ETV Bharat / state

આખરે માતાની ગોદમાં પહોંચ્યા વિખુટા બાળ દીપડા, જૂઓ વીડિયો...

સુરત શહેરના માંડવીમાં વન વિભાગની ઉત્કૃષ્ટ (Mandvi Forest Department )કામગીરી કરી હતી. વન વિભાગે ખેતર માંથી મળી આવેલા 3 દીપડીના બચ્ચાંનું માતા સાથે પુનઃમિલન કરાવ્યું હતું. મિલનના દ્રશ્યો કેમેરામાં કેદ થયા.

author img

By

Published : Apr 30, 2022, 3:57 PM IST

આખરે માતાની ગોદમાં પહોંચ્યા વિખુટા બાળ દીપડા, દ્રશ્યો થયા કેમેરામાં કેદ

સુરત માંડવી વન વિભાગની પ્રસંનીય કામગીરી સામે આવી છે. માતાથી વિખુટા પડેલા દીપડીના 3 બચ્ચાંનું માતા સાથે પુનઃ મિલન કરાવવામાં માંડવી વન વિભાગની ટીમને સફળતા મળી છે. માંડવી દક્ષિણ રેંજના કાર્યવિસ્તારમાં આવેલ ખોડાંબા 2 રાઉન્ડની પાતલ બીટ વિસ્તારમાં પાતલ ગામે રહેતા જશવંત ડાહયા ગામીત તેઓ સવારના 7 વાગ્યાના આસપાસ પોતાના ખેતરમાં કામ અર્થે(reunion of two cubs of Leopard) ગયા હતા. ખેતરને બાજુમાં આવેલ કોતરમાં દીપડીના બે બચ્ચાં જોવા મળતા તેમણે સુરત વન વિભાગની માંડવી દક્ષિણ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસર ઉપેન્દ્રસિંહ રાઉલજીને ટેલીફોનીક જાણ કરી હતી.

માતા સાથે પુનઃમિલન

આ પણ વાંચોઃ મધર્સ ડે પહેલા તાપી વન વિભાગે માતા દીપડી સાથે બચ્ચાનું પુનઃ મિલન કરાવ્યું

દીપડાના બચ્ચાંનું મિલન - આ ઘટનાની જાણ થતાં ફોરેસ્ટર ઉપેન્દ્રસિંહ રાઉલજીએ ખોડાંબા 2 રાઉન્ડના ફોરેસ્ટર નેહાબહેન આઈ. ચૌધરી, નિલમબહેન એ. ચૌધરી, બીટગાર્ડ કાલીબેલ તથા રોજમદારો સાથે તાત્કાલિક સ્થળ (Mandvi Forest Department )પર પહોચી જઈ સ્થળ તપાસ કરી હતી અને દીપડીના બચ્ચાંનો કબજો લઈ ખોડાંબા હેડકવાર્ટરમાં રાખવામાં આવ્યા હતા. ખેતર માંથી મળી આવેલ દીપડાના બચ્ચાંની ઉંમર 3 માસ જણાય (success of the forest department)હતી. માંડવી દક્ષિણ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસર ઉપેન્દ્રસિંહ ડી. રાઉલજી ના માર્ગદર્શન હેઠળ દિપડીના બચ્ચાં જે સ્થળ પરથી મળી આવ્યા હતા એ સ્થળ પર CCTV કેમેરા ગોઠવી બચ્ચાંને બાસ્કેટમાં મુકી તેની માતા સાથે પુનઃ મિલન કરાવવાની (Unique operation of forest department)કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ વિખૂટા પડેલા બે ભાઈઓનું 74 વર્ષ બાદ કરતારપુર સાહિબ કોરિડોરમાં થયું મિલન, ભેટીને ખૂબ રડ્યા

બચ્ચાનું માતા સાથે મિલનના દ્રશ્યો થયા CCTV કેમેરામાં કેદ - વન વિભાગની ટીમે જે સ્થળ ઉપરથી દીપડીના બચ્ચાં મળી આવ્યા હતા તે જ સ્થળ ઉપર એક પ્લાસ્ટિકના બાસ્કેટમાં ત્રણેય દીપડીના બચ્ચાંને મુકવામાં આવ્યા હતા. ઘટનાને કેદ કરવા માટે વન વિભાગની ટીમે અલગ અલગ જગ્યા ઉપર CCTV ટ્રેપ કેમેરા ગોઠવ્યા હતા. ત્યારે રાત્રીના સમયે બચ્ચાંની શોધમાં દીપડી ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બાસ્કેટમાં મુકેલ ત્રણેય બચ્ચાંઓ સાથે દીપડી CCTV કેમેરામાં જોવા મળી હતી. વન વિભાગના અથાગ પ્રયત્નો બાદ માતાથી વિખુટા પડેલા દીપડીના બચ્ચાંની માતા સાથે ફરી પુનઃ મિલન થયું હતું. વન વિભાગની આવી કામગીરીની લોકોએ ખૂબ પ્રશંસા કરી તેને બિરદાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.