- કિમ ચોકડી પર ગોઝારો અકસ્માત
- 15 જેટલા પરપ્રાંતીય શ્રમિકો પર ડમ્પર ફરી વળ્યું
- શેલ્ટર હોમ હોત તો કદાચ મજૂરોને બચાવી શકાયા હોત
સુરત: કિમ ચોકડી પર ખુલ્લા આકાશ નીચે નિંદર માણી રહેલા 15 જેટલા પરપ્રાંતીય શ્રમિકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. પોતાના વતન છોડી સુરત રોજગાર મેળવા આવેલા સેંકડો શ્રમિકો આવી જ રીતે રોજે ઉંઘે છે, વરસાદ શિયાળા અને ગરમીના સિઝનમાં તેમની આવી સ્થિતિ જોવા મળે છે. પરંતુ આ ઘટના બાદ જાણવા મળ્યું છે કે સુરત જિલ્લામાં શ્રમિકો માટે એક પણ શેલ્ટર હોમ નથી અને આ વાતની કબૂલાત પોતે સુરત જિલ્લાના વિકાસ અધિકારીએ કરી છે.
ગુજરાત રાજ્યમાં સુરત જિલ્લામાં અનેક મિલો આવેલી છે. સુગરમિલો, ઔદ્યોગિક વિસ્તાર તેમજ નાના મોટા કડીયા અથવા મજૂરીકામ અર્થે અન્ય રાજ્યમાંથી શ્રમિકો ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આવે છે. જ્યારે સરકાર એક તરફ ગરીબો માટે મોટી મોટી વાતો કરે છે ત્યારે ગુજરાત રાજ્યમાં યુપી, બિહાર ,ઓરિસ્સા અને રાજસ્થાનથી લોકો મજૂરી કામ અર્થે અહીંયા હિજરત કરે છે. અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે મંગળવારે જે કિમ ચારસ્તા નજીક કરુણ ઘટના બની છે એમાં 15 મજૂરોના ભોગ લેવાયા છે.
સુરત જિલ્લામાં એક પણ સેલ્ટર હોમ નથી
ETV Bharat સાથેની ટેલિફોનિક ચર્ચામાં સુરત જિલ્લાના DDO હિતેશ કોયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં એક પણ શેલ્ટર હોમ નથી અને કોરાના કાળ દરમિયાન જયારે પરપ્રાંતિય પોતાના માદરે વતન ફરી રહ્યાં હતાં ત્યારે જિલ્લાના તાલુકા વાઇસ હંગામી ધોરણે સેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ કાયમી ધોરણે કોઈ શેલ્ટર હોમ નથી.
જો જિલ્લામાં સેલ્ટર હોમ હોતે તો આ 15ના જીવ ન ગયા હોત !
સુરત જિલ્લામાં હજારો શ્રમિકો કામ કરવા છે અને પોતાની રોજી રોટી કમાઈને આવી જ રીતે રસ્તાની ફૂટફાટ પર સુઈ જાય છે. આમ જ તે લોકોનું ગુજરાન ચાલે છે. શ્રમિકો માટે સરકાર મોટી મોટી વાત કરે છે, પરંતુ સુરત જિલ્લામાં એક પણ શેલ્ટર હોમ નથી. જો શેલ્ટર હોમ હોત તો આ ગટરના ઢાંકણા પર સુતેલા 15 શ્રમિકો આજે જીવિત હોત.