સુરતઃ જિલ્લામાં ગુનાખોરીની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જાણે ગુનેગારોને પોલીસનો કોઈ ખોફ જ ન હોઈ તેમ એક પછી એક ક્રાઈમની ઘટનાને અંજામ આપવામાં સફળ થઈ રહ્યા છે. ત્યારે આ જ પ્રમાણે સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી.
સુરતના પીપોદરા GIDC વિસ્તારમાં એક દિવસ અગાઉ અજાણ્યા ઈસમો દ્વારા એક યુવકને પથ્થરના ઘા જીકી અર્ધનગ્ન હાલતમાં કરપીણ હત્યા કરવામાં દેવામાં આવી હતી. જેને લઈને કોસંબા પોલીસ તેમજ સુરત SOG અને LCB પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડયો હતો. ત્યારે આ હત્યા પાછળ કોણ જવાબદાર છે અને શા માટે હત્યા કરવામાં આવી હતી. તે અંગે તપાસની દોર પોલીસે હાથ ધર્યો હતો અને અંતે સુરત ગ્રામ્ય LCB અને SOG પોલીસે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો.