ETV Bharat / state

સુરતમાં આવેલું આ ગામ 100 ટકા સોલાર પંપ સંચાલિત ગામ બન્યું - solar pump powered village

સુરત જિલ્લાના ઓલપાડમાં આવેલુ ભાંડુત ગામ હવે 100 ટકા સોલાર પંપ સંચાલિત (solar pump powered village) બની ગયું છે. પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ મૉડલને દર્શાવતી આ પહેલ સંપૂર્ણ રીતે અમલમાં છે.

સુરતમાં આવેલું આ ગામ 100 ટકા સોલાર પંપ સંચાલિત ગામ બન્યું

author img

By

Published : Oct 31, 2022, 1:35 PM IST

સુરત જિલ્લાના ઓલપાડમાં આવેલુ ભાંડુત ગામ હવે 100 ટકા સોલાર પંપ સંચાલિત (solar pump powered village) બની ગયું છે. ગામની 688 વીઘા ખેતીની જમીન પર અદાણી ફાઉન્ડેશન દ્વારા 5-એચપીના પંદર પંપની સુવિધા અપાતા જમીન સિંચાઈયુક્ત બની છે. પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ મૉડલને દર્શાવતી આ પહેલ સંપૂર્ણ રીતે અમલમાં છે.

રાજ્ય સરકારની સિંચાઈ ગ્રામ પંચાયત અને અદાણી ફાઉન્ડેશન સરકારના સિંચાઈ વિભાગના માર્ગદર્શન સાથે મળીને બે વર્ષમાં ડીઝલથી સૌર ઉર્જાથી ચાલતા પંપમાં રૂપાંતરણને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. અદાણી ફાઉન્ડેશને સૌર-પંપ અને સ્થાપનોમાં મદદ કરી તો રાજ્ય સરકારની સિંચાઈ સંબંધિત યોજનાઓને સુનિશ્ચિત કરી ખેતરોમાં સિંચાઈની પાઈપલાઈન સ્થાપિત કરવામાં ગ્રામ પંચાયત પણ મદદરૂપ બની.

ખેડૂતોના જીવનમાં પુષ્કળ લાભ ખેડૂત ડીઝલની ખરીદી ન કરીને સંપત્તિની બચત કરી રહ્યા છે. સોલાર પંપની સ્થાપનાથી ખેડૂતોના જીવનમાં પુષ્કળ લાભ થયા છે. અદાણી ફાઉન્ડેશન હંમેશા ખેડૂત સમુદાય માટે મબલખ તકો ઊભી કરવા પ્રયત્નશીલ રહે છે. જેથી તેમને નવીનતમ જ્ઞાન અને ટેકનોલોજીનો લાભ મળી રહે. આ પહેલ દ્વારા ભાંડુત ગામના 401 ખેડૂત ડીઝલની ખરીદી ન કરીને સંપત્તિની બચત કરી રહ્યા છે. એટલું જ નહીં, શ્રમ ખર્ચ અને સમયની પણ બચત કરી રહ્યા છે. સામૂહિક રીતે ડીઝલ પરની સરેરાશ વાર્ષિક બચતને જોતા ખેડૂતો અંદાજે રૂપિયા 9.13 લાખ માસિક અને વાર્ષિક રૂપિયા. 1.10 કરોડ અને રૂપિયા. 20 લાખ શ્રમ કલાકોની બચત કરી રહ્યા છે.

કલાકોની બચત દર મહિને 3000 કામકાજના કલાકો અને વાર્ષિક 36000 કલાકોની બચત થઈ છે. પહેલનો એક મોટો આડકતરો ફાયદો એ છે કે તેનાથી કેટલીક ખેતીલાયક જમીનની ઉપયોગિતા વધી છે. જે અગાઉ સિંચાઈની સુવિધાના અભાવે ઉત્પાદક ન હતી. ડીઝલથી સૌર સુધીના સંક્રમણની પર્યાવરણ પર પણ સકારાત્મક અસર પડે છે. એક ગણતરી મુજબ ડીઝલ પંપને નાબૂદ કરવાથી ગામમાંથી પ્રતિ વર્ષ 269916 KG કાર્બનનું ઉત્સર્જન દૂર થયું છે.

400 ખેડૂતોને ફાયદો 400 ખેડૂતોને ફાયદો થયો ગુજરાતના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન મુકેશ પટેલ આજે ભાંડુત ગામમાં સ્વચ્છ ઉર્જા (સોલાર વોટર પંપ) પહેલના છેલ્લા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું અને તેના સાક્ષી બન્યા.ગુજરાત સરકારના ઉર્જા, પેટ્રોકેમિકલ અને કૃષિ રાજ્ય પ્રધાન મુકેશભાઈ પટેલએ જણાવ્યુ હતું કે, “ભાંડુત ગામ ડિઝલપંપમુકત બનવાથી ગામની 688 વીઘા ખેતીની જમીનમાં ખેતી કરતા 400 ખેડૂતોને ફાયદો થયો છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા 5-એચપીના પંદર પંપની સુવિધા અપાતા જમીન સિંચાઈયુક્ત બની છે. પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ મૉડલને દર્શાવતી આ યોજના સાકાર થવાથી ખર્ચ અને સમયની બચત સાથે ખેડૂતોની આવકમાં વધારો થયો છે.

