાસ માટે સહન થઈ શકે તેવું બજેટ રહેવું જોઈએ.