ETV Bharat / state

સુરતમાં ટ્રક ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા 8 વાહનોને લીધા હડફેટે - Surat

સુરતઃ શહેરના જહાંગીપુરા વિસ્તારમાં બેકાબુ બનેલા ટ્રક ચાલકે 8 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં મોટી દુર્ઘટના ચળી હતી. જ્યારે ઘટનાના પગલે જહાંગીપુરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલકની અટકાયત કરી હતી. જો કે, ઘટનાને પગલે ટ્રક ચાલક વિરુદ્ધ લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો.

સુરતમાં અકસ્માતમાં 8 વાહનોનુ કંચુબર
author img

By

Published : May 7, 2019, 1:58 PM IST

સુરતના જહાંગીરપુરા રોડ પર મોડી રાત્રે ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેને લઈ ત્યાં પાર્ક કરેલા વાહનોને બેકાબુ બનેલા ટ્રક ચાલકે અડફેટે લેતા 8 જેટલા વાહનોનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. જેમાં 7 મોટર સાયકલ અને 1 ફોર વ્હીલ કારને મોટું નુકસાન થયું હતું. આ ઘટના બાદ જહાંગીરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રક ચાલકની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.

સુરતમાં અકસ્માતમાં 8 વાહનોનુ કંચુબર

બીજી તરફ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિક યુવાનો દ્વારા પોતાના મોબાઈલમાં કંડારી લેવામાં આવ્યો હતો. જે વીડિયોમાં બેકાબુ બનેલ ટ્રક ચાલક પાર્ક કરેલા વાહનોને અડફેટમાં લેતો નજરે જોઈ શકાય છે. ઘટના દરમિયાન ઓબરબ્રિજ નીચે કેટલાક મજૂરો પણ સુતા હતા. જેનો પણ ચમત્કારીક બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી.

પોલીસે ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાનું અનુમાન છે. જો કે, સ્થાનિક લોકોનો આરોપ હતો કે, ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાથી ઘટના બની હતી. ત્યારે હાલ તો, જહાંગીરપુરા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી ટ્રક પણ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

R_GJ_05_SUR_07MAY_01_ACCIDENT_BRIDGE_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બેકાબૂ બનેલા ટ્રકના ચાલકે આઠ જેટલા વાહનોને અડફેટે લીધા હતા..સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી..જ્યારે ઘટનાના પગલે જહાંગીરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ચાલકની અટકાયત્ત કરી લીધી હતી.   જોકે ઘટનાના પગલે ટ્રકના ચાલક વિરુદ્ધ લોકો રોષ પણ ઉગ્ર જોવા મળ્યો હતો.ઘટમાના તમામ વાહનો નો કચ્ચરઘાણ વળી જતા મોટું નુકસાન પણ થયું હતું.

સુરત ના જહાંગીરપુરા રોડ પર  મોડી રાત્રે ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.જેને લઈ ત્યાં પાર્ક કરેલા વાહનો ને બેકાબુ બનેલા ટ્રક ના ચાલકે અડફેટે લેતા આઠ જેટલા વાહનો નો કચ્ચરઘાણ થઈ ગયો હતો.જેમાં સાત જેટલી મોટર સાયકલ અને એક ફોર વ્હીલ કાર ને મોટું નુકસાન થયું હતું.ઘટના બાદ જહાંગીરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ચાલકની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી.બીજી તરફ ઘટના ના પગલે સ્થાનિક લોકોનો રોષ ઉગ્ર બન્યો હતો.લોકોએ ચાલક વિરુદ્ધ પોતાનો રોષ વ્યકત કર્યો હતો.જ્યારે આ સમગ્ર ઘટના નો વીડિયો સ્થાનિક યુવાનો દ્વારા પોતાના મોબાઈલ માં કંડારી લેવામાં આવ્યો હતો.જે વીડિયો માં બેકાબુ બનેલા ટ્રક નો ચાલક પાર્ક કરેલા વાહનો ને અડફેટ માં લેતો નજરે જોઈ શકાય છે.ઘટના દરમ્યાન ઓબરબ્રિજ નીચે કેટલાક મજૂરો પણ સુતા હતા ...જેનો પણ ચમતકારીક બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી.ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાનું અનુમાન છે.જો કે સ્થાનિક લોકોના આરોપ હતા કે ચાલક નશાની હાલતમાં હોવાથી ઘટના બની હતી.ત્યારે હાલ તો જહાંગીરપુરા પોલીસે ચાલકની ધરપકડ કરી ટ્રંક પણ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે .....

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.