ETV Bharat / state

દેશભરમાં ચોરીનો આતંક મચાવનાર ગેંગના 2 શખ્સની ધરપકડ - Surat Crime Branch News

સુરત: થોડા દિવસ અગાઉ કાપોદ્રા ખાતે રહેતા વૃદ્ધના હાથમાંથી 5.36 લાખ ઘરેણાં અને ત્રણ અઠવાડિયા પહેલા લાલગેટમાં મંદિરના કમ્પાઉન્ડમાંથી 2 લાખ રૂપિયાની ચોરી કરનાર બે આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ પશ્ચિમ બંગાળના જલપાઈ ગુડીના આંતરરાજ્ય ગ્લાવા ગેંગના સભ્ય છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ સુરત અને રાજ્ય બહારના આશરે ત્રીસથી વધુ ગુનાઓ કબૂલ્યા હતા. ત્યારબાદ પોલીસે 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

દેશભરમાં ચોરીનો આતંક મચાવનાર ગેંગના 2ની કરાઈ ધરપકડ
દેશભરમાં ચોરીનો આતંક મચાવનાર ગેંગના 2ની કરાઈ ધરપકડ
author img

By

Published : Dec 17, 2019, 2:56 PM IST

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા મમતા પાર્ક સોસાયટી-2માં રહેતા રણછોડ જાદવ લખાણી ગત 3 ડિસેમ્બરે ઘરની બહાર મોપેડ પાર્ક કરી ડિકીમાંથી બેગ કાઢી રહ્યા હતા. ત્યારે એક બાઇક પર આવેલા બે બાઇકર્સ રણછોડભાઈના હાથમાંથી બેગની ચીલઝડપ કરીને નાસી ગયા હતા. ત્યારે બેગમાં 5.36 લાખ રૂપિયાના ઘરેણાં હતા. તે સમયે ક્રાઈમ બ્રાન્ચે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, કાપોદ્રામાં ચોરી કરનારા સરથાણા કેનાલ રોડ પર આવવાના છે. જેના આધારે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે આરોપી સિન્ટુ રાજુ ગ્વાલા અને સંદન મુખલાલ ગ્વાલાની તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન આરોપી પાસેથી સોનાનાં ઘરેણા,બાઇક, લોક તોડવાના સાધનો, 7 ફોન મળીને કુલ 7.55 લાખ રૂપિયાની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દેશભરમાં ચોરીનો આતંક મચાવનાર ગેંગના 2 શખ્સની ધરપકડ

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ વેસ્ટ બંગાળના જલપાઈગુડીથી સુરત આશરે 2100 કિલોમીટરનું અંતર કાપી સુરત ચોરી કરવા આવ્યા હતા. આ ઉપરાંત તેમણે અમદાવાદ, વાપી, વડોદરા અને આણંદમાં પણ ચોરી કરી હતી. સુરતમાં ચોરી કરવા આવ્યા તે પહેલા તેઓ બાઇક પર જલપાઈગુડીથી બિહારના પટના સુધી બાઇક પર આવ્યા હતા. જલપાઈગુડીથી પટના સુધી પહોંચવા દરમિયાન ત્રણ-ચાર દિવસ રોકાઈને ચોરી કરી હતી. જો કે, પટનામાં ચોરી કરી શક્યા નહોતા. ત્યારબાદ તેમણે પટનાથી ટ્રેનમાં બાઇક પાર્સલમાં અમદાવાદ મોકલી આપી હતી. બાદમાં તે પોતે પણ અમદાવાદ આવ્યા હતા. ત્યાંથી અલગ-અલગ જગ્યાએ ચોરી કરીને તે પરત સુરત આવ્યા હતા."

સુરત પોલીસ દ્વારા પકડાયેલા આ બન્ને તસ્કરોએ તેની ગેંગ સાથે મળીને દેશભરમાં 150થી વધુ ચોરીઓને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમની ગેંગ બાઈક પર બે અને ચારની જોડીમાં નીકળતા અને ચોરીને અંજામ આપતા હતા.

