સુરતઃ સુરતમાં ડાયમંડ બુર્સમાં ખાડો પૂરતી વખતે માટી ધસી પડતાં બે મજૂરોના મોત થયા છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે, વરસાદ હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. જ્યારે આ ઘટનામાં ખટોદરા પોલીસે એન્જિનિયર અને સુપરવાઈઝર સામે બેદકારીનો ગુનો નોંધ્યો છે.
નિર્માણાધીન ડાયમંડ બુર્સમાં ગટરના કામ માટે ખોદકામ કરવા 6 મજૂરો ઉતર્યા હતા. 15 ફૂટ ખાડાનું લેવલિંગ કરવા ઉતરેલા 6 પૈકી 2 મજૂરો પર માટી ધસી પડતા તે દટાયા હતા. તેમને JCBથી બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્ય હતા. જોકે તેમનું મોત થયું હતું. ખટોદરા પોલીસે એન્જિનિયર અને સુપરવાઈઝર સામે બેદકારીનો ગુનો નોંધ્યો છે.
પી.એસ.પી પ્રૉજેક્ટ દ્વારા ગટર લાઇનનું કામ કરવામાં આવી રહ્યું છે. જેનો કોન્ટ્રાકટ આશિર એન્જીનિયર દ્વારા ચાલી રહ્યો છે.ગટર લાઇનના કામ માટે લાંબી નાળ કર્યા બાદ ગટરના ભૂંગળા નાખવા મજુરોને ઉતારવામાં આવ્યા હતા.ઘટનામાં 21 વર્ષીય અશોક રવિન્દ્ર યાદવ અને 25 વર્ષીય રાહુલ રામસોચ રાજભરનું મોત થતા અન્ય શ્રમિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ડાયમંડ બુર્સમાં ખાડો પૂરતી વખતે માટી ધસી પડતાં બે મજૂરનાં થયા મોત - ડાયમંડ બુર્સ
સુરતમાં ડાયમંડ બુર્સમાં ખાડો પૂરતી વખતે માટી ધસી પડતાં બે મજૂરોના મોત થયા છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે, વરસાદ હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. જ્યારે આ ઘટનામાં ખટોદરા પોલીસે એન્જિનિયર અને સુપરવાઈઝર સામે બેદકારીનો ગુનો નોંધ્યો છે.