- 17 માંથી 8 બેઠક પર બિનહરીફ ચૂંટાયા, 9 મી પર થયું મતદાન
- મતગણતરી પર હાઇકોર્ટની રોક
- 9 બેઠકો માટે 12 ઝોનમાં મતદાન થયું
સુરતઃ જિલ્લાના બારડોલીની ચલથાણ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની શુક્રવારના રોજ યોજાયેલી ચૂંટણી યોજાઇ હતી જેમા 71.03 ટકા મતદાન થયું હતું. જેમાં કુલ 17 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરીફ થઈ હતી. જ્યારે 9 બેઠકો માટે 12 ઝોનમાં મતદાન થયું હતું. મતદારોએ કુલ 4794 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
બારડોલી ચલથાણ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી શુક્રવારના રોજ યોજાઇ હતી. જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કુલ 71.03 ટકા મતદાન થયું હતું. કુલ 17 માંથી 8 બેઠકો બિનહરીફ થઈ હતી. જે વર્તમાન પ્રમુખ કેતન પટેલની સહકાર પેનલના ઉમેદવારો છે. કેતન પટેલની સહકાર પેનલની સામે પરિવર્તન પેનલ મેદાનમાં ઉતરી હતી. જ્યારે એક અપક્ષ ઉમેદવાર છે. કુલ 9 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ચૂંટણીમાં કુલ 6784 મતદારોમાંથી 4794 મતદારોએ 12 ઝોનમાં મતદાન કર્યું હતું. કુલ 182 ગામના સભાસદોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સપન્ન થઈ હતી.
બીજી તરફ ગુજરાત હાઇકોર્ટ દ્વારા મઢી અને મહુવા બાદ બારડોલી અને ચલથાણ સુગર ફેક્ટરીની મત ગણતરી પર પણ રોક લગાવી હોવાનુ જાણવા મળ્યું હતુ.
ઝોન | કુલ મતદાર | થયેલા મતદાનનો આંક |
બલેશ્વર | 745 | 541 |
બગુમરા | 484 | 378 |
કરણ | 711 | 584 |
મોતા | 459 | 312 |
સેવણી | 408 | 307 |
ઉભેળ | 410 | 275 |
સણીયા હેમાદ | 523 | 388 |
કુંભારીઆ | 570 | 414 |
વાવ | 694 | 426 |
મોહણી | 411 | 239 |
દિગસ | 434 | 245 |
કુલ | 6749 | 4794 |