ETV Bharat / state

ગેંગ્સ ઓફ સરદારની યુવતીઓએ બારડોલી સત્યાગ્રહને વારલી ચિત્રમાં કંડાર્યો - વારલી પેઇન્ટિંગ્ઝ

બારડોલીમાં ગેંગ્સ ઓફ સરદારની 6 યુવતીઓ દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પવા માટે એક અનોખી રીત અપનાવવામાં આવી હતી. યુવતીઓએ ત્રણ કલાકમાં ત્રણસો ચોરસ ફૂટ દીવાલ પર બારડોલી સત્યાગ્રહની થીમ પર ચિત્ર દોરી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હોવાનું દાવો કર્યો છે.

ગેંગ્સ ઓફ સરદારની યુવતીઓએ બારડોલી સત્યાગ્રહને વારલી ચિત્રમાં કંડાર્યો

author img

By

Published : Oct 31, 2020, 7:01 PM IST

  • ત્રણ કલાકમાં ત્રણસો ફૂટ વારલી ચિત્ર દોરી સરદારને શ્રદ્ધાંજલિ અર્પી
  • બારડોલી સત્યાગ્રહની થીમ પર દોર્યું ચિત્ર
  • દુનિયાની જૂની આદિવાસી ચિત્રકલાને પ્રોત્સાહન આપવાનો પણ હેતુ

    બારડોલી : સરદારની કર્મભૂમિ બારડોલીમાં સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે ગેંગ્સ ઓફ સરદાર ગ્રૂપની યુવતીઓએ અનોખી રીતે સરદાર પટેલને યાદ કર્યા હતા. ગ્રૂપની 6 યુવતીઓએ ત્રણસો ચોરસ ફૂટની દીવાલ પર 3 કલાકમાં બારડોલી સત્યાગ્રહ થીમ પર વારલી ચિત્ર દોરી સરદારને શ્રદ્ધાંજલિ અર્પી હતી. યુવતીઓએ આ એક રેકોર્ડ હોવાનો દાવો કરી ઈન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવાની કાર્યવાહી શરૂ કરી છે.
    સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પવા માટે એક અનોખી રીત અપનાવવામાં આવી

  • બારડોલીના અનેક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એવા સાગર ઠાકરના માર્ગદર્શનમાં યોજાયેલ અનોખી શ્રદ્ધાંજલિમાં મિત્તલ પટેલ, સ્વાતિ ઠાકર, ચેતના પટેલ, વિભૂતિ પટેલ, ક્રિષ્ના પટેલ અને શર્મિષ્ઠા મહેતાએ ભાગ લીધો હતો. તેમણે સરદાર જયંતિ નિમિત્તે બારડોલીના ગાંધી રોડ પર આવેલ વામદોત હાઈસ્કૂલની કમ્પાઉન્ડ વોલ પર 300 ચોરસ ફૂટનું વારલી ચિત્રકળા માત્ર ત્રણ કલાકમાં પૂર્ણ કરી હતી. યુવતીએ આ વિશ્વની સૌથી જૂની આદિવાસી ચિત્રકળાને પ્રોત્સાહન આપવાના હેતુથી બારડોલી સત્યાગ્રહની થીમ પર ચિત્રો દોરવામાં આવ્યાં હતાં.
    ત્રણ કલાકમાં ત્રણસો ચોરસ ફૂટ દીવાલ પર બારડોલી સત્યાગ્રહની થીમ પર વારલી ચિત્ર
  • ચિત્રમાં બારડોલી સત્યાગ્રહની થીમ દર્શાવવામાં આવી
  • ચિત્રમાં ખેડૂતો, ખેતી, ઉપરાંત આદિવાસી ઝૂપડાં અને સ્વરાજ આશ્રમ પણ દર્શાવવામાં આવ્યો છે. ગેંગ્સ ઓફ સરદારની સભ્ય સ્વાતિ ઠાકરે જણાવ્યુ હતું કે, બારડોલી સત્યાગ્રહની થીમ પર વારલી પેંટિંગ કરી સરદારને શ્રદ્ધાંજલિ આપવાની સાથે અમે એક રેકોર્ડ પણ કાયમ કર્યો છે. તેમણે દાવો કર્યો કે, અગાઉ ત્રણ કલાકમાં 124 ચોરસ ફૂટનો રેકોર્ડ હતો તેને તોડી અમે 3 કલાકમાં 300 ફૂટનો રેકોર્ડ કર્યો છે. આ રેકોર્ડ દ્વારા દેશની તમામ મહિલાઓને પોતાનામાં રહેલી શક્તિઓને ઉજાગર કરી સમાજમાં પોતાનું એક સ્થાન મેળવવાનો સંદેશો પાઠવવાનો પણ ઉદ્દેશ રહેલો છે. આ પ્રસંગે બારડોલીના ધારાસભ્ય અને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વર પરમાર પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને રેકોર્ડ કરવા જઇ રહેલી યુવતીઓને શુભેચ્છા પાઠવી હતી. મંત્રીએ પણ વારલી પેંઇટિંગ પર પોતાનો હાથ અજમાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.