સુરત : પાંડેસરાના શાંતા નગર સોસાયટીમાં હજારોની સંખ્યામાં એકઠા થયેલા ઓડિશાવાસી શ્રમિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. શ્રમિકોએ આક્ષેપ કર્યા હતો કે એજન્ટને ટિકિટના રૂપિયા આપવા છતાં હજુ સુધી વતન જવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી નથી. અન્ય ઓડિશાવાસી શ્રમિકોને ટ્રેન દ્વારા વતન મોકલવામાં આવી રહ્યા છે. જ્યાં અહીંના શ્રમિકોએ ટિકિટના રૂપિયા ચૂકવવા છતાં વ્યવસ્થા કરવામાં આવી નથી.
હજારોની સંખ્યામાં એકઠા થયેલા શ્રમિકોને લઈ અહીં સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડયા હતા. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ના છૂટકે સમાજના આગેવાનોની વચ્ચે પાડવાની ફરજ પડી હતી. આ તકે સમાજના આગેવાનોએ આશ્વાસન આપતા આખરે મામલો શાંત પડ્યો હતો. જ્યાં તમામ શ્રમિકો પરત પોતાના ઘરમાં રવાના થયા હતા.