ETV Bharat / state

Surat News: સંજય સરાઓગી કહ્યું ભ્રષ્ટાચાર મામલે બિહારની જે સ્થિતિ રાબડીદેવીના સમયમાં હતી એ હાલત આજે છે - t Surat BJP

ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ દેશભરના અનેક રાજ્યોમાં જઈ PM મોદીના કાર્યો અને પ્રોજેક્ટ અંગે પ્રચાર પર પ્રસાર કરી રહ્યા છે. PM મોદીના કાર્યકાળને નવ વર્ષ પૂરા થતા જોરશોરથી સરકારની સિદ્ધિનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. પણ બિહારના ધારાસભ્ય સંજય સરાઓગીએ નીતીશકુમારની સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. સુરતમાં આવીને તેમણે આ વાત કહી હતી. રાબડીદેવીના સમયે જે ભ્રષ્ટાચાર થયો હતો તે જ અત્યારે જોવા મળી રહ્યો છે.

બ્રિજ પડી જવા મામલે બિહારના ભાજપના ધારાસભ્ય નીતીશકુમાર સરકારને ભ્રષ્ટાચારની ગંગોત્રી કહ્યું

author img

By

Published : Jun 7, 2023, 10:50 AM IST

બ્રિજ પડી જવા મામલે બિહારના ભાજપના ધારાસભ્ય નીતીશકુમાર સરકારને ભ્રષ્ટાચારની ગંગોત્રી કહ્યું

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને નવ વર્ષ પૂર્ણ થતા તેમના તમામ વરિષ્ઠ નેતાઓ દેશભરમાં કેન્દ્ર સરકારની સફળતાનો પ્રચાર કરી રહ્યા છે. ધારાસભ્ય સંજય સરાઓગીએ હાલની બિહાર સરકાર પર શાબ્દિક વાર કર્યા છે. લાલુ યાદવ અને તેના પરિવારે જે પંદર વર્ષ પહેલાં શાસન કર્યું હતું તે જ બિહાર હવે ફરીથી આ લોકોના હાથમાં છે. સમગ્ર બિહારમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એવું એમનું કહેવું છે.

"નીતીશકુમારની સરકાર ભ્રષ્ટાચાર માટેની ગંગોત્રી થઈ ગઈ છે. મુખ્યપ્રધાન નીતિશકુમાર સરકાર ચલાવી રહ્યા છે જ્યારે તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ છે અને તેમની પાસે પાંચ પાંચ મંત્રાલય છે.તેમની પાસે રિવ્યુ કરવા માટે પણ સમય નથી. તેજસ્વી યાદોના પરિવારે ખૂબ જ ભ્રષ્ટાચાર કર્યો છે અને ફરીથી રાબડીદેવીના સમયે જે ભ્રષ્ટાચાર થયો હતો તે જ જોવા મળી રહ્યો છે"--સંજય સરાઓગી ( ભાજપ - ધારાસભ્ય)

કંપનીને ફરીથી કામ: સંજય સરાઓગીએ વધુમાં જણાવ્યું કે જ્યારે બ્રિજનો એક ભાગ પડ્યો હતો એક વર્ષ પહેલા તે સમયે તેની તપાસ કરવામાં આવી હતી. અને ત્યારબાદ જે ખામીઓનો રિપોર્ટ આવ્યો હતો. ખામીઓ આવ્યા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ના હતી. એટલું જ નહીં આજ કંપનીને ફરીથી કામ સોંપવામાં આવી છે. આ જ કારણ છે કે ફરીથી આ રીતે ધરાસાઈ થયો છે.

ભ્રષ્ટાચારની ગંગોત્રી બિહારમાં: ધારાસભ્ય સંજય સરાઓગી દ્વારા લાલુ પ્રસાદ યાદવની સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા કહેવામાં આવ્યું હતું કે, લાલુ યાદવ અને તેના પરિવારે જે પંદર વર્ષ પહેલાં શાસન કર્યું હતું. તે જ બિહાર હવે ફરીથી આ લોકોના હાથમાં છે. સમગ્ર બિહારમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે .પંચાયતથી લઈને રાજય સ્તર ઉપર કોઈ પણ કામ લાંચ આપ્યા વગર થતું નથી.

સામાન્ય નાગરિકો હેરાન: બિહારના સામાન્ય નાગરિકો હેરાન થઈ રહ્યા છે. કયા માત્ર કાગળ પર જ દારૂબંધી છે. લાખો લિટર દારૂ પકડાઈ રહ્યો છે. આ બિહાર સરકાર રાવડિયઓ સાથે મળીને ફરીથી જંગલરાજ ચલાવી રહી છે અને એટલા માટે જ બિહારમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને ભ્રષ્ટાચારની ગંગોત્રી બિહારમાં છે. બિહારમાં સરકાર રાવડીયાઓ સાથે મળી જંગલ રાજ્ય શરૂ કરી દીધો છે આજ કારણ છે કે ત્યાં ભ્રષ્ટાચાર સતત વધી રહ્યો છે.

  1. Jayprakash Patel Join BJP : આપને મધ્ય ગુજરાતમાં ફટકો, ઉદયસિંહ ચૌહાણ અને લૂણાવાડાના અપક્ષ ઉમેદવાર જેપીએ કેસરિયાં કર્યાં
  2. Kutch Kamlam Office in Bhuj : કચ્છમાં પાટીલે રામ મંદિર મુદ્દે કોંગ્રેસને શું કહ્યું?
  3. Chhotaudepur News : હવે ભાજપના થયાં પૂર્વ કોંગ્રેસ એમએલએ ધીરુભાઇ ભીલ, છોટાઉદેપુર કોંગ્રેસને પડયો મોટો ફટકો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.