સુરત સચીન જીઆઇડીસી વિસ્તારમાં (GIDC Area surat) સંજયનગ૨-3 માં શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની બાળકી રમતા રમતા ગુમ થઇ ગઇ હતી. જેનું ફાયર વિભાગ અને ડોગ સ્ક્વોડની મદદથી સંજયનગરની નજીક આવેલી ખાડીમાં કંતાનમાં લેપટાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારે હત્યાનો આક્ષેપ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શોધખોળ હાથ ધરી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના દેવરીયાના (Deoria Uttar Pradesh) વતની અને હાલ સચીન જીઆઇડીસી (GIDC Area surat) વિસ્તારમાં આવેલ સંજયનગર ત્રણમાં ચાર વર્ષ પહેલા જ મશુહુદીન અન્સારી કામની શોધમાં આવ્યા હતા. મસિહુદીન અંશારી વેલ્ડીંગનું કામ કરી પરિવાર સાથે રહે છે. તેની એકની એક દિકરી ત્રણ વર્ષિય ગોસીયા ફાતેમા શનિવારે સાંજે સંજયનગરમાં અન્ય બાળકો સાથે ઘર નજીક રમી રહી હતી. રમતા રમતા તેણી ગુમ થઇ ગઇ હતી. પરિવા૨જનોએ બાળકીની મોડીરાત સુધી તેની શોધખોળ હાથ ધરી હતી. અંતે તેની કોઇ ભાળ ન મળતા પોલીસને જાણ કરાતા સચીન પોલીસે મિસીંગ નોંધી તપાસ હાથ ધરી હતી.
તપાસડોગ સ્ક્વોડ સીસીટીવી ફૂટેજની (Scrutiny CCTV footage) તપાસ ડોગ સ્ક્વોડ તેમજ ફાયર બ્રિગેડની મદદ લઇ સંજયનગરની નજીક આવેલી ખાડીમાં તપાસ કરાઇ હતી. જ્યાં મોડીરાત્રે કંતાનમાં લપેટેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોને પોલીસ દ્વારા બાળકીનો મૃતદેહ મળ્યો હોવાની જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સચિન જીઆઇડીસી પોલીસ તરફથી જાણવા મળ્યું છે કે બાળકીનું હોસ્પિટલમાં રવિવારે મોડી સાંજ નવી સિવિલ (New Civil Surat) સુધી પીએમ કરાયું હતું. બાળકી સાથે શું થયું હતું. બાળકી કઈ રીતે ત્યાં પહોંચી આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ ની તપાસ ચાલી રહી છે.
ઝાડી ઝાંખરામાંથી ખાડી મૃતક ગોસીયા ફાતેમાના દાદા મૈનુદ્દીન અશારીએ જણાવ્યું કે, બાળકીનું કોઇએ અપહરણ કરીને હત્યા કરી નાંખી છે. સંજયનગર નજીકની ખાડીના બંને તરફ ઝાડી ઝાંખરા હોય બાળકી રમતા રમતા 200 થી 300 મીટરના અંતરે ઝાડી ઝાંખરામાંથી ખાડી સુધી પહોંચી શકે નહી. જેથી પરિવારે હત્યાનો આક્ષેપ કયો હતો. જોકે સચીન જીઆઇડીસી પોલીસ વધુ તપાસ કરી રહી છે.