આ રીતે એક સરખી મોડસ ઓપરેન્ડીથી તસ્કરોએ લગભગ 30 ગુના કર્યા હોવાનું કબૂલ્યું હતું. જેમાં તેમણે પટનામાં 4, કલકત્તામાં 2, વારાણસીમાં 2, આસામમાં 6, ગુજરાતમાં 15, દમણમાં 1 એવી રીતે કુલ મળી 30 ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ પોલીસે આરોપીઓ પાસેથી પશ્ચિમ બંગાળની પાર્સિંગ કરેલી બાઈક અને ચોરીનો 7.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Intro:સુરત : થોડા દિવસ અગાઉ કાપોદ્રા ખાતે રહેતા વૃદ્ધના હાથમાંથી 5.36 લાખ  ઘરેણાં સહિતની બેગ આંચકી તેમજ ત્રણ અઠવાડિયા પહેલા લાલગેટમાં મંદિરના કમ્પાઉન્ડમાંથી 2 લાખ રૂપિયાની ચોરી કરનાર બે શખ્સોને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે.બંને આરોપીઓ પશ્ચિમ બંગાળના જલપાઈ ગુડીના આંતરરાજ્ય ગ્લાવા ગેંગના સભ્ય છે.આરોપીઓની કબૂલાતમાં સુરત અને રાજ્ય બહારના આશરે ત્રીસથી વધુ ગુના નો ભેદ પણ ઉકેલાઈ ગયો છે.આરોપીઓ પાસેથી પોલીસે 7 લાખ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Body:સુરત ના કાપોદ્રા વિસ્તારમાં  આવેલ મમતા પાર્ક સોસાયટી-2માં  રહેતા રણછોડ જાદવ લખાણી ગત 3 ડિસેમ્બરે ઘરની બહાર મોપેડ પાર્ક કરીને ડિકીમાંથી બેગ કાઢી રહયા હતા.. ત્યારે એક બાઇક પર આવેલા બે બાઇકર્સ રણછોડભાઈના હાથમાંથી બેગની ચીલઝડપ કરીને નાસી ગયા હતા.ત્યારે બેગમાં 5.36 લાખ રૂપિયાના ઘરેણાં હતા. તે સમયે ક્રાઈમ બ્રાંચે સીસીટીવી ફૂટેજન આધારે  તપાસ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે કાપોદ્રામાં ચોરી કરનારા સરથાણા કેનાલ રોડ પર આવવાના છે.જે બાતમીના આધારે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા.આમ ક્રાઈમ બ્રાંચે  આરોપી સિન્ટુ રાજુ ગ્વાલા અને સંદન મુખલાલ ગ્વાલાને ઝડપી પાડી પુછપરછ હાથ ધરી હતી.

પોલીસે બને આરોપીઓની તપાસ કરતા તેમની પાસેથી સોનાના ઘરેણા,બાઇક, લોક તોડવાના સાધનો, 7 ફોન મળીને કુલ 7.55 લાખ રૂપિયાની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો.પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીઓ વેસ્ટ બંગાળના જલપાઈગુડીથી સુરત આશરે 2100 કિલોમીટરનું અંતર કાપી સુરત ચોરી કરવા આવ્યા હતા.સુરત ઉપરાંત અમદાવાદ,વાપી,વડોદરા અને આનંદમાં પણ ચોરી કરી છે.સુરતમાં ચોરી કરવા આવ્યા તે પહેલા તેઓ બાઇક પર જલપાઈગુડીથી બિહારના પટના સુધી બાઇક પર આવ્યા હતા.જલપાઈ ગુડીથી પટના સુધી પહોંચવા દરમિયાન ત્રણ-ચાર દિવસ રોકાઈને ચોરી કરી હતી.જો કે  પટનામાં ચોરી કરી શક્યા નહતા. ત્યાર બાદ  તેઓને એવું લાગ્યું કે ગુજરાતમાં વધુ રૂપિયા મળી શકે એવું માનીને તેઓ પટનાથી ટ્રેનમાં બાઇક પાર્સલમાં અમદાવાદ મોકલી આપી હતી.જ્યાં પોતે પણ અમદાવાદ આવ્યા હતા. ત્યાંથી અલગ-અલગ જગ્યાએ ચોરી કરીને પરત સુરત આવ્યા હતા..

આરોપીઓએ સુરતજ નહીં દેશભરમાં ચોરીનો તરખાટ મચાવ્યો છે. સુરત પોલીસના હાથે ઝડપાયેલા બન્ને તસ્કરો અને તેની ગેંગ દ્વારા દેશભરમાં 150થી વધુ ચોરીઓને અંજામ આપવામાં આવ્યો છે. આ ગેંગ બાઈક પર નીકળતી હતી. બે અને ચારની જોડીમાં નીકળીને તસ્કરો ચોરીને અંજામ આપતાં હતાં. એક સરખી મોડસ ઓપરેન્ડીથી ચોરી કરી હોવાના લગભગ 30 ગુના આરોપીઓએ કબૂલ્યાં હતાં. જેમાં પટનામાં 4, કોલકાત્તામાં 2, વારાણસીમાં 2, આસામમાં 6, ગુજરાતમાં 15, દમણમાં 1 એમ કુલ મળી 30 જેટલી ચોરી ની કરી કબૂલાતકરી હતી. 

Conclusion:પોલીસે આરોપીઓ પાસેથી પશ્ચિમ બંગાળની પાર્સિંગ કરેલી બાઈક અને ચોરીનો 7.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે....ત્યારે આરોપીઓ પાસેથી અન્ય ગુના ઉકેલાઈ તેવી શકયતા હાલ સેવાઇ રહી છે.

બાઈટ :આર.આર.સરવૈયા( એસીપી સુરત ક્રાઇમ બ્રાન્ચ )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.