ETV Bharat / state

સુરત પોલીસ હેડક્વાર્ટરમાં 2 મહિનામાં બે વખત લાખોની ચોરી, પોલીસ બંને વખત ઊંઘતી રહી - વાયરલેસ સ્ટોરરૂમ

ગત ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ઘલુડીમાં આવેલા સુરત જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરના વાઇરલેસ રૂમને ચોરોએ નિશાન બનાવ્યું હતું. બે અલગ-અલગ સમયે લાખો રૂપિયાની ચોરી કરી પોલીસને જ પડકાર ફેંક્યો હતો. પોલીસે આ ચોરીના ગુનામાં બે આરોપીઓને ઝપડી લીધા હતા, પરંતુ એક આરોપી પોલીસને 8 માસથી ચકમો આપી રહ્યો હતો, જેને બુધવારે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે કામરેજના ખોલવડથી પકડી લીધો હતો.

સુરત પોલીસ હેડક્વાર્ટરમાં 2 મહિનામાં 2 વખત લાખોની ચોરી, પોલીસ બંને વખત ઊંઘતી રહી

author img

By

Published : Nov 4, 2020, 6:53 PM IST

  • ફેબ્રુઆરી અને માર્ચ માસમાં બે વખત કરી હતી ચોરી
  • બેટરી ચાર્જર અને એલિમેટર સહિત 1.36 લાખની ચોરી થઈ
  • અગાઉ બે આરોપી ઝડપાઈ ચૂક્યા છે

બારડોલી: સુરત જિલ્લા પોલીસના હેડ ક્વાર્ટરમાંથી ચોરી કરી પોલીસને પડકાર ફેંકનાર અને 8 મહિનાથી નાસતા ફરતા વધુ એક આરોપીને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ચોરોએ જિલ્લા પોલીસના હેડ ક્વાર્ટરને જ નિશાન બનાવી વાયરલેસ સ્ટોર રૂમમાંથી બેટરી, એલિમેટર સહિત કુલ 1.36 લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. પોલીસે આ ગુનામાં અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી. 27 ફેબ્રુઆરીએ કામરેજના ઘલુડી ખાતે આવેલા સુરત જિલ્લા પોલીસના હેડ ક્વાર્ટરના વાયરલેસ સ્ટોરરૂમનો નકૂચો તોડી અંદરથી બેટરી ચાર્જર અને બેટરી એલિમેટર 13 કિમત રૂ. 5200ની ચોરી થઈ ગઈ હતી. આ અંગે કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ત્યારબાદ બરાબર એક મહિના પછી 28 માર્ચે ફરી એક વખત વાયરલેસ સ્ટોરરૂમને નિશાન બનાવી અંદરથી બેટરી ચાર્જર અને બેટરી એલિમેટર નંગ 40 મળી કુલ રૂ. 1.36 લાખનો મુદામાલ કોઈ અજાણ્યા શખસ ચોરી કરી ગયા હતા. આ અંગે પણ કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પોલીસે અગાઉ રાહુલ ગોપાલભાઈ પટણી તથા શિવાભાઈ ઉર્ફે કાણિયો ધરમસીંગ વાસફોડિયાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક આરોપી સંજય ઉર્ફે મચ્છર મનુ સોલંકી નાસતો ફરતો હતો.

ખોલવડ નજીકથી કરી ધરપકડ

સુરત જિલ્લા એલસીબીની ટીમને નાસતા ફરતા આરોપીઓની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઘલુડી હેડ ક્વાર્ટરમાં ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી સંજય ઉર્ફે મચ્છર મનુ સોલંકી (રહે કામરેજ ચાર રસ્તા, ગુરુકૃપા સોસાયટી, મૂળ રહે, મેશરાગામ, તા. બેચરાજી, જી. મહેસાણા) કામરેજ તાલુકાના ખોલવડ ખેતીવાડી ફાર્મ પાસે આવવાનો છે અને કોઈ ગુનો કરવાની ફિરાકમાં છે. જે બાતમીના આધારે પોલીસે ખેતીવાડી ફાર્મ પાસે વોચ ગોઠવી તેને પકડી લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.