ETV Bharat / state

દિકરીઓના છાત્રાલયોના નિર્માણ માટે રાજય સરકાર રાહતદરે જમીન ફાળવશે: રૂપાણી

author img

By

Published : Dec 3, 2019, 3:08 AM IST

સુરત: શહેરના ગોડાદરા ખાતે આહીર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજીત 27માં સમૂહલગ્ન સમારોહમાં 297 નવયુગલોને મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીએ આર્શીવચન આપતા જણાવ્‍યું હતું કે, પ્રભુતામાં પગલા પાડનારા નવદંપતિઓ લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુખે સુખી થઈને સધિયારો આપી જીવન ઉજળુ બનાવે તેવી શુભકાનાઓ પાઠવી હતી.

સુરત
etv bharat

આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજીત 27માં સમૂહલગ્ન સમારોહમાં 297 નવયુગલોને આર્શીવચન આપવા પહોંચેલા મુખ્‍યપ્રધાન કહ્યું કે, આહિર સમાજની દિકરીઓના અભ્યાસ માટે અમદાવાદ ખાતે જમીન ફાળવવામાં આવી છે. તેવી જ રીતે દરેક સમાજની દિકરીઓ ભણીગણીને આગળ વધે તે માટે રાજય સરકાર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચારેય મહાનગરોમાં રાહતદરે છાત્રાલયોના નિર્માણ માટે જમીનો ફાળવશે.

દિકરીઓના છાત્રાલયોના નિર્માણ માટે રાજય સરકાર રાહતદરે જમીન ફાળવશે

વડાપ્રધાન નરેન્‍દ્રમોદીના સંકલ્‍પ સમા 'ફિટ ઈન્‍ડિયા' અને 'સ્વચ્છતા અભિયાન'ને આહિર સમાજે સમૂહલગ્ન સાથે જોડીને ઉમદા કાર્ય કરવા બદલ સમાજના મોભીઓને અભિનંદન પાઠવ્યા હતા. સમૂહલગ્નના માધ્યમથી બે કુટુંબો, પરિવારો એકબીજાની નજીક આવીને સમાજને એક તાતણે બાંધવાનું ભગીરથ કાર્ય થાય છે. આજના સમયમાં સામાન્ય સમાજના લોકોને પોતાના દિકરા-દિકરીઓને પરણાવવાની ચિંતા રહેતી હોય છે. ત્યારે આવા સમાજના સમૂહલગ્નો થકી માતા-પિતાની ચિંતામુકત થતી હોય છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આહિર સમાજ તેના શૌર્ય, વચન પાલન, વીરતા અને પરાક્રમ સમાજની ઓળખ છે. જે ઓળખને આજની યુવા પેઢી આગળ વધારે તેવી હિમાયત તેમણે કરી હતી. તેમજ સમૂહલગ્નમાં જોડાનાર નવદંપતિઓને કુંવરબાઈનું મામેરૂ અને સાતફેરા સમૂહલગ્ન જેવી રાજય સરકારની યોજનાઓ થકી સહાય કરવામાં આવે છે.

Intro:સુરતઃ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ સૂરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહીર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજીત 27માં સમૂહલગ્ન સમારોહમાં 297 નવયુગલોને આર્શીવચન આપતા જણાવ્‍યું હતું કે, પ્રભુતામાં પગલા પાડનારા નવદંપતિઓ લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુખે સુખી થઈને સધિયારો આપી જીવન ઉજળુ બનાવે તેવી શુભકાનાઓ પાઠવી હતી. આજના સમયમાં સામાન્ય સમાજના લોકોને પોતાના દિકરા-દીકરીઓને પરણાવવાની ચિંતા રહેતી હોય છે ત્યારે આવા સમાજના આગેવાનો સમૂહલગ્નોથકી માતા-પિતાની ચિંતામુકત થતી હોય છે જે અભિનંદનીય હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું.

Body:રાજય સરકાર દીકરીઓ અભ્યાસ માટે કૃતનિશ્વયી છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આહિર સમાજની દીકરીઓના અભ્યાસ માટે અમદાવાદ ખાતે જમીન ફાળવવામાં આવી છે. તેવી જ રીતે દરેક સમાજની દીકરીઓ ભણીગણીને આગળ વધે તે માટે રાજય સરકાર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચારેય મહાનગરોમાં રાહતદરે છાત્રાલયોના નિર્માણ માટે જમીનો ફાળવશે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના સંકલ્‍પ સમા ‘ફિટ ઈન્‍ડિયા' અને સ્વચ્છતા અભિયાનને આહિર સમાજે સમૂહલગ્ન સાથે જોડીને ઉમદા કાર્ય કરવા બદલ સમાજના મોભીઓને અભિનંદન પાઠવ્યા હતા.સમૂહલગ્નના માધ્યમથી બે કુટુંબો, પરિવારો એકબીજાની નજીક આવીને સમાજને એક તાતણે બાંધવાનું ભગીરથ કાર્ય થતું હોવાનું જણાવતા મુખ્યમંત્રીએ નવદંપતિઓ વ્યકિતમાંથી સમષ્ટિ બનવાની દિશામાં આગળ વધે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

Conclusion:મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આહિર સમાજ તેના શૌર્ય, વચન પાલન, વીરતા અને પરાક્રમએ સમાજની ઓળખ છે જે ઓળખને આજની યુવા પેઢી આગળ વધારે તેવી હિમાયત તેમણે કરી હતી. સમૂહલગ્નમાં જોડાનાર નવદંપતિઓને કુંવરભાઈનું મામેરૂ અને સાતફેરા સમૂહલગ્ન જેવી રાજય સરકારની યોજનાઓથકી સહાય કરવામાં આવે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.