લોકસભામાં ગુજરાતની 26માંથી 26 બેઠક પર ફરી ભાજપની જીત થઇ હતી. જેને લઇને કાપડ અને ડાયમંડનું હબ ગણાતા સુરતમાં જુલાઇ 2017માં જીએસટી વિરોધી આંદોલનની શરૂઆત થઈ હતી. લોકસભા ઇલેક્શનમાં તેની વિપરિત અસરની ચિંતા હતી. જોકે, મજૂરા, ઉધના, ચોર્યાસી, લિંબાયત, કરંજ અને સુરત ઉત્તર જેવી વિધાનસભાના વેપારી વર્ગે ભાજપની તરફેણમાં મત આપ્યા હતા. અને આખરે ભાજપની જંગી બહુમતી સાથે જીત થતા ઉજવણી કરી હતી.
વેપારીઓએ માર્કેટ બહાર LED સ્ક્રીન લગાવી હતી અને તેમાં જ ચુંટણીના પરીણામો નિહાળ્યા હતા અને આખરે પરિણામ જાહેર થતા વેપારીઓએ ઉત્ત્સાહમાં આવી ઉજવણી કરી હતી.