પંપ ખરીદવા માટે સક્ષમ ખેડૂતો આ પંપ ખરીદવા માટે સક્ષમ ન હતા જોકે, આ સ્ટેજ સુધી પહોંચવું કોઈ સરળ સિદ્ધિ નહોતી. અગાઉ ગ્રામજનો માટે તે ખૂબ જ પડકારજનક હતું કારણ કે સિંચાઈ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત માત્ર ત્રણ તળાવો જ હતા અને તેની આસપાસના ખેતરોમાં પાણી પહોંચાડવા માટે ખેડૂતો ડીઝલથી ચાલતા મોટર પંપનો ઉપયોગ કરતા હતા. વળી તેનાથી પુષ્કળ પ્રમાણમાં ડીઝલનો ખર્ચ, ડીઝલ મોટર અવાજ, વાયુ પ્રદૂષણમાં વધારો તેમજ સખત શ્રમ અને સમયના વેડફાટ જેવા ગેરફાયદાઓ થતા હતા. બીજી ખાટલે મોટી ખોડ એ હતી કે, બધા ખેડૂતો આ પંપ ખરીદવા માટે સક્ષમ ન હતા અને તેથી આ પંપ તેમને ભાડે લેવા પડતા જેનાથી વધુ ખર્ચો થતો હતો.

ડિઝલપંપ મારફતે સિંચાઈ 5HPના સોલાર વોટર પંપ ટૂંક સમયમાં તેઓને સમજાયું કે જ્યારે મોટા પાયે ખેતી કરવામાં ખર્ચો વધે છે. તેથી જો તેઓ ખેતીમાં સૌર-સંચાલિત સિંચાઈનો ઉપયોગ કરે તો ઓવરહેડ ખર્ચમાં ઘટાડો થઈ શકે. તેવા સમયે તેમણે હજીરા સ્થિત અદાણી ફાઉન્ડેશન પાસેથી મદદ માંગી અને ઇકો-ફ્રેન્ડલી વિકલ્પ તરીકે 5HPના સોલાર વોટર પંપ સ્થાપિત કર્યા. વર્ષે ડિઝલપંપ માટે રૂા.60,000નો ખર્ચ ઓલપાડ તાલુકાના ભાંડુત ગામના રહેવાસી ખેડુત એવા રાકેશ પટેલ તથા રસીક પટેલ બન્ને ભાઈઓ જણાવે છે કે, સૌર ઉર્જા (સોલાર વોટર પંપ)સંચાલિત થવાથી અમોને વર્ષ દહાડે હજારોની બચત થઈ છે. અમારી પાસે 10 વિધા જમીન છે. જેમાં તળાવમાંથી ડિઝલપંપ મારફતે સિંચાઈ માટે વર્ષે ડિઝલપંપ માટે રૂપિયા 60,000નો ખર્ચ થતો હતો. જે આજે સૌર ઉર્જા થવાથી શુન્ય ટકા ખર્ચ થયો છે.

કરોડોનો ફાયદો અમારા સહિત આખા ગામને કરોડોનો ફાયદો થયો હોવાની ખુશી તેમણે વ્યકત કરી હતી.મોટાભાગે રાતે અંધારામાં ખેતરે જવું પડતું હતુંગામના વિધવા મહિલા ખેડૂત એવા જ્યોત્સનાબેન હર્ષદભાઇ પટેલ જણાવ્યું કે “મારી પાસે 3 વીધા જેટલી જમીન છે પતિના મોત પછી મારા બે બાળકોના પેટ ભરવા હું જમીન ખેડું છું. સિંચાઇ માટે મારે ભાડે ડિઝલ પંપનું મશીન લેવું પડતું હતું. અને આ કારણે માટે મોટાભાગે રાતે અંધારામાં ખેતરે જવું પડતું હતું. દર મહિને મને આ કારણે 12 હજાર જેવો ખર્ચો આવતો હતો. વળી સવારના ટાઇમમાં જે ખેડૂતનું મશીન હોય તે પાણી સિંચે અને સાંજે અમારા જેવા નાના ખેડૂતોને પાણીની સિંચાઇ માટે મશીન ભાડે આપે. આ સોલર પંપ આવવાથી મારે હવે રાતે સિંચાઇ માટે જવું નથી પડતું. હવે જે રૂપિયા બચે છે, એ હું મારા બાળકના ભણતરમાં ખર્ચી શકું છું

સોલાર વોટર પંપના અનેક ફાયદાઓ કૃષિ ઇકોસિસ્ટમનું એક ઝળહળતું ઉદાહરણ સોલાર વોટર પંપના અનેક ફાયદાઓ છે. તેનાથી દૂરના વિસ્તારોમાં સિંચાઈ થઈ શકે છે; તે પર્યાવરણને અનુકૂળ છે; બળતણની કોઈ જરૂરિયાત નથી; અને તેને ન્યૂનતમ જાળવણીની જરૂર છે. આજે ભાંડુત સફળ ટકાઉ કૃષિ ઇકોસિસ્ટમનું એક ઝળહળતું ઉદાહરણ બની ગયું છે અને માટે ભારતના અનેક ગામો માટે પ્રેરણારૂપ એક મોડેલ ગામ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.