સુરત: રશિયા યૂક્રેન સાથે યુદ્ધ શરૂ (Ukraine Russian Crisis)કરી દીધું છે. જેની અસર આખા વિશ્વમાં જોવા મળી રહી છે. ભારતથી હજારોની સંખ્યામાં વર્ષે યુક્રેન વિદ્યાર્થીઓ મેડિકલના ભણતર માટે જાય છે. હાલ યુક્રેન અને રશિયા વચ્ચે તણાવની પરિસ્થિતિને લઈને વિદ્યાર્થીઓ (Indian student in Ukraine)અને તેમના વાલીઓ ચિંતાતુર બન્યા છે. યુદ્ધના એંધાણ વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકોને યુક્રેન છોડી ભારત આવવા માટે સૂચના પણ આપી હતી. અનેક વિદ્યાર્થીઓ ભારત આવી ગયા છે પરંતુ હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ(Students studying in Ukraine)ત્યાં ફસાયા છે.
યુક્રેન અને રશિયા વચ્ચે તણાવની પરિસ્થિતિ
રશિયાને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ (Ukraine Russian Crisis)થયાના ચાર દિવસ પહેલાં જ સુરતની પૂજા શુક્લા હેમખેમ સુરત આવી પહોંચી છે. તે યુક્રેનના બુકોવિનિયન સ્ટેટ યુનિવર્સિટીમાં(Bukovinian State University) MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પૂજાના પિતા સુરતમાં ડૉક્ટર છે. મીડિયામાં યુક્રેન અને રશિયા વચ્ચે તણાવની પરિસ્થિતિ જોઈ માતા-પિતાએ તેને સુરત બોલાવી લીધો હતો.
આ પણ વાંચોઃ Jitu Vaghani on Ukraine: ગુજરાતના 3,000 વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા છેઃ જિતુ વાઘાણી
હજુ પણ વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા
પૂજાએ જણાવ્યું હતું કે ઇન્ડિયન એમ્બેસી એ સૂચના આપી હતી કે ભારતીય નાગરિક યુક્રેન છોડી ભારત પરત આવી જાય આ વચ્ચે મારા માતા-પિતા પણ ચિંતાતુર થઈ ગયા હતા. પરંતુ અમે જ્યારે ત્યાંના સ્થાનિક લોકોને આ બાબતે પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે યુદ્ધની વાતો વર્ષોથી ચાલતી આવી છે આવી કોઈ પરિસ્થિતિ સર્જાશે નહીં. તેમ છતાં માતા-પિતાના કહેવા મુજબ હું અને મારા અન્ય આઠ સાથીઓ સુરત આવી ગયા હતા. મારા આવ્યાના ચાર દિવસ બાદ યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યું હતું. પરંતુ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઇન્ટરનેટ બંધ થઈ જાય તેવી વાતો કરવામાં આવી રહી છે અમારા ભણતરને લઇને અમને ચિંતા છે. બીજી બાજુ કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેનમાં ફસાયા છે.
આ પણ વાંચોઃ Ukraine Russian Crisis : યુક્રેનમાં ઘૂસી રશિયન સેના, યુક્રેનિયન સૈન્યએ રશિયાને આપ્યો જડબાતોડ જવાબ