જ્વેલરીમાં હીરાની ચમક ઝાંખી થવા લાગી છે, જેમ્સ એન્ડ જ્વેલરી સાથે સંકળાયેલા ઉદ્યોગકારો માટે છેલ્લા એક વર્ષથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. GST આવ્યા બાદ અનેક સ્તરે જ્વેલરીમાં લાગતા કર સહિત બેન્કિંગ ફાઇનાન્સની જટિલતાઓના કારણે જ્વેલરી ઉદ્યોગના એક્સપોર્ટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે વિશ્વની મહાશક્તિ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોર ઉદ્યોગકારો માટે માથાનો દુખાવો બની ગયો છે. છેલ્લા કેટલાક સમયથી GSTને કારણે ઉદ્યોગને ફટકો પડી રહ્યો છે, ત્યારે ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ઈમ્પોર્ટ ડ્યુટીને લઈ ટ્રેડવોરને જોઈ જ્વેલરી ઉદ્યોગકારો વેટ એન્ડ વોચની સ્થિતિમાં મુકાયા છે.
જ્વેલરી સાથે સંકળાયેલા ઉદ્યોગકારોનું માનીએ તો, વર્ષ 2018ની સરખામણીમાં વર્ષ 2019માં આવેલી ઉત્પાદનમાં 8.77 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે કટિંગ અને પોલીસિંગ ક્ષેત્રમાં 18 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની પાછળ ઉદ્યોગકારનો માની રહ્યા છે કે સૅમસંગ ગેલેરી ઉદ્યોગમાં તો અવિશ્વાસ છેલ્લા બે વર્ષ પહેલા જોવા મળ્યો હતો ત્યારબાદ બેન્કોએ પોતાના 20 થી 25 ટકા જેટલી ફેસિલિટી પરત લઈ લીધી છે. જેની સીધી અસર વર્કિંગ કેપિટલ પર પડી છે. આ સાથે GSTમાં લેબર ઉપર 5 ટકા સર્ટિફિકેટ ઉપર 18 ટકા અને બેન્કિંગ ચાર્જેશ ઉપર 18 ટકા જીએસટી મુકતા ઉદ્યોગકારોને સ્થિતિ કફોડી બની ગઈ છે.
જેમ્સ એન્ડ જ્વેલરી માટે છેલ્લા બે વર્ષથી GST અને બેન્કિંગ ફાઇનાન્સના નિયમોના કારણે સ્થિતિ સર્જાઈ છે. તેમાં પણ હવે વૈશ્વિક ટ્રેડવોરના લીધે વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે હવે ઉદ્યોગકારો રાહ જોઈને બેઠા છે કે અમેરિકા અને ચીન વચ્ચે જે પણ ટ્રેડ વોર ચાલી રહ્યું છે તે પૂર્ણ થાય જેથી તેઓ ફરીથી એક વખત વગર કોઈ જોખમે વેપાર શરૂ કરી શકે.