સુરતઃ શહેરમાં એક સાથે એક જ પરિવારના ત્રણ લોકોની હત્યાની ઘટના (Surat Triple Mudder Case) સામે આવી છે. શહેરના અમરોલી વિસ્તારમાં (Amroli area of Surat) વેદાંત ટેકસો નામના એમ્બ્રોઇડરીના કારખાનામાં મારામારીની ઘટના બની હતી. કારખાનાના માલિકે કારીગરને કામ પરથી છુટ્ટો કરી દેતા કારીગરે મળતીયાઓને બોલાવી માલિક ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં (Surat Worker Attack on Owner ) ભોગબનનારને બચાવા જતા પિતા અને મામાં બંનેઓ ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક 108 એમ્યુલેન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં ત્રણેના ટૂંકી સારવાર બાદ મોત થતા અમરોલી પોલીસનો કાફલો દોડતો થઇ ગયો હતો. હાલ આ મામલે અમરોલી પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
![Triple Mudder incident in Amroli area of Surat crime news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-tripalmadar-amroli-gj10058_25122022125329_2512f_1671953009_1038.jpg)
આ પણ વાંચોઃ પિતા વિહોણી 300 દીકરીઓના ભવ્ય લગ્નોત્સવમાં ભુપેન્દ્ર પટેલે કર્યું કન્યાદાન
કોઈ કારણસર છૂટો કરી દેતા કારીગરને ગુસ્સો આવ્યો હતોઃ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શહેરના અમરોલી વિસ્તારમાં વેદાંત ટેકસો નામના એમ્બ્રોઇડરીના કારખાનામાં જે ધનજીભાઈ ધોળકિયાનું છે, જેઓ વર્ષોથી કારખાના ચલાવે છે. ત્યાં ગતરોજ તેમના જ કારખાનાના એક કારીગરને કલ્પેશભાઈ ધોળકિયાએ કોઈ કારણસર છૂટો કરી દેતા કારીગરને ગુસ્સો આવી ગયો હતો અને તેણે પોતાના અન્ય મળતીયાઓને બોલાવી કલ્પેશભાઈ ધોળકિયા ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જોકે તે સમયે ધનજીભાઈ વાલાજીભાઈ રજોડીયા અને ધનજીભાઈ ધોળકિયા ત્યાં જ હાજર હતા. તે બંને જણા પણ કલ્પેશભાઈને બચાવા જતાં તેઓ પણ ગંભીર રીતે ઇજાગ્રત થયા હતા. ઈજાગ્રત હાલતમાં તેમને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેનું ટૂંકી સારવાર બાદ મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તે ઉપરાંત અમરોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
![Triple Mudder incident in Amroli area of Surat crime news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-tripalmadar-amroli-gj10058_25122022125329_2512f_1671953009_1034.jpg)
આ પણ વાંચોઃ CHRISTMAS 2022: જાણો શું છે નાતાલનું મહત્વ
સમગ્ર ઘટના સીસીટીવી કેદઃ સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ત્રીપલ મર્ડરની સમગ્ર ઘટના કારખાનામાં લગાવવામાં આવેલ CCTVમાં (Surat Triple Mudder Cctv) કેદ થઇ ગઈ છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, માલિક કલ્પેશભાઈ ઉપર કારીગર અને અન્ય ઈસમો દ્વારા ચાકુ વડે હુમલો કરવામાં આવે છે. ત્યારબાદ કારીગર અને અન્ય ઈસમ ભાગી જતા હોય છે અને ત્યારબાદ લોહી લુહાણ હાલતમાં કલ્પેશભાઈ તેમની પાછળ ભાગે છે, પરંતુ તેઓ નીચે ગુલાંટી ખાઈને પડી જતા હોય છે. પરિવારજનો એ હત્યારાને પકડી પાડવા માટે જાય છે. હાલ આ સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોએ તાત્કાલિક ધોરણે હત્યારાને પકડી પાડવા માટે જીદ પકડી છે. એટલું જ નહીં પરંતુ જ્યાં સુધી આ હત્યારા નહીં પકડાય ત્યાં સુધી અમે મૃતદેહનો સ્વીકાર કરીશું નહીં. જો કે હાલ આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ કરી છે.