ETV Bharat / state

ઉમરપાડામાં 4 જૂનના રોજ 5 ઇંચ જેટલો વરસાદ પાડવાની સંભાવના - બારડોલીના તાજા સમાચાર

બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં આગામી 2 જૂનથી 6 જૂન દરિયાન હવામાન કેવું રહેશે તે અંગે જિલ્લા કૃષિ હવામાન એકમ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં જિલ્લાના કેટલાક તાલુકાઓમાં આ દિવસો દરમિયાન હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 4 જૂનના રોજ ઉમરપાડા તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતા વર્તાઇ રહી છે.

ઉમરપાડામાં 4 જૂનના રોજ 5 ઇંચ જેટલો વરસાદ પાડવાની સંભાવના

author img

By

Published : Jun 1, 2021, 8:28 PM IST

  • હવામાન વિભાગ દ્વારા 2થી 6 જૂન સુધીના હવામાનની આગાહી
  • તમામ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના
  • અઠવાડિયામાં 2 દિવસ જિલ્લા કૃષિ હવામાન એકમ દ્વારા હવામાનની આગાહી કરવામાં આવે છે

સુરત: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હવામાન કેવું રહેશે તે અંગે કૃષિ હવામાન એકમ દ્વારા અઠવાડિયામાં 2 દિવસ આગાહી કરવામાં આવે છે. આજે મંગળવારના રોજ કરવામાં આવેલી આગાહી મુજબ જિલ્લામાં તાલુકા વાર હવામાન કેવું રહેશે તે અંગે વિગતવાર અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે.

ઉમરપાડામાં 4 જૂનના રોજ 5 ઇંચ જેટલો વરસાદ પાડવાની સંભાવના
ઉમરપાડામાં 4 જૂનના રોજ 5 ઇંચ જેટલો વરસાદ પાડવાની સંભાવના

આ પણ વાંચોઃ આગામી 3 દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી

તાલુકાઓમાં આ દિવસો દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી

બારડોલીની વાત કરવામાં આવે તો બારડોલી તાલુકામાં 2થી 6 જૂન દરમિયાન આકાશ મહદઅંશેથી મુખ્યત્વે વાદળછાયું રહેવાની સંભાવના છે, જ્યારે 4 જૂનના રોજ મધ્યમ વરસાદ તેમજ તારીખ 3, 4 અને 5 જૂનના રોજ અતિ હળવા વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ 38થી 80 ટકા તેમજ નૈઋત્ય દિશા તરફથી 10થી 18 કિમી/કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. સુરત શહેરને અડીને આવેલા ચોર્યાસી અને કામરેજ તાલુકામાં 4 અને 5 જૂનના રોજ મધ્યમ વરસાદની સંભાવના તેમજ 3 અને 6 જૂનના રોજ અલ્પ માત્રમાં વરસાદની સંભાવના રહેલી છે. મહુવા તાલુકામાં 4 અને 6 જૂનના રોજ હળવા વરસાદ તેમજ 5મીએ અલ્પ માત્રામાં વરસાદ થવાની વકી છે. માંડવીમાં 4 અને 6 જૂનના રોજ અલ્પ માત્રામાં વરસાદ થાય તેવી શક્યતાઓ છે. માંગરોળ તાલુકામાં 5મીજૂનના રોજ હળવો વરસાદ તેમજ 3, 4, અને 6 જૂનના રોજ અલ્પમાત્રામાં, ઓલપાડ તાલુકામાં આકાશ ચોખ્ખું રહેશે તેમજ 3 જૂન બાદ આકાશ મહદઅંશે વાદળછાયું રહેશે. 4 જૂનના રોજ મધ્યમ વરસાદ અને 5મીના રોજ હળવા વરસાદની સંભાવના વર્તાઇ રહી છે. પલસાણા તાલુકામાં 4 જૂનના રોજ મધ્યમ તેમજ 3 અને 5 જૂનના રોજ અતિ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

ઉમરપાડામાં ભારે વરસાદની સંભાવના

બીજી તરફ સુરત જિલ્લાના ચેરાપૂંજી ગણાતા ઉમરપાડા તાલુકાની વાત કરવામાં આવે તો અહીં આકાશ મહદઅંશે અને મુખ્યત્વે વાદળછાયું રહેશે. 4 જૂનના રોજ ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદ થવાની વકી છે. 3, 5 અને 6 જૂનના રોજ મધ્યમ વરસાદ થશે. 4 જૂન 131.9 એટલે કે લગભગ 5 ઇંચ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગ તરફથી જાણવા મળ્યું છે.

વરસાદની આગાહીમાં હવામાન વિભાગ દ્વારા વપરાતા શબ્દપ્રયોગોનો અર્થ

હવામાન વિભાગ દ્વારા આગાહીમાં વરસાદ નહીંથી લઈને મધ્યમથી ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ જેવા શબ્દપ્રયોગો વપરાય છે. આ શબ્દપ્રયોગ ક્યારે વપરાય છે. તે અંગેની માહિતી અહી આપવામાં આવી છે.

ક્રમમિમીમાં વરસાદશબ્દપ્રયોગ
10.0વરસાદ નહીં
20.01–0.04અલ્પમાત્રામાં વરસાદ
30.1–2.4અતિ હળવો વરસાદ
42.5–7.5હળવો વરસાદ
57.6–35.5મધ્યમ વરસાદ
635.6થી 64.4મધ્યમથી ભારે વરસાદ
764.5–124.4ભારે વરસાદ
8124.5–244.4અતિભારે વરસાદ
9>244.5અતિવૃષ્ટિ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.