સુરત : સુરતના ઈન્ડોર સ્ટેડીયમ ખાતે નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2022નું (National Powerlifting Championship 2022) આયોજન કરવામાં આવ્યું હતું. આ નેશનલ પાવર લિફ્ટિંગમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓએ ભાગ લીધો હતો. આ પાવર લિફ્ટિંગ અલગ-અલગ કેટેગરીમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ વખત ટ્રાન્સજેન્ડરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ આયોજનમાં સુરતની આંચલ જરીવાલાએ 50 કિલોની વેટની ઉમેદવારી નોંધાવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રણ ગોલ્ડ મેડલ મેળવી ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન બની સુરતનું ગૌરવ વધાર્યું હતું.
આ પણ વાંચો : Transgender Education in BAOU: ગુજરાતમાં સૌથી વધુ 72 જેટલા ટ્રાન્સજેન્ડર અહીં કરી રહ્યા છે અભ્યાસ
"મને મારી મહેનતના કારણે મેડલ મેળવ્યા" - આંચલ જરીવાલાએ જણાવ્યું હતું કે, મને ઉત્સાહ તો ખુબ જ હતો. સતત એક વર્ષ પ્રેક્ટિસ કરી રહી હતી. મારા જીમના કોચે મને કહ્યું કે, તમે પણ આ નેશનલ પાવરલિફ્ટિંગમાં ભાગ લો અને મેં આમાં ભાગ લીધો મને ખુબ જ આનંદ થયો. કારણ કે આ ગેમમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ (Jariwala Transgender from Surat) કરવામાં આવતો નથી બધા એકસરખા છે. ખૂબ જ સન્માન આપવામાં આવે છે. તેથી મેં આ પાવર લિફ્ટિંગમાં ભાગ લીધો હતો. મને મારા મહેનતના કારણે ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. નારીશક્તિ અમે એક તેમના જ સ્વરૂપમાં છીએ. મેં મારી કમજોરીને મારી તાકાત બનાવી છે. સ્પોર્ટમાં ભાગ લીધો મહેનત કરી અને અત્યારે ત્રણ ગોલ્ડ મેડલ મેળવી તમારી સમક્ષ ઊભી છું.
આ પણ વાંચો : National Powerlifting Championship : પ્રથમવાર ટ્રાન્સજેન્ડર કેટેગરી સુરતની જરીવાલા કેટેગરીમાં ઉભી કરશે ઓળખ
300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો - હું ગુજરાત સ્પોર્ટ્સ પાવર લિફ્ટિંગ એસોસિયેશનમાં જનરલ સેક્રેટરી જણાવ્યું કે, જે ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડ્રેઝમ દ્વારા નેશનલ પાવર લિફ્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ગુજરાત સ્પોર્ટ્સ પવાર લિફ્ટિંગ સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજન કર્યું હતું. આ નેશનલ પાવર લિફ્ટિંગમાં 300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં એક નવી કેટેગરી છે ટ્રન્સજેગદર (Transgender Category in Sports) પરફોમસ કર્યું અને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.