ETV Bharat / state

Train Accident: માલગાડી રિવર્સ આવતા કાર કાગળની જેમ પડીકું થઈ ગઈ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા એક રેલવે સ્ટેશન નજીકથી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક કાર માલગાડી સાથે અથડાતા કારનો કુડચો બોલી ગયો હતો. કુડસદ રેલવે સ્ટેશનની મુખ્ય ફાટક બંધ હોવાથી કાર ચાલક ફાટક ખુલ્લે તેની રાહ જોઇને ઊભો હતો. આ દરમિયાન માલગાડીની અડફેટે કારનું કાગળની જેમ પડીકું વળી ગયું હતું. આસપાસ રહેલા લોકોએ કારમાં બેઠેલી વ્યક્તિને હેમખેમ બહાર કાઢતા જીવ બચ્યો હતું. ટ્રેન જે તરફ જઈ રહી હતી એ દિશામાં 50 મીટર સુધી કાર રમકડાની જેમ ઘસડાઈ હતી. ખાસ વાત એ છે કે આ માલગાડી રિવર્સ આવી રહી હતી જેમાં કોઈ ગાર્ડ ન હતા અને કોઈ સિગ્નલ પણ આપ્યું ન હતું.

કુડસડ રેલવે સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેનએ એક કારને અડફેટે લીધી

author img

By

Published : Apr 11, 2023, 1:10 PM IST

કુડસડ રેલવે સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેનએ એક કારને અડફેટે લીધી

સુરત: સુરત જિલ્લાના ઓલ્ડપાડ તાલુકાના કુડસદ રેલવે સ્ટેશનની મુખ્ય ફાટક બંધ હોવાથી કાર ચાલક ફાટક ખુલ્લે તેની રાહ જોઇને ઊભો હતો. એ સમયે આવી રહેલી માલગાડીએ કારને ધડાકાભેર ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. 50 મીટર સુધી ઘસડાઈને પડેલી કારને દૂર કરવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી. રેલવે વિભાગ તરફથી જ્યારે પણ ગુડ્સ ટ્રેન પસાર થાય ત્યારે સાંકળ બાંધવામાં આવે છે જ્યારે આ ઘટનામાં કોઈ પણ એવા સાધન મૂકવામાં ન આવતા સુરક્ષાનો પ્રશ્ન પણ ઉભો થાય છે. જોકે આ ઘટનામાં કારમાં બેઠેલી વ્યક્તિ બચી જતા ખરા અર્થમાં મોટી રાહત થઈ છે.

50 મીટર સુધી ઢસડી: ગુડ્સ ટ્રેનએ કારને ધડાકાભેર ટક્કર મારી કારને 50 મીટર સુધી ઢસડી હતી. જેથી કારને નુકશાન થયું હતું અને કારના ટાયર પણ ફાટી ગયા હતા.કારને ટ્રેક પરથી હટાવવા ક્રેનની મદદ લેવામાં આવી હતી. ક્રેનથી કારને ઊંચકી લેવામાં આવી હતી. બનેલી ઘટનાને લઈને લોકોના ટોળેટોળાં એકત્ર થયા હતા. જોકે કાર ચાલકનો બચાવ થયા હોવાનું જાણવા મળતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.

આ પણ વાંચો Surat Temperature : આકાશમાંથી અગનગોળા ઉતરતા હોય તેમ સુરતીઓ ગરમીમાં બોલી ઉઠે તોબા તોબા

રેલવે કોરીડોરનું કામ: ગુડ્સ ટ્રેન રિવર્સ આવી રહી હતી.સૂત્રોની વાત માનીએ તો ગુડ્સ ટ્રેન સાયણથી કીમ તરફ રિવર્સ જઈ રહી હતી. પાછલ કોઈ ગાર્ડ પર ન હતો કે કોઈ લાઈટ પણ ચાલુ ન હતી. જેના કારણે ગુડ્સ ટ્રેન આવે છે. તેનો ખ્યાલ કારના ડ્રાઈવર આવ્યો ન હતો. હાલ રેલવે કોરીડોરનું કામ ચાલી રહ્યું છે, ટેસ્ટીગ માટે ગુડ્સ ટ્રેન ટ્રેક પર ચલવામાં આવતી હોવાનું લાગી રહ્યું છે. રેલવે વિભાગ દ્વારા જ્યારે પણ ગુડ્સ ટ્રેન પસાર થાય ત્યારે સાંકળ બાંધવામાં આવે છે. જ્યારે આ ઘટનામાં કોઈ પણ આડાશ મૂકવામાં આવી ન હતી.

આ પણ વાંચો Surat Crime : સુરતમાં આધેડે બાળકીને અશ્લીલ વિડિયો બતાવી કર્યા અડપલા, પત્નીએ માર્યું મોઢા પર ચપ્પલ

ઓવરબ્રિજની કામગીરી: કીમ રેલવે ફાટક બંધ હોવાથી વાહનો કુડસદ રેલવેથી પસાર થાય છે. સુરતથી ભરૂચ વચ્ચે અતિ મહત્વ ગણાતા કીમ રેલવે ફાટક પર કીમ રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. જેને લઈને તંત્ર દ્વારા અકસ્માત થવાની સંભાવનાને લઈને કીમ રેલવે ફાટક વાહન ચાલકો માટે બંધ કરી દીધું છે. જેને લઇને હાલ લોકો વધુ ઉપયોગ નજીકમાં આવેલ કુડસદ રેલવે ફાટકનો કરી રહ્યા છે. કાર ચાલક કુલદીપ ભાઈએ જણાવ્યું હતું કે હું પીપોદરા થી કીમ જઈ રહ્યો હતો. તે દરમિયાન કુદસદ રેલવે સ્ટેશન નજીક આ બનાવ બન્યો હતો. ફાટક બંધ હોવાથી વાહનો બધ ઊભા હતા. મે પણ એક વાહનની પાછળ મારી કાર ઊભી રાખી હતી. તે દરમિયાન આ ઘટના બનવા પામી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.