ETV Bharat / state

New System: પેપર લીકને રોકવા વીર નર્મદ યુનિવર્સિટી લાવી નવી સિસ્ટમ, OTP નાખશો તો જ ખોલી શકાશે પેપર - Veer Narmad University introduce new system

સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાના પેપર લીક થતા અટકાવવા માટે નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ સિસ્ટમને કઈ રીતે ઑપરેટ કરવામાં આવશે આવો જાણીએ.

New System: પેપર લીકને રોકવા વીર નર્મદ યુનિવર્સિટી લાવી નવી સિસ્ટમ, OTP નાખશો તો જ ખોલી શકાશે પેપર

author img

By

Published : Feb 28, 2023, 3:20 PM IST

યુનિવર્સિટીમાં આ વર્ષથી ઑનલાઈન પેપર વહેંચણીની સિસ્ટમ ચાલુ કરાઈ છે

સુરતઃ ગુજરાતમાં સતત પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ રીતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પણ છેલ્લા એક વર્ષમાં 3થી 4 વખત પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી હતી. આવી જ ઘટનાને રોકવા યુનિવર્સિટી દ્વારા નવી સિસ્ટમની શરૂઆત કરવામાં આવી છે. આ સિસ્ટમ એવી છે કે, યુનિવર્સિટીના પેપરો પરીક્ષાના કલાક પહેલા આચાર્યોને મોકલી આપવામાં આવશે. ત્યાંથી તેઓ પોતાના ફિંગર પ્રિન્ટ, ફેસ રેકોર્ડ અને ઓટીપીથી પેપર ખોલી શકશે.

આ પણ વાંચોઃ Gujarat Junior Clerk Paper Leak : ખાનગી પ્રેસની માહિતી લીક કેવી રીતે થઈ - મનીશ દોશી

અલગઅલગ કોડ અપાશેઃ તેમ જ આ પેપરની ઝેરોક્ષ કાઢી પરીક્ષા વર્ગખંડમાં મોકલવામાં આવશે. ઉપરાંત આ ઝેરોક્ષ પણ 3 જ વ્યક્તિઓ દ્વારા કાઢવામાં આવશે. અને જો ત્રણ વ્યક્તિ સિવાય અન્ય ચોથો વ્યક્તિ આવશે તો પણ તરત ખબર પડી જશે. એ ત્રણ વ્યક્તિઓના નામ પહેલાથી જ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં આપવાનું રહેશે. જો કોઈ આચાર્ય પેપરનો ફોટો પડશે તો તરત ખબર પડી જશે. કારણ કે, પેપરના પાને ખૂણામાં અલગઅલગ કરીને કોડ આપવામાં આવેલા હશે. જે કોડ તરત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગને ઈન્ફોર્મ કરશે.

યુનિવર્સિટીમાં નવી સિસ્ટમ
યુનિવર્સિટીમાં નવી સિસ્ટમ

યુનિવર્સિટીમાં આ વર્ષથી ઑનલાઈન પેપર વહેંચણીની સિસ્ટમ ચાલુ કરાઈ છેઃ આ નવી સિસ્ટમ બાબતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યુંકે, યુનિવર્સિટીમાં આ વર્ષથી ઓનલાઇન પેપર વેચણીની સિસ્ટમ ચાલુ કરી છે.જેમાં જેતે કોલેજના આચાર્યોની આખો સ્કેન કરવામાં આવશે જે થકી ઓનલાઇન પેપર ની પેહલી શ્રેણી પૂર્ણ થશે. ત્યારબાદ બીજી શ્રેણીમાં જે પરીક્ષા કો-ઑર્ડિનેટર છે. તેના ફિંગર પ્રિન્ટ સ્કેન કરવાથી તે કાર્ય પૂર્ણ થશે અને છેલ્લી શ્રેણીમાં યુનિવર્સિટીના પરીક્ષાખંડ સાથે જે મોબાઈલ નંબર એટેચ કરવામાં આવ્યો છે. તેમાં ઓટીપી આવે છે. આ નંબર નાખવાથી અંતે પેપર પીડીએફ રીતે ઓપન થાય છે અને તેને પ્રિન્ટિંગ ચાલુ થાય છે.

વિદ્યાર્થીઓ પરીક્ષા વર્ગખંડમાં બેસી જાય ત્યારબાદ જ 30 મિનિટ પેહલા જ આ સિસ્ટમ શરૂ કરાશેઃ તેમણે ઉંમેર્યું હતું કે, આ પેપર પ્રિન્ટિંગ દરમિયાન પરીક્ષા ખંડમાં આપવામાં આવેલું નામ સિસ્ટમમાં અંદર દાખલ ન થાય ત્યારે તે પેપર પ્રિન્ટિંગ અટકી જશે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ આ પેપરનો ફોટો પાડશે તો અને તે ફોટો કોઈને મોકલવામાં આવશે તો તરત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગને આ બાબતે માહિતી મળી જશે. કારણ કે, પેપરની સિસ્ટમ એવી રીતે છે કે, કયા મોબાઈલથી ફોટો પાડવામાં આવ્યો છે અને કોને મોકલવામાં આવ્યો છે. તેમ જ કયા સમયે ફોટો પાડવામાં આવ્યો છે તથા વિદ્યાર્થીઓ પરીક્ષા વર્ગખંડમાં બેસી જાય ત્યારબાદ જ 30 મિનિટ પહેલાં જ આ સિસ્ટમ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ તરફથી શરૂ કરવામાં આવશે, જેથી પેપર બહાર જવાનો કોઈ પ્રશ્નન જ નથી.

આ પણ વાંચોઃ Congress on Paper Leak Bill : પેપર લીક બિલ છટકબારીવાળું બિલ, પેપર લીકના તાર કમલમ સુધી હોવાના મોટા આક્ષેપ

આ સિસ્ટમ થકી યુનિવર્સિટીને ટ્રાન્સપોર્ટનો ખર્ચો અને પેપર પેકીંગનો ખર્ચ બચી જશેઃ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણી યુનિવર્સિટી જે વડોદરાથી શરૂ થઈને દમણ સુધી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની બોર્ડર સુધી એટલે કે, 1800 સ્ક્વેર કિલોમીટરમાં આવેલી છે. તે ઉપરાંત લક્ષ્યદ્વિપમાં પણ અમારી કૉલેજો છે. આવા સંજોગોમાં આ સિસ્ટમ આવવાના કારણે અમારો સૌથી મોટો ખર્ચ બચી જશે. જે ખર્ચ ટ્રાન્સપોર્ટનો ખર્ચ છે. પેપર પેકીંગ ખર્ચ બચી જાય છે અને ફક્ત અમારો પ્રિન્ટિંગ ખર્ચ થશે. તેમ જ સમય-તારીખ બદલાય અને પેપર ફૂટવાના પ્રશ્નો રહેતા નથી. આ રીતે આ નવી સિસ્ટમ બનાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.