ETV Bharat / state

Rape case: માસ્ક અંગે મેમોની ધમકી આપી પલસાણાના પોલીસકર્મીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

પલસાણા પોલીસમથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ માસ્ક નહીં પહેરવા બદલ એક મહિલાને મેમોની ધમકી આપ્યા બાદ પોલીસ સ્ટેશન લઈ જવાના બહાને ગાડીમાં બેસાડી દુષ્કર્મ (Rape) આચર્યું હતું. આ અંગે મહિલાએ કે વર્ષ બાદ પલસાણા પોલીસમથકમાં ફરિયાદ ( Rape case ) નોંધાવી હતી. બીજી તરફ પોલીસકર્મીની પત્નીએ પણ બારડોલી પોલીસ મથકમાં મહિલા અને તેના પતિ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરી છે.

માસ્ક અંગે મેમોની ધમકી આપી પલસાણાના પોલીસકર્મીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

author img

By

Published : Jun 15, 2021, 7:04 PM IST

Updated : Jun 16, 2021, 3:38 PM IST

  • મહિલાના અશ્લીલ ફોટો લીધા બાદ એક વર્ષથી બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ આચરતો હતો
  • સામે પક્ષે પોલીસકર્મીની પત્નીએ પણ મહિલા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી
  • જબરજસ્તી ગર્ભપાત પણ કરાવ્યો હોવાનો આરોપ

    બારડોલી : સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલે ગત 2020ના એપ્રિલ માસ દરમિયાન એક 33 વર્ષીય પરિણીતાને માસ્ક નહીં પહેરવા બાબતે મેમો આપવાની ધમકી આપી મહિલાને પોતાની કારમાં બેસાડીને દુષ્કર્મ ( Rape case ) આચર્યા બાદ મહિલાના અશ્લીલ ફોટા મોબાઇલમાં લઈ લીધાં હતાં. ત્યારબાદ અવારનવાર મહિલાને ફોટો બતાવી બ્લેકમેલ કરી ( Rape ) કરી ગર્ભવતી બનાવી દીધી હતી અને મહિલા પાસે બળજબરી ગર્ભપાત કરાવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં આખરે મહિલાએ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ચકચાર મચી ગઈ છે.

    લોકડાઉન દરમ્યાન માસ્ક ન પહરેલી મહિલાને અટકાવી હતી

    સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનમાં ગત વર્ષ 2020ના એપ્રિલ માસમાં ફરજ બજાવતા અને હાલ સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ મથકમાં નોકરી કરતાં પોલીસ કોન્સ્ટેબલ નરેશ કાપડિયાએ ગત વર્ષે એપ્રિલ માસમાં કોવિડ-19 બીમારીના અનુસંધાનમાં લોકડાઉન દરમિયાન પલસાણા ખાતે ફરજ પર હાજર હતાં. ત્યારે પલસાણાની એક સોસાયટીમાં રહેતી 33 વર્ષીય મહિલા દૂધ લેવા માટે સોસાયટીની બહાર નીકળી હતી. તે સમયે તેણે માસ્ક પહેરેલું ન હતું જેથી નરેશ કાપડિયાએ મહિલાને અટકાવી જણાવ્યુ હતું કે, તમારે દંડ ભરવો પડશે અને પલસાણા પોલીસ મથકમાં આવવું પડશે તેમ કહી મહિલાને જબરજસ્તી ફોર વ્હીલ ગાડીમાં બેસાડી પલસાણાથી નવસારી રોડ પર લઈ ગયો હતો.

    મોઢા પર સ્પ્રે છાંટી શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો આરોપ

    મોઢા ઉપર સ્પ્રે છાંટી મહિલાને બેભાન કર્યા બાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ મહિલાના અશ્લીલ ફોટા મોબાઇલમાં લઈ લીધા બાદ રાત્રિના 11 વાગ્યાના અરસામાં મહિલાને સોસાયટીના ગેટ પર ઉતારી ગયો હતો. બીજા દિવસે નરેશ મહિલાના ઘરે પહોંચ્યો હતો અને તેના ફોટા બતાવી જણાવ્યું હતું કે, તું કોઈને વાત કરશે તો ફોટા વાઇરલ કરી દઇશ. તારા પતિને જાનથી મારી નાખીશ અથવા તો ખોટા કેસમાં ફસાવી દઇશ.

આ પણ વાંચોઃ લૂટેરી દુલ્હન બાદ લૂટેરા દુલ્હાનો કિસ્સો આવ્યો સામેઃ લગ્ન બાદ મહિલાના દાગીના-રૂપિયા લઇ પતિ ફરાર

મહિલા વતન ગઈ તો ધમકી આપી પરત બોલાવી લીધી

ત્યાર બાદ વારંવાર ભૂતપોરના એક ફાર્મ હાઉસ તેમજ પલસાણા વિસ્તારની કાઠિયાવાડી હોટલ પર લઈ ગયા બાદ મહિલાને કેફી પીણું પીવડાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. આ દરમિયાન મહિલા ગર્ભવતી પણ થઈ હતી. જો કે નરેશને જાણ કરતાં તેણે બળજબરી દવા પીવડાવી મહિલાનો ગર્ભપાત કરાવ્યો હતો. વર્ષ 2021ના એપ્રિલ માસમાં મહિલા સામાજિક પ્રસંગ માટે વતનમાં ગઈ હતી ત્યારે નરેશે ફોન કરી ધમકી આપી હતી કે, ગામ કેમ ગઈ? વહેલી પરત આવી જા. મહિલા એક માસ બાદ પરત ફરતા નરેશ મહિલાને ભૂતપોર નજીક બારડોલી રોડ પર શેરડીના ખેતરમાં લઈ જઇ ધમકાવી હતી. છેલ્લાં એક વર્ષથી આ પ્રકારનો ત્રાસ આપતો હોય જેથી મહિલાએ ત્રાસી જઇ ઘરે પરત ફર્યા બાદ આખરે સમગ્ર પ્રકરણ અંગે પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસકર્મીની પત્નીએ મહિલા અને તેના પતિ વિરુદ્ધ બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી

પોલીસકર્મી નરેશ કાપડિયાની પત્નીએ બારડોલી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો આરોપ લગાવનાર પલસાણાની મહિલા અને તેના પતિ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેમાં મહિલા પોલીસકર્મી પર પ્રેમસંબંધ રાખવા દબાણ કરતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં મહિલા અને તેનો પતિ પોલીસકર્મીના ઘરે પહોંચી જો સંબંધ નહીં રાખે તો ( Rape case ) અને છેડતીની ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશ: નરસિંહપુરમાં સગીરા પર દુષ્કર્મ અને હત્યા કરનાર આરોપીની અમદાવાદથી કરાઇ ધરપકડ

Last Updated : Jun 16, 2021, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.