સુરત: કોરોના વાઇરસના કારણે બે માસથી વધુ સમય ચાલેલા લોકડાઉનનો સદુપયોગ કરી સુરતના એક આર્ટિસ્ટ દ્વારા 57 જેટલી અદભૂત પેઇન્ટિગ તૈયાર કરવામાં આવી છે. જે પેઇન્ટિગનું આગામી દિવસોમાં એક્ઝિબિશન કરી તેમાંથી જે આવક થશે તે સંપૂર્ણ આવક દેશ સેવા માટે મુખ્યમંત્રી રાહતફંડમાં આપવામાં આવશે. જો કે લોકડાઉનને કારણે આર્ટિસ્ટને મદદરૂપ થતી દીકરીની શાળામાંથી નોકરી છૂટી જવા છતાં હજી પણ તેઓ દેશસેવા માટે મક્કમ મનોબળ ધરાવી રહ્યા છે.
જે પેઇન્ટિંગમાંથી આવક થશે તે આવકને કોરોનાની વૈશ્વિક મહામારીને લઈ મુખ્યમંત્રી રાહતફંડમાં આપશે. લોકડાઉન દરમિયાન પુત્ર દેવાના ઓઠા હેઠળ દબાઈ ગયો છે. આ વચ્ચે છેલ્લા આઠ વર્ષથી ખાનગી શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવતી અને પિતાને મદદરૂપ બનતી દીકરીની પણ નોકરી ચાલી જતા પરિવાર આર્થિક સંકટમાં મુકાયું છે. તેમ છતાં પણ પરિવારે હિંમત નથી હારી અને દેશસેવામાં પોતાનું યોગદાન આપવા તૈયારી બતાવી છે. આ અગાઉ આર્ટિસ્ટનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું છે.